દેશમાં ફરી એકવાર હિંદુ મંદિરમાં શ્રદ્ધાળુઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવના બાંગરમઉ સ્થિત બોધેશ્વર મહાદેવ મંદિરમાં હિંદુ શ્રદ્ધાળુ પર મુસ્લિમ યુવક જાવેદે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા દરમ્યાન હત્યા કરવાના ઈરાદે જાવેદે મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓને દોડાવી દોડાવીને દંડાથી ફટકા માર્યા. આ દરમિયાન સ્થાનિક લોકો અને મંદિરમાં ફરજ પર હાજર પીએસીની મદદથી આરોપીને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો.
મળતી માહિતી અનુસાર ઉન્નાવના બાંગરમઉના પશ્ચિમમાં સ્થિત પ્રાચીન બોધેશ્વર મહાદેવ મંદિરમાં 29 સપ્ટેમ્બરના રોજ સવારે 10:30 વાગ્યે દરગાહ વસાહતમાં રહેતો જાવેદ લાકડી લઈને ઘૂસી ગયો હતો. મંદિરમાં હાજર હિંદુ શ્રદ્ધાળુઓ કશું સમજે તે પહેલાં જ જાવેદ તેમના ઉપર તૂટી પડ્યો અને હત્યા કરવાના ઈરાદે આડેધડ લાકડીના ફટકા મારવા લાગ્યો હતો.
જાવેદના આ જીવલેણ હુમલામાં કુલ 8 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 1 શ્રદ્ધાળુની પરિસ્થિતિ ગંભીર જણાવાઈ રહી છે. ગંભીર રીતે ઘવાયેલા શ્રદ્ધાળુને વધુ સારવાર માટે તાત્કાલિક લખનૌ ખસેડવામાં આવ્યા છે. આ હુમલામાં કૃષ્ણકુમાર તિવારી, મિલન સિંહ, કૈલાસ સિંહ સહિતના લોકોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ જાવેદે કરેલા હુમલાના દ્રશ્યો મંદિરમાં લાગેલા CCTVમાં કેદ થઇ ગયા હતા.
Javed entered a mandir in unnao and suddenly attacked the devotees with lathi in a lonewolf type terror attack; Atleast 6 hindu devotees injured.
— Megh Updates 🚨™ (@MeghUpdates) September 30, 2023
PAC posted there overpowered and arrested him. Investigation on. Seculars are saying he has a mental problem.pic.twitter.com/5Wo6Vr409m
આ ઘટનામાં સામે આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે જાવેદ મંદિરમાં ઘૂસીને સહુથી પહેલા એક વૃદ્ધ શ્રદ્ધાળુને લાકડીના ફટકા મારે છે. અચાનક થયેલા આ હુમલાથી વૃદ્ધ ત્યાં જ ઢળી પડે છે. વૃદ્ધના જમીન પર પડી ગયા બાદ પણ જાવેદે તેમને લાકડીના ફટકા માર્યા હતા. ત્યારબાદ જાવેદ નજીકમાં રહેલા અન્ય એક વ્યક્તિ પર પણ લાકડી લઈને તૂટી પડે છે.
સ્થાનિક લોકોએ પીએસીની મદદથી જાવેદને પકડીને પોલીસના હવાલે કરતાં ઉન્નાવ પોલીસે આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જાવેદ વિરુદ્ધ હત્યાના પ્રયાસ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ ઉન્નાવના મહાદેવ મંદિરમાં હિંદુ શ્રદ્ધાળુ પર જાવેદે જીવલેણ હુમલો કર્યો તેના વિરોધમાં સ્થાનિક લોકોએ રોડ બ્લોક કરીને ઉગ્ર વિરોધ નોંધાવી તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
•मंदिर में व्यक्ति पर लाठी से हमला करने वाला अभियुक्त गिरफ्तार @Igrangelucknow #UPPolice #Unnao pic.twitter.com/0UlX2diHKn
— UNNAO POLICE (@unnaopolice) September 29, 2023
મંદિર પર હુમલો કરનારને ‘માનસિક રીતે અસ્વસ્થ’માં ખપાવવાનો પ્રયાસ
ઉન્નાવના મહાદેવ મંદિરમાં હિંદુ શ્રદ્ધાળુ પર જાવેદે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ હવે તેને ‘માનસિક રીતે અસસ્સ્થ’ તરીકે ખપાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જોકે આ કોઈ નવી વાત નથી કે મંદિર પર હુમલો કે મૂર્તિઓ ખંડિત કરી અપમાનિત કરવા ઘૂસેલા કટ્ટર મુસ્લિમને માનસિક અસ્વસ્થ હોવાનું કહીને મામલાને દબાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ મીડિયા અનેક વાર આવી કરતૂતો કરી ચૂક્યું છે અને આ વખતે પણ એ જ કરી રહ્યું છે.
મીડિયા અહેવાલોમાં જાવેદને ‘સનકી’, ‘માથાફરેલ’ અને ‘માનસિક અસ્વસ્થ’ કહેવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ઉન્નાવ પોલીસે જાહેર પ્રેલી પ્રેસનોટમાં ક્યાય પણ આ વાતનો ઉલ્લેખ જોવા નથી મળતો કે જાવેદ માનસિક અસ્થિર છે.
વર્ષ 2023માં ‘માનસિક અસ્વસ્થ’ની અન્ય કેટલીક ઘટનાઓ
ચાલુ વર્ષે જ એપ્રિલ મહિનામાં બિહારના મુજફ્ફરપુરમાં એક આવી જ ઘટના સામે આવી હતી, જેમાં મોહમ્મદ મોઇઉદ્દિન નામના વ્યક્તિએ મંદિરમાં ઘૂસીને દુર્ગા માતાની મૂર્તિ સામે પેશાબ કર્યો હતો. બિહાર પોલીસે આ મામલે આરોપીની ધરપકડ તો કરી, પણ બાદમાં તેને ‘માનસિક રીતે અસ્વસ્થ’ જાહેર કરવામાં આવ્યો હતો.
વર્ષ 2022માં ક્યાં-ક્યાં ચલાવવામાં આવ્યો આ પ્રોપગેંડા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં પણ આ પ્રકારની કેટલીક ઘટનાઓ સામે આવી હતી. જેમાં હિંદુ મંદિરો પર હુમલાઓ કરવામાં આવ્યા અને દેવી દેવતાઓની મૂર્તિઓનું અપમાન કરવામાં આવ્યું. નીચે ટાંકવામાં આવેલી તમામ ઘટનાઓમાં પણ યેનકેન પ્રકારે આરોપીને ‘માનસિક અસ્વાથ’ ખપાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
પ્રથમ ઘટના
એપ્રિલ 2022માં ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સ્થિત ગોરખનાથ મંદિરમાં અહેમદ મુર્તજા નામના એક યુવકે મંદિરની સુરક્ષામાં તૈનાત સુરક્ષા કર્મી પર કુહાડાથી હુમલો કરી દીધો હતો. મુર્તજા ઇસ્લામિક સ્ટેટ (ISIS)ની જેહાદી વિચારધારાથી પ્રભાવિત હતો.
ત્યારબાદ આરોપીના પરિવારે તેને માનસિક રીતે અસ્વસ્થ ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે કોર્ટે તે વાતને નકારી કાઢી હતી. નિર્ણય સંભળાવતાં પહેલાં ન્યાયાલયે મુર્તજાની મેડિકલ તપાસ કરાવી હતી જેમાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ સાબિત થયો હતો. જાન્યુઆરી 2023માં ન્યાયાલયે મુર્તજાને ફાંસીની સજા ફટકારી હતી. મુર્તજાને દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો.
બીજી ઘટના
સપ્ટેમ્બર 2022માં તેલંગાણાના હૈદરાબાદમાં 2 બુરખાધરી મુસ્લિમ મહિલાઓએ એક મંદિરમાં ઘૂસીને દેવી માની પ્રતિમાને ખંડિત કરી હતી. એક વ્યક્તિએ તેમને રોકતાં મહિલાઓએ તેની પર પણ હુમલો કરી દીધો હતો. આ મહિલાઓએ એક ચર્ચમાં પણ લગાવવામાં આવેલી મૂર્તિઓ તોડવાનો પ્રયત્ન કર્યો હતો.
આ મામલે સ્થાનિક ધારાસભ્ય જેએચ મેરાજે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મહિલાઓ મંદિરમાં મૂર્તિઓ તોડવા માટે જ મંદિરમાં ઘૂસી હતી. તો બીજી તરફ હૈદરાબાદ પોલીસે બંને મહિલાઓને માનસિક રોગી જાહેર કરી દીધી હતી. મહિલાઓના ભાઈએ પણ તેની બંને બહેનોને ‘સીજોફ્રિનિક’ હોવાનું કહ્યું હતું.
ત્રીજી ઘટના
સપ્ટેમ્બર 2022માં જ ઝારખંડના રાંચીથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ ઘટનામાં રમીઝ નામના એક મુસ્લિમ યુવકે મંદિરનું તાળું તોડીને અંદર ઘૂસી જઈ હનુમાનજી મહારાજની મૂર્તિ તોડી નાંખી હતી. ધરપકડ બાદ રાંચી પોલીસે આરોપીને માનસિક અસ્વસ્થ હોવાનું જણાવતા લોકોએ પોલીસના આ દાવા પણ સવાલો ઉઠાવ્યા હતા.
નોંધનીય છે કે જે મંદિરમાં ઘૂસીને રમીઝે હનુમાનજીની પ્રતિમા ખંડિત કરી હતી તે મંદિર પર પહેલાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારો રોકવા માટે પોલીસે ગોળીબાર કરવો પડ્યો, જેમાં 2 ઉપદ્રવીઓ ઠાર મરાયા હતા.
ચોથી ઘટના
2022ના ઓકટોબર મહિનામાં ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ આવી એક ઘટના ઘટી હતી. જેમાં શોએબ નામના એક મુસ્લિમ યુવકે મહાદેવ મંદિરમાં શિવલિંગ પર પેશાબ કર્યો હતો. દેવાધિદેવ મહાદેવ પર પેશાબ કરવાની આ આખી ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગઈ હતી. શોએબની ધરપકડ બાદ તેને પણ ‘મંદબુદ્ધિ’ જાહેર કરવામાં આવ્યો હતો.
વિચારવા જેવી બાબત તે છે કે વામપંથી મીડિયા સંસ્થાઓ અને લિબરલ પત્રકારોની ગેંગ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનારા લોકોને માનસિક રીતે અસ્વસ્થ જાહેર કરીને કેવી રીતે તેમના ગુનાને છાવરવા મચી પડે છે. કટ્ટરપંથી ઇસ્લામી વિચારધારાના કારણે જ આતંકવાદી હુમલા હોય કે મંદિરમાં ઘૂસીને દેવી દેવતાઓનું અપમાન.. મીડિયા અને વામપંથી ચમચાઓ હંમેશા ‘માનસિક અસ્થિરતા’નું કાર્ડ રમતા આવ્યા છે. આ આખા પ્રોપગેંડા પાછળ તેમન એક જ ધ્યેય છે કે- મઝહબની કટ્ટરતાને છાવરવામાં આવે. જોકે સોશિયલ મીડિયાના આવ્યા બાદ આવા લોકોની પોલ ખુલવા લાગી છે.