Monday, October 7, 2024
More
    હોમપેજદેશ5 સ્ટાર હોટેલથી પણ શ્રેષ્ઠ છે યુપીની આ જેલનું ભોજન, મશીનો કરે...

    5 સ્ટાર હોટેલથી પણ શ્રેષ્ઠ છે યુપીની આ જેલનું ભોજન, મશીનો કરે છે તમામ કામ: ઉડીને આંખે વળગે એવી સ્વચ્છતા, હાઈજિનિક જેલમાં કુલ 1100 કેદીઓ

    રસોડામાં ભોજન બનાવવા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આથી હવે અહીં હાથથી નહીં પણ મશીનો દ્વારા ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    યુપીની ફાર્રુખાબાદ જેલનું જમણ 5-સ્ટાર હોટેલથી પણ શ્રેષ્ઠ રેટિંગ મેળવીને રાજ્ય ભરમાં અવ્વલ નંબર મેળવ્યો છે. સામાન્ય રીતે જેલના ભોજન વિશે હંમેશા એક ધારણા રહી છે કે કેદીઓને આપવામાં આવતો ખોરાક સારો હોતો નથી. જોકે, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાની ફતેહગઢ સેન્ટ્રલ જેલમાં પીરસવામાં આવતા ભોજનને 5-સ્ટાર રેટિંગ આપ્યું છે. આ જેલ આ સિદ્ધિ મેળવનારી ઉત્તર પ્રદેશની પ્રથમ જેલ બની છે.

    અહેવાલો મુજબ, ફર્રુખાબાદ જિલ્લાની ફતેહગઢ સેન્ટ્રલ જેલના રસોડાને આધુનિક બનાવવામાં આવ્યું છે. આ રસોડામાં ભોજન બનાવવા માટે આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આથી હવે અહીં હાથથી નહીં પણ મશીનો દ્વારા ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

    સ્વભાવિક રીતે મશીન દ્વારા ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે તો હાથનો ઉપયોગ નહીંવત થઇ ગયો છે. તેથી જ સ્વચ્છતાથી લઈને ખોરાકની ગુણવત્તા પહેલાં કરતા વધુ સારી બની છે. આ જ કારણ છે કે, ‘ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)’ એ ફતેહગઢ જેલમાં કેદીઓને ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવા અને ખાદ્ય ચીજવસ્તુઓની સારી રીતે જાળવણી કરવા બદલ તેને 5 સ્ટાર પ્રમાણિત કર્યા છે.

    - Advertisement -

    આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સંજય સિંહનું કહેવું છે કે FSSAI તરફથી માન્યતા મળ્યા બાદ સ્પષ્ટ છે કે આ જેલના 1100 કેદીઓને સ્વચ્છ અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવી રહ્યો છે. આ જેલને માર્ચ 2022માં FSSAIનું લાઇસન્સ મળ્યું હતું. ત્યારબાદ FSSAI ની સૂચનાઓ અનુસાર ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતામાં સુધારો કરવામાં આવ્યો છે.

    જેલ અધિક્ષક ભીમ સેન મુકુંદે જણાવ્યું હતું કે જેલ પ્રશાસને FSSAIની માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કર્યું હતું. રસોડામાં આધુનિકીકરણ કરવામાં આવ્યું છે અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેલના રસોડામાં લોટ ભેળવવા, બટાકાની છાલ ઉતારવા, શાકભાજી કાપવા અને રોટલી બનાવવા માટે નવા અને ઓટોમેટિક મશીનો લાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત કેદીઓ તેમજ જેલના કર્મચારીઓએ ફૂડ સેફ્ટી અને હાઈજીનની તાલીમ લીધી છે. રસોડામાં કામ કરતા દરેક વ્યક્તિએ હંમેશા એપ્રોન, હેડ ગિયર અને મોજા પહેરેલા રાખે છે.

    જણાવવામાં આવી રહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીને જોતા જેલ પરિસરમાં એક નવું રસોડું બનાવવામાં આવ્યું છે. આ જેલના 1100 કેદીઓ માટે બંને સમયનું ભોજન આ રસોડામાં તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધી રોટલી, શાક, કઠોળ વગેરે બનાવવામાં કેદીઓની મદદ લેવામાં આવતી હતી તે રીત મેન્યુઅલી હોવાને કારણે ઘણો સમય લાગતો હતો. પરંતુ, હવે તે જ વસ્તુ ઝડપથી થઇ રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં