Monday, September 9, 2024
More
    હોમપેજદેશગૌ તસ્કરીના ગુનામાં ફરાર હતો સાજિદ, UP પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કર્યો: અથડામણમાં...

    ગૌ તસ્કરીના ગુનામાં ફરાર હતો સાજિદ, UP પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કર્યો: અથડામણમાં સાથીદારને પણ ઈજા

    પોલીસ ટીમે તેમને ઘેરી લીધા અને બંને શકમંદોને સરેન્ડર કરવા કહ્યું. પરંતુ પોલીસની આ અપીલની બંને પર કોઈ અસર થઈ ન હતી. તેના બદલે તેઓએ પોલીસ ટીમ પર જ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં પોલીસ અને ગૌતસ્કરો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં એક ગૌતસ્કર માર્યો ગયો છે. મૃતકનું નામ સાજિદ છે જે મૂળ મુરાદાબાદનો રહેવાસી હતો. પોલીસે આ એન્કાઉન્ટરમાં બબલુ નામના અન્ય એક ગૌતસ્કરની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ પર પણ ગોળીબાર કર્યો હતો. આ ઘટના શનિવારે (18 નવેમ્બર 2023) બની હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના રામપુરના પટવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. શનિવારે પોલીસને કેટલાક શંકાસ્પદ લોકોની હિલચાલ અંગે માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મુરાદાબાદ જિલ્લામાંથી એક શંકાસ્પદ હોન્ડા કંપનીની કાર આવી રહી હતી. પોલીસને જોઈને ગાડી થોડીવાર રોકાઈ ગઈ અને ત્યાંથી પરત ફરવા લાગી. પોલીસને શંકા જતાં વાહનને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો. પોલીસના સંકેત પર વાહને સ્પીડ પકડી હતી જે બાદ પોલીસે પીછો શરૂ કર્યો હતો.

    પોલીસનું કહેવું છે કે ભાગતી વખતે આરોપીઓએ કાર પરથી કાબુ ગુમાવ્યો અને કાર રોડ નીચે પડી ગઈ. બે શકમંદો વાહનમાંથી ઉતરીને ભાગવા લાગ્યા હતા. પાછળથી આવતી પોલીસ ટીમે તેમને ઘેરી લીધા અને બંને શકમંદોને સરેન્ડર કરવા કહ્યું. પરંતુ પોલીસની આ અપીલની બંને પર કોઈ અસર થઈ ન હતી. તેના બદલે તેઓએ પોલીસ ટીમ પર જ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. સ્વબચાવમાં પોલીસની જવાબી કાર્યવાહીમાં બંને શકમંદોને પગમાં ગોળી વાગી હતી. પોલીસ બંનેને હોસ્પિટલ લઈ ગઈ જ્યાં શંકાસ્પદનું મૃત્યુ થયું હતું.

    - Advertisement -

    એન્કાઉન્ટરમાં ઘાયલ બીજા શંકાસ્પદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકની ઓળખ 23 વર્ષીય સાજિદ તરીકે થઈ છે. જાહિદનો પુત્ર સાજીદ કુખ્યાત ગૌતસ્કર હોવાનું કહેવાય છે જે મૂળ મુરાદાબાદના કુંડારકી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. એન્કાઉન્ટરમાં ઘાયલ બીજો શકમંદ 30 વર્ષનો બબલુ છે. જમીલનો પુત્ર બબલુ પણ મૂળ મુરાદાબાદના બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. પોલીસ સાજીદ અને બબલુના ગુનાહિત રેકોર્ડની તપાસ કરી રહી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 307 અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ પણ નોંધ્યો છે.

    નોંધનીય છે કે દિવાળીની રાત્રે (12 નવેમ્બર) ગૌતસ્કરોએ 3 ગૌવંશની હત્યા કરી દીધી હતી. હિંદુ સંગઠનોએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટના બાદ રામપુર પોલીસે ગૌતસ્કરો વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં