Sunday, April 28, 2024
More
    હોમપેજદેશવિદ્યાર્થીનીનો દુપટ્ટો ખેંચ્યો, પડી ગયા બાદ બાઈક ચડાવી દીધી… યુપી પોલીસે એનકાઉન્ટર...

    વિદ્યાર્થીનીનો દુપટ્ટો ખેંચ્યો, પડી ગયા બાદ બાઈક ચડાવી દીધી… યુપી પોલીસે એનકાઉન્ટર બાદ શહવાજ, ફૈઝલ અને અરબાઝને દબોચ્યા: એકનો પગ ભાંગ્યો, બેને ઈજા

    કિશોરી શાળા પૂરી કરીને રાબેતા મુજબ ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન શહવાજ અને અરબાઝ તેનો પીછો કરીને આવ્યા અને તેનો દુપટ્ટો ખેંચી લીધો. કિશોરી સાયકલ પર હતી. તેથી તેનું સંતુલન બગડયું અને તે રસ્તાની વચ્ચે પડી ગઈ. પાછળથી આવી રહેલા ફૈઝલે તેના પર બાઈક ચડાવી દીધી

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના આંબેડકર નગરમાં એક શાળાની વિદ્યાર્થીનીની બદમાશોએ હત્યા કરી નાખી હતી. તે શુક્રવારે (15 સપ્ટેમ્બર, 2023) સાયકલ પર જઈ રહી હતી ત્યારે શહવાજ અને અરબાઝે તેનો દુપટ્ટો ખેંચ્યો અને તે સાયકલ પરથી પડી ગઈ, ત્યારબાદ ફૈઝલે તેની ઉપર બાઈક ચડાવી દીધી હતી. આ મામલે પોલીસે હત્યાના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ પોલીસે ગોળીબાર કરવાની ફરજ પડી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્રણેય આરોપીઓએ પોલીસ પર જ હથિયાર તાક્યા હતા, જે બાદ પોલીસે ગોળીઓ ચલાવવી પડી હતી. આ ગોળીઓ બે આરોપીઓને વાગી હતી, તો ત્રીજો આરોપી દોડતી વખતે પડી ગયો હતો અને તેનો તેનો પગ ભાંગી ગયો હતો. પોલીસે ત્રણેયની ફરી ધરપકડ કરી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. ‘આજતક’ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસની ગોળીથી શહવાજ અને ફૈઝલ ઘાયલ થયા છે, તો બીજી તરફ અરબાઝનો પગ ભાંગી ગયો છે.

    વિદ્યાર્થિની પર ચડાવી દીધી હતી બાઈક

    નોંધનીય છે કે આ મામલો ઉત્તરપ્રદેશના આંબેડકર નગર જિલ્લામાં આવેલા હંસવર પોલીસ સ્ટેશનના હીરાપુર બજાર વિસ્તારનો છે. અહીંની રામરાજી ઇન્ટર કોલેજમાં ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય કિશોરી શુક્રવારે (15 સપ્ટેમ્બરે) શાળા પૂરી કરીને રાબેતા મુજબ ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન શહવાજ અને અરબાઝ તેનો પીછો કરીને આવ્યા અને તેનો દુપટ્ટો ખેંચી લીધો. કિશોરી સાયકલ પર હતી. તેથી તેનું સંતુલન બગડયું અને તે રસ્તાની વચ્ચે પડી ગઈ. પાછળથી આવી રહેલા ફૈઝલે તેના પર બાઈક ચડાવી દીધી, જેના કારણે તેનું મોત થયું. ત્યારબાદ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીની હત્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

    - Advertisement -

    પિતાનો સહારો હતી મૃતક વિદ્યાર્થિની

    મૃતક કિશોરીના પિતાએ જણાવ્યું છે કે તેમની પુત્રી તેમનો અંતિમ સહારો હતી. લગભગ 8 વર્ષ પહેલાં તેમની પત્નીનું અવસાન થયું હતું. તે બાળકી ઘરે કામ પણ કરતી હતી અને અભ્યાસ પણ કરતી હતી. પિતાએ જણાવ્યું કે દીકરી અભ્યાસમાં હોશિયાર હતી અને બાયોલોજીનો અભ્યાસ કરી રહી હતી. તે ડૉક્ટર બનવા માંગતી હતી, પરંતુ હવે બધુ બરબાદ થઈ ગયું છે

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં