Tuesday, March 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆરિફે અમિત બનીને હિંદુ યુવતી સાથે મિત્રતા કરી, નોકરી આપવાના બહાને બળાત્કાર...

    આરિફે અમિત બનીને હિંદુ યુવતી સાથે મિત્રતા કરી, નોકરી આપવાના બહાને બળાત્કાર કર્યો: નિકાહ અને ધર્માંતરણ માટે કરતો હતો દબાણ

    આરિફની ફરિયાદ તેનાં પરિજનોને કરતાં તેમણે પણ યુવતી પર ધર્મ પરિવર્તન અને નિકાહ કરવાનું દબાણ કર્યું, પોલીસ ફરિયાદ દાખલ કરાઈ.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં લવજેહાદની ઘટના સામે આવી છે. ઘટનામાં હિંદુ યુવતી પર આરિફે અમિત બની નોકરી આપવાની લાલચ આપી બળાત્કાર કર્યો હતો. પહેલાં મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવીને હિંદુ યુવતીનો વિશ્વાસ જીતી લીધો. ત્યારબાદ રેલ્વેમાં નોકરી અપાવવાના નામે તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં યુવકે યુવતી પર ધર્મ બદલીને લગ્ન કરવા માટે પણ દબાણ કર્યું હતું. આરિફે અમિત બની બળાત્કાર કર્યા બાદ તેના બ્લેકમેઈલિંગ અને ધમકીઓથી કંટાળેલી પીડિતાએ પોલીસને ન્યાયની અરજી કરી છે. હાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મુસ્લિમ યુવક આરીફને કસ્ટડીમાં લઈ આ મામલે તપાસ શરૂ કરી છે.

    મીડિયા અહેવાલો મુજબ લગભગ 1 વર્ષ પહેલાં જિલ્લાના સદર વિસ્તારમાં રહેતી એક યુવતીના મોબાઈલ પર કોલ આવ્યો હતો. આ દરમિયાન યુવકે પોતાનું નામ અમિત જણાવ્યું અને યુવતી પાસેથી તેની શૈક્ષણિક લાયકાત જાણી. યુવતીએ પોતાના વિશે જણાવ્યું, ત્યારે જ યુવકે તેને રેલવેમાં નોકરી અપાવવાની વાત કરી હતી

    રેલવેમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી

    - Advertisement -

    જ્યારે તેને પહેલીવાર ફોન આવ્યો ત્યારે યુવતીએ તેની વાત પર ધ્યાન ન આપ્યું, પરંતુ આરિફ તેને સતત ફોન કરતો રહ્યો. યુવતીએ ઘણી વખત તેનો ફોન ઉપાડ્યો ન હતો, પરંતુ એક-બે વખત વાતચીત દરમિયાન તેણે યુવતીને કહ્યું કે તે તેને રેલવેમાં નોકરી અપાવી શકે છે. આમ નોકરીની લાલચ આપીને આરોપી આરિફ તેની સાથે ઓળખ વધારવા લાગ્યો હતો અને થોડા દિવસો પછી યુવતીને તેની વાત પર વિશ્વાસ આવી ગયો હતો.

    આરિફ બન્યો અમિત

    હવે યુવક યુવતીને રોજ ફોન કરતો અને નોકરી અપાવવાના નામે મીઠી મીઠી વાતો કરતો હતો. પીડિતાનો આરોપ છે કે આરોપી મુસ્લિમ યુવકે તેની સાથે અમિત તરીકે વાત કરી હતી. આ વાતચીત દરમિયાન એક દિવસ યુવકે તેને તેનું શૈક્ષણિક પ્રમાણપત્ર લાવવાનું કહ્યું અને તેને કનૌજ રેલવે સ્ટેશન પર મળવાનું કહ્યું. યુવતી પોતાનું શૈક્ષણિક પ્રમાણપત્ર લઈને ત્યાં પહોંચી ત્યારે યુવકે તેનો ફોટો કોપી કરાવીને પોતાની પાસે રાખી લીધો હતો.

    આરીફે અમિત બની બળાત્કાર કર્યો

    આરિફને પુરેપુરો ખ્યાલ હતો કે યુવતી નોકરીની શોધમાં ખૂબ જ પરેશાન હતી. આનો ફાયદો ઉઠાવીને તેણે એક દિવસ પીડિતાને ફોન કરીને એક હોટેલમાં બોલાવીને કહ્યું હતું કે કેટલાક રેલવે અધિકારીઓ આવ્યા છે, તેઓ તેનું કામ કરી દેશે. યુવકની વાત માનીને યુવતી કન્નૌજની એક હોટલમાં ગઈ હતી. જ્યાં તેણે યુવતી સાથે જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો હતો અને અશ્લીલ વિડીયો બનાવ્યો હતો.

    વીડિયો બનાવીને બ્લેકમેલ કરવામાં આવી

    અહેવાલોમાં જણાવ્યા અનુસાર પીડિતાનો આરોપ છે કે યુવક આ જ વીડિયોના આધારે તેને સતત બ્લેકમેલ કરી રહ્યો હતો. યુવતીએ આ અંગે આરોપીના પરિવારજનોને ફરિયાદ કરતાં તેના ભાઈ અને ભાભીએ પણ તેના પર નિકાહ કરવા દબાણ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે બધાએ મળીને યુવતીને મુસ્લિમ સમાજની જેમ ધર્મ બદલીને નિકાહ કરવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ તેની ધમકીઓથી કંટાળીને યુવતીએ હવે પોલીસ પાસે જઈને ન્યાય અને સુરક્ષાની માંગ કરી છે. આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે મુખ્ય આરોપી આરિફને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં