Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતવાંગ મુદ્દે ગરજ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કહ્યું: કોંગ્રેસે ચીન પાસે લીધું...

    તવાંગ મુદ્દે ગરજ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કહ્યું: કોંગ્રેસે ચીન પાસે લીધું કરોડોનું ફંડ, સીમા પર રાજકારણ રમવાનું બંધ કરો; એક ઇંચ પણ પાછળ નહી હટે ભારતીય સેના

    અમિત શાહે કહ્યું કે, "હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે જનતાની સામે બેવડા ધોરણો, બેવડા માપદંડો નહિ ચાલે. જનતા જોઈ રહી છે તેમનું FCRA રજીસ્ટ્રેશન સમાપ્ત કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સમયમાં જ ચીન દ્વારા હજારો કિલોમીટર જમીન પચાવી પાડવામાં આવી છે. જનતા આ બધા વિષયો જાણે છે.

    - Advertisement -

    અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીન વચ્ચેની અથડામણને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા લોકસભામાં હંગામો ચાલુ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયામાં પોતાનું નિવેદન જાહેર કરીને કોંગ્રેસને ઘેરી છે. અમિત શાહે કહ્યું છે કે કોંગ્રેસે ચીન પાસે કરોડોનું ફંડ લીધું અને હવે વિપક્ષે લોકસભામાં હોબાળો કર્યો, હું આ કૃત્યની નિંદા કરું છું.

    અહેવાલો અનુસાર અરુણાચલના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે, લોકસભામાં આ મુદ્દાને લઈને વિપક્ષે લોકસભામાં હોબાળો કરીને સભાની કાર્યવાહી અટકાવી દીધી હતી, જેને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, સાથેજ તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા કોંગ્રેસે ચીન પાસે કરોડોનું ફંડ લીધું હોવાનો પણ દાવો કર્યો હતો. આ ઉપરાંત શાહે વિપક્ષને ચીન-ભારત મુદ્દે રાજકારણ રમવાનું બંધ કરવા પણ જણાવ્યું હતું.

    રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન તરફથી 1 કરોડ 20 લાખની ગ્રાન્ટ મળી

    - Advertisement -

    કોંગ્રેસ પર પ્રહારો કરતા અમિત શાહે જણાવ્યું હતું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને નાણાકીય વર્ષ 2005-2006-07માં 1 કરોડ 20 લાખની ગ્રાન્ટ મળી હતી. સમગ્ર કાયદાકીય પ્રક્રિયા બાદ ગૃહ મંત્રાલયે તેનું રજીસ્ટ્રેશન રદ કરી દીધું છે. આ રકમ ચીની એમ્બેસી પાસેથી મળી હતી. આ રકમનો ઉપયોગ ભારત-ચીન સંબંધોના વિકાસ પર સંશોધન માટે કરવામાં આવ્યો છે. નહેરુ યુગ પર સવાલ ઉઠાવતા શાહે કહ્યું હતું કે 1962માં ચીને જે હજારો હેક્ટર જમીન હડપ કરી હતી તે ભારતની સીમામાં સામેલ હતી કે કેમ? નેહરુના કારણે સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની બલિ ચઢાવી દેવામાં આવી હતી, શું આને સંશોધનનો વિષય બનાવવામાં આવ્યો તેમ માની શકાય?

    ગાલવાનમાં સેના લડી રહી હતી ત્યારે ચીનના દૂતાવાસના અધિકારીઓ મોકલવામાં આવ્યાં

    આ સાથેજ શાહે આગળ જણાવ્યું કે જે સમયે ગાલવાન ઘાટીમાં ભારતની બહાદુર સેના ચીનીઓ સાથે લડી રહી હતી, તે સમયે ચીનના દૂતાવાસના અધિકારીને કોણ મોકલી રહ્યું હતું. શું આ તેમના સંશોધનનો વિષય હતો? 2006માં ચીની દૂતાવાસે સમગ્ર અરુણાચલ પર દાવો કર્યો હતો. 25 મે 2007ના રોજ ચીને કોંગ્રેસના સીએમ દોરજી ખાંડુને વિઝા નહોતા આપ્યા, ચીને મનમોહન સિંહની 13 2009ની અરુણાચલની મુલાકાત સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. શાહે આગળ કહ્યું કે, “2010 માં તેમણે કાશ્મીરના લોકોને સ્ટેપલ્ડ વિઝા આપવાનું શરૂ કર્યું. અમિત શાહે તેમ પણ કહ્યું કે 2011માં કોંગ્રેસ સરકારે ચીનની ધમકીઓને પગલે ડેંગચોકમાં રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધકામ પણ બંધ કરી દીધું હતું.

    આ સિવાય અમિત શાહે કહ્યું કે, “હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે જનતાની સામે બેવડા ધોરણો, બેવડા માપદંડો નહિ ચાલે. જનતા જોઈ રહી છે તેમનું FCRA રજીસ્ટ્રેશન સમાપ્ત કરવામાં આવ્યું છે. કોંગ્રેસના સમયમાં જ ચીન દ્વારા હજારો કિલોમીટર જમીન પચાવી પાડવામાં આવી છે. જનતા આ બધા વિષયો જાણે છે. આ ભાજપની સરકાર છે, મોદી તેના પીએમ છે, જ્યાં સુધી ભાજપની મોદી સરકાર છે ત્યાં સુધી કોઈ એક ઈંચ પણ જમીન પર કબજો કરી શકશે નહીં. 8-9ની મધ્યની રાત્રે સૈનિકોએ બતાવેલી બહાદુરીની હું પ્રશંસા કરું છું. જે સૈનિકો અંદર ઘૂસ્યા હતા થોડા કલાકોમાં જ પાછા ખદેડી દેવામાં આવ્યાં છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં