Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી: હિંદુઓને લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવા આયોજિત થયો કાર્યક્રમ, પંજાબથી ખ્રિસ્તી પ્રચારકો...

    યુપી: હિંદુઓને લાલચ આપીને ધર્મપરિવર્તન કરાવવા આયોજિત થયો કાર્યક્રમ, પંજાબથી ખ્રિસ્તી પ્રચારકો બોલાવાયા: 2ની ધરપકડ

    લાલચ આપીને ધર્માંતરણ કરાવવા બદલ ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બેની ધરપકડ કરવામાં આવી.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં એક ગામમાં ખ્રિસ્તી સમુદાયના લોકો પર હિંદુઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો કરાવવાનો આરોપ લાગ્યો છે. આ માટે શુક્રવારે એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં હિંદુ સંગઠનોના વિરોધ બાદ પોલીસ પણ પહોંચી હતી અને બેની ધરપકડ કરી લીધી હતી. 

    આ કાર્યક્રમ યુપીના લખીમપુર ખીરીના દૌલતાપુર ગામમાં આયોજિત કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિના ઘરની બહાર મંડળ બાંધીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ભાગ લેવા માટે પંજાબથી પણ ખ્રિસ્તી ધર્મના પ્રચારકો આવ્યા હતા. મંડપમાં લાઉડસ્પીકરો લગાવીને ખ્રિસ્તી ધર્મ સબંધિત પ્રવચનો પ્રસારિત કરવામાં આવ્યાં હતાં, જે બાદ લોકોને પણ ધર્મ સ્વીકારવા માટે કહ્યું હતું. 

    સ્થાનિકોના આરોપ અનુસાર, કાર્યક્રમમાં સેંકડો લોકોને એકઠા કરીને અસાધ્ય રોગો ઠીક કરવા અને આર્થિક મદદ કરવાનાં પ્રલોભનો આપ્યાં હતાં. જે બાદ લોકોને ખ્રિસ્તી ધર્મની વિશેષતાઓ જણાવી હતી અને ધર્મ સ્વીકારવા માટે કહ્યું હતું. જે બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, ગામલોકોએ એમ પણ જણાવ્યું હતું કે લાલચ આપીને ધર્માંતરણ કરાવવા માટે આવા કાર્યક્રમો છેલ્લા સાતેક મહિનાથી ચાલી રહ્યા છે અને ગામના ત્રણ-ચાર લોકોએ ધર્મ પણ બદલી લીધો છે. મામલો સામે આવ્યા બાદ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસની પણ એક ટીમ પહોંચી હતી. આ ઉપરાંત મામલતદાર વગેરે અધિકારીઓ પણ પહોંચ્યા હતા.

    પોલીસ અને અધિકારીઓને જોઈને કાર્યક્રમમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો આમતેમ ભાગવા માંડ્યા હતા. જે બાદ પોલીસે કાર્યક્રમ અટકાવી દેવડાવ્યો હતો અને બે લોકોને હિરાસતમાં લઇ લીધા હતા. આ બંને વિરુદ્ધ શાંતિભંગ કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    મામલતદારે મીડિયાને જાણકારી આપતાં કહ્યું કે, અમે પોલીસ સાથે ગામમાં ગયા હતા. ત્યાં એક વ્યક્તિના ઘરની બહાર પરવાનગી વગર ભીડ એકઠી કરીને ધર્મ પ્રચારનો એક કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો. જેને અટકાવીને બે આયોજકો નિક્કા અને દયારામને પોલીસે કસ્ટડીમાં લઇ લીધા હતા. પોલીસે આ મામલે જણાવ્યું કે, શાંતિભંગ કરવા મામલે આ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં પંજાબમાં પણ આ જ પ્રકારનો એક મામલો સામે આવ્યો હતો. જ્યાં ઝીરકપુર વિસ્તારમાં એક આવો જ કાર્યક્રમ આયોજિત થતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યક્રમ બંધ કરાવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં