Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરૂબિયા બની રજની, રુબીના ખાન બની રૂબી અવસ્થી: મંદિરમાં હિંદુ પ્રેમીઓ સાથે...

    રૂબિયા બની રજની, રુબીના ખાન બની રૂબી અવસ્થી: મંદિરમાં હિંદુ પ્રેમીઓ સાથે રાજીખુશીથી કર્યા લગ્ન, બળજબરીપૂર્વક નિકાહ કરાવવા માગતા હતા પરિજનો

    યુવક અને યુવતી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે એટલે તેઓ લગ્ન કરવા ઇચ્છતા હતા. જોકે, યુવતીના પરિજનો બળજબરીથી તેના નિકાહ અન્ય જગ્યાએ કરાવવા માગતા હતા. આ અંગે જાણકારી મળ્યા બાદ પોલીસની મદદથી બંનેના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ કરાવવામાં આવ્યા છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશમાં બે મુસ્લિમ યુવતીઓએ હિંદુ પ્રેમી સાથે લગ્ન કર્યા છે. આ યુવતીઓના પરિવારજનોને એક હિંદુ સાથેનો સંબંધ મંજૂર ન હતો અને એટલે જ તેઓ બળજબરીપૂર્વક દીકરીઓના નિકાહ કરાવવા માગતા હતા. પહેલો મામલો સીતાપુરનો છે જ્યાં રૂબિયા નામની યુવતી પ્રદીપ સાથે લગ્ન કરીને હવે રજની બની ગઈ છે. તો બહરાઈચની રુબીના ખાને શેષ કુમાર અવસ્થી સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા અને હવે તે રૂબી અવસ્થી બની ગઈ છે.

    રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર પ્રદેશમાં બે જુદા-જુદા કિસ્સામાં મુસ્લિમ યુવતીઓએ હિંદુ પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. રૂબિયા નામની મુસ્લિમ યુવતી સીતાપુરના રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના બિસારમાં રહે છે. રૂબિયા (હવે રજની) થાનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના મેઉડી સેવલિયાના રહેવાસી પ્રદીપ યાદવ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતી. રૂબિયાનો પરિવાર તેમનો આ સંબંધ સ્વીકારી ન શક્યો એટલે રૂબિયાએ પરિવારને બદલે પોતાના પ્રેમની પસંદગી કરી.

    રૂબિયા અને પ્રદીપના લગ્ન વચ્ચે આવી રહેલી અડચણોની જાણ જ્યારે વિહિપના સભ્યોને થઈ તો તેઓ યુવતીના ગામ પહોંચ્યા અને પોલીસની મદદથી હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે બંનેના લગ્ન કરાવ્યા. વિહિપના ધર્માચાર્ય પ્રમુખ આચાર્ય દીપક મિશ્રાએ બંનેને સુખી દાંપત્ય જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. બીજી તરફ યુવતીના પરિવારજનોએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે.

    - Advertisement -

    અવધ પ્રાંતના વિશ્વ હિંદુ પરિષદના વિભાગ અધ્યક્ષ વિપુલ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, યુવક અને યુવતી એકબીજાને ખૂબ પ્રેમ કરે છે એટલે તેઓ લગ્ન કરવા ઇચ્છતા હતા. જોકે, યુવતીના પરિજનો બળજબરીથી તેના નિકાહ અન્ય જગ્યાએ કરાવવા માગતા હતા. આ અંગે જાણકારી મળ્યા બાદ પોલીસની મદદથી બંનેના લગ્ન હિંદુ રીતિ-રિવાજ મુજબ કરાવવામાં આવ્યા છે.

    તો બહરાઇચના કોતવાલી દેહાત વિસ્તારના શિવપુરામાં રહેતી રુબીના ખાન (હવે રૂબી અવસ્થી) અને શેષ કુમાર અવસ્થી પણ ઘણાં સમયથી એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ, બંનેના ધર્મ જુદા હોવાથી પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા અને એટલે જ બંનેએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ વાત રૂબીનાના ઘર સુધી પહોંચી તો તેના અબ્બાએ શેષ કુમાર વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કર્યો હતો. એ પછી પોલીસે બંનેને સોમવારે (5 જૂન, 2023) કોર્ટમાં રજૂ કર્યા હતા.

    રૂબીના ખાને કોર્ટમાં જણાવ્યું હતું કે, “હું પુખ્ત છું. મને મારો નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. મેં સ્વેચ્છાએ મારો મજહબ છોડીને હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે.” કોર્ટે રૂબીનાની સ્કૂલની માર્કશીટ જોઈ તો તેની ઉંમર 18 વર્ષ, ત્રણ મહિના અને 28 દિવસ હોવાનું બહાર આવ્યું. એ પછી કોર્ટના આદેશ પર બંનેને સંપૂર્ણ સુરક્ષા સાથે યુવકના પરિજનોને સોંપવામાં આવ્યા છે.

    વાસ્તવમાં રૂબીના બે અઠવાડિયા પહેલાં તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. એ પછી બંને મુંબઈમાં મળી આવ્યા હતા. આ મામલે છોકરાના પિતા કન્હૈયા લાલ અવસ્થીનું કહેવું છે કે તેઓ આ લગ્નથી ખૂબ જ ખુશ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં