Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવા વર્ષ પર RSS મુખ્યાલયને બોંબથી ઉડાડી દેવાની ધમકી: સુરક્ષા વ્યવસ્થા વધુ...

    નવા વર્ષ પર RSS મુખ્યાલયને બોંબથી ઉડાડી દેવાની ધમકી: સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ, ધમકી આપનારની શોધખોળ ચાલુ

    મે 2022માં પણ નાગપૂર ATSએ એક વ્યક્તિને જમ્મુ કશ્મીરથી પક્ડયો હતો. તેણે સ્વીકાર્યું હતું કે તે આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદ માટે કામ કરે છે અને તેને ઉપરથી મળેલ આદેશ પ્રમાણે RSS મુખ્યાલયની રેકી કરી હતી.

    - Advertisement -

    મહારાષ્ટ્રના નાગપૂર સ્થિત RSS મુખ્યાલયને અજાણ્યા વ્યક્તિએ બોંબથી ઉડાડી દેવાની ધમકી આપી છે. આ ધમકીભર્યા ફોન કોલ પછી RSS મુખ્યાલયની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ફોન પર ધમકી આપનાર વ્યક્તિની શોધખોળ પોલીસે શરૂ કરી દીધી છે.

    અહેવાલો પ્રમાણે ઝોન 3 ડીસીપી ગોરખ ભામરેએ માહિતી આપી હતી કે નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને શનિવારે (31 ડિસેમ્બર) બપોરે 1 વાગ્યાની આસપાસ કોલ આવ્યો હતો. ફોન પરના વ્યક્તિએ RSS મુખ્યાલયને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ પછી પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને RSS મુખ્યાલયની સુરક્ષા તરત જ વધારી દેવામાં આવી હતી. RSS મુખ્યાલયની સુરક્ષા માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. મુખ્યાલયની આસપાસની દરેક ગતિવિધિ પર નજર રાખવામાં આવી રહી છે.

    ધમકી મળ્યા બાદ સાવચેતીના પગલારૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડને બોલાવવામાં આવી હતી. સમગ્ર કેમ્પસની સઘન ચકાસણી કરવામાં આવી હતી. હાલ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ફોન કરનારનું લોકેશન શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે આ સમગ્ર મામલે મહારાષ્ટ્ર પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

    - Advertisement -

    RSS કાર્યાલય લાંબા સમયથી આતંકીઓના નિશાના પર

    નોંધનીય છે કે RSS મુખ્યાલયમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પહેલેથી જ છે. અહીં CRPFની એક ટુકડી પહેલાથી જ સુરક્ષામાં તૈનાત રહે છે. ઉપરાંત, બહારના સર્કલ પર નાગપુર પોલીસનો સુરક્ષા કોર્ડન છે. RSS મુખ્યાલયની નજીક વીડિયોગ્રાફી અથવા કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા પર સખત પ્રતિબંધ છે. આ પછી પણ ધમકીભર્યા ફોન બાદ RSS મુખ્યાલયની સુરક્ષા વધારે કડક કરી દેવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે RSS અને તેના નેતાઓ કેટલા આંતકી સંગઠનોના નિશાના પર છે. આ પહેલા પણ RSS અધિકારીઓ તેમજ મુખ્યાલયને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આતંકવાદી સંગઠનો દ્વારા મળતી રહી છે. આ પહેલા શુક્રવારે લશ્કર-એ-તૈયબા તરફથી કથિત રૂપે એક ઈ-મેલ મળ્યો હતો જેમાં મુંબઈના પ્રખ્યાત માઉન્ટ મેરી ચર્ચ પર હુમલાની ધમકી આપવામાં આવી હતી.

    મે 2022માં પણ નાગપૂર ATSએ એક વ્યક્તિને જમ્મુ કશ્મીરથી પક્ડયો હતો. તેણે સ્વીકાર્યું હતું કે તે આતંકી સંગઠન જૈસ-એ-મોહમ્મદ માટે કામ કરે છે અને તેણે ઉપરથી મળેલ આદેશ પ્રમાણે RSS મુખ્યાલયની રેકી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં