Sunday, October 6, 2024
More
    હોમપેજદેશઉત્તર પ્રદેશ: શિક્ષિકા શાઇસ્તાએ મુસ્લિમ વિદ્યાર્થી પાસે હિંદુ બાળકને તમાચા મરાવ્યા, FIR...

    ઉત્તર પ્રદેશ: શિક્ષિકા શાઇસ્તાએ મુસ્લિમ વિદ્યાર્થી પાસે હિંદુ બાળકને તમાચા મરાવ્યા, FIR દાખલ થયા બાદ ધરપકડ, પછીથી મળી ગયા જામીન

    વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો કે શાઈસ્તાએ તેમના પુત્રને એ જ વર્ગના એક મુસ્લિમ સમુદાયના બાળક પાસે માર મરાવ્યો. ટીચરના કહેવા પર મુસ્લિમ વિદ્યાર્થીએ પીડિતના ગાલ પર બે-ચાર તમાચા મારી દીધા હતા.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના સંભલમાં એક મુસ્લિમ શિક્ષિકા પર તેના જ સમુદાયના વિદ્યાર્થી દ્વારા એક હિંદુ વિદ્યાર્થીને માર મરાવ્યાનો આરોપ લાગ્યો છે. આ મામલો સેન્ટ એન્થની સ્કૂલનો છે. વિદ્યાર્થીના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે ટીચર શાઇસ્તાએ તેમના પુત્રને શાળાની અંદર એક મુસ્લિમ વિદ્યાર્થી પાસે માર મરાવ્યો. તેમણે કહ્યું કે ટીચરે તેમના પુત્રને હિંદુ હોવાનું કહીને માર મરાવ્યો હતો.

    મળતી માહિતી અનુસાર સંભલ જિલ્લાના અસમોલી પોલીસ સ્ટેશન વિસ્તારના દુગાવર ગામમાં સેન્ટ એન્થની સિનિયર સેકન્ડરી સ્કૂલ આવેલી છે. અહીં સિરોલી ગામના રહેવાસી અને સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા એક વ્યક્તિનો પુત્ર પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર 26 સપ્ટેમ્બરે શાળાએ ભણવા માટે ગયો હતો, જ્યાં તે કેટલાક અભ્યાસને લગતા પ્રશ્નોના જવાબ આપી શક્યો ન હતો.

    આ જોઈને શિક્ષિકા શાઇસ્તા ભડકી ઉઠી. વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો કે શાઈસ્તાએ તેમના પુત્રને એ જ વર્ગના એક મુસ્લિમ સમુદાયના બાળક પાસે માર મરાવ્યો. ટીચરના કહેવા પર મુસ્લિમ વિદ્યાર્થીએ પીડિતના ગાલ પર બે-ચાર તમાચા મારી દીધા હતા. ત્યારથી પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો પીડિત હતાશ રહેવા લાગ્યો હતો.

    - Advertisement -

    પિતાનું કહેવું છે કે તેમનો બાળક ડર અને શરમના કારણે શાળાએ જઈ રહ્યો નહોતો. જ્યારે તેમણે બાળકને પૂછ્યું કે શું થયું તો તેણે સમગ્ર ઘટના જણાવી હતી. આ પછી બાળકના વાલીએ સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અને પોલીસને તે અંગે ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે મહિલા શિક્ષિકાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

    ASP શ્રીશચંદ્રએ જણાવ્યું હતું કે પોલીસે આ કેસમાં આરોપી શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. બાળકના પિતાના આરોપો ઘણા ગંભીર છે. એસપી કુલદીપ સિંહ ગુનાવતની સૂચના મળતાં જ પોલીસે આરોપી શિક્ષિકાની ધરપકડ કરી લીધી હતી. આ સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ સેમિનાએ આરોપી શિક્ષિકાને સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દીધી છે.

    ઉત્તરપ્રદેશમાં હિંદુ વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ ન આવડતા મુસ્લિમ ટીચર શાઇસ્તાએ તેના જ વર્ગના મુસ્લિમ વિદ્યાર્થી પાસે માર મરાવ્યો હતો. બાળકને માર મરાવ્યાના આરોપમાં ટીચર શાઇસ્તા પર ગુનો નોંધીને પોલીસે તેની ધરપકડ કરી હતી. એ પછી તેને કોર્ટના આદેશ પર જેલહવાલે કરવામાં આવી હતી. એક રાત જેલમાં વિતાવ્યા બાદ તેને જામીન મળ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં