Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહોમ્મદ રહીસે હિંદુ પિતાને આપી ધમકી, કહ્યું- તારી દિકરીને મારી પાસે મોકલ...

    મહોમ્મદ રહીસે હિંદુ પિતાને આપી ધમકી, કહ્યું- તારી દિકરીને મારી પાસે મોકલ નહીંતર આખા પરિવારનું ‘સર તન સે જુદા’ કરી દઈશ

    યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે મોહમ્મદ રહીસ તેની પુત્રીને તેમની પાસે મોકલવા માટે માનસિક રીતે દબાણ કરી રહ્યો છે.

    - Advertisement -

    યુપીના બાગપતથી એક લવ જેહાદીએ હિંદુ પિતાને ‘સર તન સે જુદા’ ની ધમકી આપી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઝારખંડમાં અંકિતા સિંહને સળગાવવાની ઘટના અને દિલ્હીના સંગમ વિહારમાં નૈના મિશ્રાને ગોળી મારવાની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી તેવામાં બાગપતની લવ જેહાદીએ હિંદુ પિતાને ‘સર તન સે જુદા’ ની ધમકી આપવાની આ ઘટના ચર્ચાનો વિષય બની રહી છે.

    મળતા અહેવાલો મુજબ બાગપતમાં મોહમ્મદ રહીસ નામનો મુસ્લિમ યુવક એક હિંદુ યુવતીના માતા-પિતા પર તેમની દીકરીને તેની પાસે મોકલવા માટે સતત દબાણ કરી રહ્યો છે. તેણે યુવતીના પરિવારને ધમકી પણ આપી છે કે જો દીકરીને નહીં મોકલવામાં આવે તો આખા પરિવારને ‘સર તન સે જુદા’ કરી દેવામાં આવશે. ધમકી મળ્યા બાદ પીડિત પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે.

    યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે કે મોહમ્મદ રહીસ તેની પુત્રીને તેમની પાસે મોકલવા માટે માનસિક રીતે દબાણ કરી રહ્યો છે. જ્યારે તેમણે દીકરી મોકલવાની ના પાડી તો રહીશે તેમની દીકરીના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની સાથે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

    - Advertisement -

    બાળકીના પિતાનું કહેવું છે કે તે બાગપતના ખેકરા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. 18 જુલાઈના રોજ તે પત્ની સાથે સ્કૂટર પર દિલ્હી જઈ રહ્યો હતો. દરમિયાન, ગાઝિયાબાદના રહેવાસી મોહમ્મદ રહીસ નામના મુસ્લિમ છોકરાએ તેને રસ્તામાં રોક્યા હતા.

    યુવતીના પિતાનું કહેવું છે કે રહીસે તેમની પત્નીને કહ્યું હતું કે ‘તારી દીકરીને મારી પાસે મોકલ, નહીં તો હું તારું અને તારા પતિ માથું કાપી નાખીશ’. ત્યારથી તેમનો પરિવાર ડરના ઓથા હેઠળ જીવી રહ્યો છે.

    બાળકીના પિતાએ જણાવ્યું હતું કે હોબાળો જોઈને લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. ભીડ જોઈને લવ જેહાદી મુસ્લિમ યુવક ભાગી ગયો હતો. ત્યારથી તે તેમની દીકરીને મોકલવા માટે પરિવાર પર સતત દબાણ કરી રહ્યો હતો. 23 ઓગસ્ટના રોજ તેણે તેના વોટ્સએપ સ્ટેટસ પર તેની પુત્રીનો અશ્લીલ ફોટો પોસ્ટ કર્યો હતો.

    દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ પીડિતાના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રી એક શાળામાં ભણાવવા જતી હતી. તે સમયે જ આ મુસ્લિમ યુવક શુક્ર માર્કેટમાં લારી ચલાવતો હતો. 30 મેના રોજ તેની પુત્રી કોઈને જાણ કર્યા વિના ગુમ થઈ ગઈ હતી. હિંદુ સંગઠનોના હોબાળા બાદ પોલીસે એક મહિના પછી દીકરીને શોધી કાઢીને પરિવારને સોંપી દીધી હતી.

    ત્યારથી જ આ યુવક યુવતીને તેની પાસે મોકલવા માટે દબાણ કરી રહ્યો છે. આ સાથે તે પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પીડિત પરિવારની પુત્રીને મુસ્લિમ છોકરા સાથે પ્રેમ સંબંધ છે. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં