Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટશું ભંગ કરવામાં આવશે રાષ્ટ્રીય વક્ફ વિકાસ નિગમ લીમીટેડ? સ્મૃતિ ઈરાનીનું મોટું...

    શું ભંગ કરવામાં આવશે રાષ્ટ્રીય વક્ફ વિકાસ નિગમ લીમીટેડ? સ્મૃતિ ઈરાનીનું મોટું એલાન, નુપુર શર્મા વિશે કહ્યું- એક મહિલાને ઘરમાં કેદ થવાની ફરજ પડી, કારણકે…

    અમે જાણીએ છીએ કે એક સમિટમાં વહીવટી નિર્ણયો લેવામાં નથી આવતા. પરંતુ હું તમને ખાતરી આપું છું કે જો કોઈ કારણસર દેશના અન્ય ધર્મોના અનુયાયીઓ સાથે ભેદભાવ રાખવામાં આવશે, તો અમે તેને નિષ્ક્રિય કરવાનું કામ કરીશું.

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઈશારો કર્યો છે કે અગામી સમયમાં ‘રાષ્ટ્રીય વક્ફ વિકાસ નિગમ લીમીટેડ (NAWADCO)’ને ભંગ કરવામાં આવી શકે છે. સ્મૃતિ ઈરાનીએ રિપબ્લિક સમિટમાં ભાગ લેતા કહ્યું હતું કે અલ્પસંખ્યક સમુદાય કોઈ ખતરામાં નથી, પરંતુ અલ્પસંખ્યક તૃષ્ટિકરણની રાજનીતિ હવે ખતરામાં છે. સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે કોંગ્રેસ અલ્પસંખ્યકો અને તેમાં ખાસ કરીને મુસ્લિમોમાં ડર ફેલાવીને તેમને અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે.

    શું અગામી સમયમાં રાષ્ટ્રીય વક્ફ વિકાસ નિગમ લીમીટેડ ભંગ કરવામાં આવશે? આ સવાલ પર ઈરાનીએ NAWADCO વિશે માહિતી આપતા કહ્યું કે આની સ્થાપના મનમોહન સરકારમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા વર્ષ 2014માં કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે NAWADCO દેશની એક માત્ર સેક્શન 25 કંપની છે, જેને ટેક્સ પેયર્સથી પ્રાપ્ત રૂપિયા મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેથી વકફની સંપત્તિઓનો વિકાસ અને સારસંભાળ લઈ શકાય. દેશમાં આવી કોઈ પણ સેક્શન 25 સંસ્થા નથી, જે ટેક્સપેયરના પૈસા વાપરીને કોઈ ખાસ મઝહબની ખાનગી સંપત્તિઓની સારસંભાળ કરતી હોય.

    સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે એક સમિટમાં વહીવટી નિર્ણયો લેવામાં નથી આવતા. પરંતુ હું તમને ખાતરી આપું છું કે જો કોઈ કારણસર દેશના અન્ય ધર્મોના અનુયાયીઓ સાથે ભેદભાવ રાખવામાં આવશે, તો અમે તેને નિષ્ક્રિય કરવાનું કામ કરીશું. અમે સમાનતાની સ્થાપના કરીશું. તેમણે કહ્યું કે, હું સુનિશ્ચિત કરવા માંગુ છું કે કાયદાની દ્રષ્ટિએ તમામ ભારતીયો સમાન હોય.

    - Advertisement -

    કેન્દ્રીય મંત્રીએ આગળ જણાવ્યું કે, કોંગ્રેસે આ દેશમાં હંમેશાં ધર્મના નામે રાજકારણ કર્યું છે. જો કોંગ્રેસના આવા નિર્ણયોથી જનતા ખુશ હોત તો લોકોએ ક્યારેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાનું સમર્થન ન આપ્યું હોત. લોકોએ બે વાર ફેરફારો માટે તેમને ટેકો આપ્યો છે અને મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે.

    ભાજપના મહિલા નેતાએ આ દરમિયાન નૂપુર શર્માનો પણ ઉલ્લેખ કર્યો હતો. અર્નબની વાત પર જવાબ આપતા તેમણે કહ્યું કે દેશમાં એવા પ્રસંગો બન્યા છે કે જ્યારે કોઈ મહિલાને તેના ઘરમાં કેદ થવું પડ્યું હોય, કારણ કે તે એક ટીવી ડિબેટનો ભાગ બની હતી. તો મારી સામે તે પ્રકારનું વાતાવરણ ઊભું થાય તેવી વાત ન કરો. આ શોને હોસ્ટ કરી રહેલા અર્નબ ગોસ્વામીએ કહ્યું કે આપ વિરુદ્ધ આવી વાતો પહેલાથી જ થઇ રહી છે. તને ધમકી મળતી જ રહે છે.

    આ ઉપરાંત સ્મૃતિ ઈરાનીએ લઘુમતીના નામે થઈ રહેલા રાજકારણ અને અવધારણાઓ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં મુસ્લિમોને લઘુમતી માનવામાં આવે છે. શીખો, પારસી અને અન્ય ધર્મોની ચર્ચા કરવામાં આવતી નથી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે “મને ગર્વ છે કે હું એક એવા પક્ષનો ભાગ છું જે આ ધારણાને દૂર કરે છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં