Saturday, July 27, 2024
More
    હોમપેજદેશઅંતરીક્ષમાં યાત્રીઓને મોકલવાની તૈયારીઓ તેજ: ગગનયાન મિશન માટે માનવરહિત પરીક્ષણ ટૂંક સમયમાં...

    અંતરીક્ષમાં યાત્રીઓને મોકલવાની તૈયારીઓ તેજ: ગગનયાન મિશન માટે માનવરહિત પરીક્ષણ ટૂંક સમયમાં થશે શરૂ, ISROએ આપી જાણકારી

    માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ માટે ત્રણ વાહનોનું પરીક્ષણ કરવામાં આવશે. જેમાં પ્રથમ વાહન પરીક્ષણ TV-D1, બીજુ પરીક્ષણ TV-D2 અને ત્રીજું પરીક્ષણ LVM3-G1 હશે. આ મિશન માનવરહિત હશે.

    - Advertisement -

    ભારત વિજ્ઞાનના ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3 મિશનની ભવ્ય સફળતા બાદ ISROએ સુર્યયાત્રા માટે આદિત્ય-L1 મિશન લોન્ચ કર્યું છે. જેમાં સતત સૂર્યનું નિરીક્ષણ કરી સૂર્યમાં થતાં ફેરવારોનો અભ્યાસ કરવામાં આવશે. જ્યારે હવે ISROએ આવતા વર્ષે (2024માં) લોન્ચ થનાર મિશન ગગનયાનની તૈયારી તેજ કરી દીધી છે. આ મિશનમાં અવકાશમાં યાત્રીઓને મોકલવામાં આવશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને (ISROએ) જણાવ્યું છે કે ગગનયાન મિશન માટે માનવરહિત પરીક્ષણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

    ISROએ શનિવારે (7 ઓક્ટોબરે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની જાણકારી આપી છે. ISROએ કહ્યું કે, સ્પેસ એજન્સી ટૂંક સમયમાં જ ગગનયાન મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ શરૂ કરશે. ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન પ્રોજેક્ટનું આ મહિનાના અંતમાં પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે. ISROએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (TV-D1) માટે તૈયારીઓ ચાલી રહી છે, જે ક્રૂ એસ્કેપ સિસ્ટમને પ્રદર્શિત કરે છે.” ટેસ્ટ વ્હીકલ TV-D1 એ આ મિશન માટેનું વિકસિત રોકેટ છે. પેલોડમાં ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ સિસ્ટમ સામેલ છે.

    ક્રૂ સેફ્ટીમાં અપાયું છે વિશેષ ધ્યાન

    માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ માટે ત્રણ વાહનોનું પરીક્ષણ કરવામાં આવશે. જેમાં પ્રથમ વાહન પરીક્ષણ TV-D1, બીજુ પરીક્ષણ TV-D2 અને ત્રીજું પરીક્ષણ LVM3-G1 હશે. આ મિશન માનવરહિત હશે. ISROએ જણાવ્યું છે કે જલ્દી જ માનવરહિત પરીક્ષણ કરવામાં આવશે, જેથી કરીને ક્રૂ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ થઈ શકે.

    - Advertisement -

    નોંધનીય છે કે રોબોટ અને હ્યુમનોઈડ (માણસ જેવા રોબોટ)ને અંતરીક્ષમાં મોકલીને ક્રૂની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. ગગનયાનમાં ઉપયોગી વાહન LVM3-G1 અંતર્ગત આ હ્યુમનોઈડને મોકલવામાં આવશે. તેના વડે ક્રૂની સામે આવતા તમામ પડકારોની જાણકારી પ્રાપ્ત કરી શકાશે. ગગનયાન પ્રોજેક્ટમાં ક્રૂ સેફ્ટી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં