Monday, April 29, 2024
More
    હોમપેજક્રાઈમ4 બાળકોના અબ્બુ રાશિદે 19 વર્ષની દલિત યુવતીનું અપહરણ કર્યું, પીડિત પરિવારને...

    4 બાળકોના અબ્બુ રાશિદે 19 વર્ષની દલિત યુવતીનું અપહરણ કર્યું, પીડિત પરિવારને ધમકી આપી- ‘કેસ પાછો ખેંચો, નહીંતર બીજી દીકરીને પણ ઉપાડી લઈશ’: UPના શામલીનો કિસ્સો

    આ કેસમાં પોલીસે આઈપીસીની કલમ 452, 504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. શામલી પોલીસે અત્યાર સુધીમાં બે આરોપી પરવેઝ અને શહજાદની ધરપકડની પુષ્ટિ કરી છે. OpIndia પાસે બાગપત અને શામલીમાં આપવામાં આવેલી ફરિયાદની નકલ છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના શામલીમાંથી દલિત યુવતીના અપહરણનો મામલો સામે આવ્યો છે. પીડિતાના પિતાએ રાશિદ પર પુત્રીનું ધર્માંતરણ કરવાના ઈરાદાથી અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. યુવતી બાગપતમાં તેના સંબંધીના ઘરે ગઈ હતી. ત્યાંથી તે 11 જૂન 2023ના રોજ ગુમ થઈ ગઈ હતી. પોલીસમાં ફરિયાદ કર્યા બાદ રાશિદના સંબંધીઓ 15 જૂને પીડિતાના પરિવારના ઘરે પહોંચ્યા હતા. કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી. ધમકીના મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે બંને કેસની તપાસ હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ, મૂળ શામલી જિલ્લાના બાબરી પોલીસ સ્ટેશન વિસ્તારની 19 વર્ષની દલિત યુવતી 28 મે 2023ના રોજ બાગપત જિલ્લાના છપૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સંબંધીના ઘરે ગઈ હતી. અહીંથી તે 11 જૂને ગાયબ થઈ ગઈ હતી. જ્યાં તેમને એક પાત્ર મળ્યો હતો. જેમાં યુવતીએ લખ્યું હતું કે, “હું ઘર છોડીને જઈ રહી છું. કૃપા કરીને મને શોધવાનો પ્રયાસ કરશો નહીં. હું તને ખાટુ શ્યામના સોગંદ.”

    આ મામલે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 363 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. દરમિયાન આ કેસમાં યુવતીના ગામના રાશિદનું નામ સામે આવ્યું હતું. પોલીસ રાશિદ અને પીડિતાને શોધી રહી હતી. દરમિયાન, 15 જૂન, 2023 ની રાત્રે, રાશિદના સંબંધીઓ લગભગ 11 વાગ્યે પીડિત પરિવારના ઘરે પહોંચ્યા. જેમાં પરવેઝ, નદીમ, શહજાદ અને નૌશાદનો સમાવેશ થાય છે. આ તમામે યુવતીને મુસ્લિમ બનાવી તેના લગ્ન રાશિદ સાથે કરાવવાની વાત કરી હતી. પીડિતાના પરિવારને ચૂપ રહેવા અને ફરિયાદ પાછી ખેંચી લેવા કહ્યું હતું.

    - Advertisement -

    આ મામલામાં નોંધાયેલી ફરિયાદમાં પરવેઝ, નદીમ, શહજાદ અને નૌશાદ પર પીડિત પરિવારની બીજી પુત્રીને ઉપાડી જવાનો અને પત્ની અને બાળકોને મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. યુવતીના પિતાએ ગામમાંથી ભાગી જવાની વાત કહીને જણાવ્યું છે કે તે ગભરાટમાં છે. આ કેસમાં પોલીસે આઈપીસીની કલમ 452, 504 અને 506 હેઠળ કેસ નોંધ્યો છે. શામલી પોલીસે અત્યાર સુધીમાં બે આરોપી પરવેઝ અને શહજાદની ધરપકડની પુષ્ટિ કરી છે. OpIndia પાસે બાગપત અને શામલીમાં આપવામાં આવેલી ફરિયાદની નકલ છે.

    OpIndiaએ આ મામલે પીડિતાના ભાઈ સાથે વાત કરી હતી. તેઓએ અમને જણાવ્યું કે આરોપી રાશિદ તેની બહેન કરતા લગભગ બમણી ઉંમરનો છે. તેણે પીડિતાના ગામ પાસે એક દલિત વ્યક્તિના ઘરે જનતા ફર્નિચર નામની દુકાન ખોલી હતી. યુવતીના ભાઈનો દાવો છે કે આ જગ્યાએ જ તેની બહેનની રાશિદ સાથે ઓળખાણ થઇ હતી. પીડિતાના ભાઈએ રાશિદને 4 બાળકોનો પિતા પણ ગણાવ્યો અને કહ્યું કે ધર્માંતરણ કરવાના ઈરાદાથી તે તેની બહેનને ઉપાડી ગયો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં