Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહાકાલ મંદિરમાં બોલિવૂડ ગીતો પર રીલ બનાવતી મહિલાઓ મંદિરની સુરક્ષાકર્મી નીકળી, બંનેને...

    મહાકાલ મંદિરમાં બોલિવૂડ ગીતો પર રીલ બનાવતી મહિલાઓ મંદિરની સુરક્ષાકર્મી નીકળી, બંનેને સસ્પેન્ડ કરાયા

    અહેવાલો અનુસાર આ પહેલા પણ મંદિરમાં રીલ બનાવવાના વિડીયો સામે આવ્યા હતા અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ મંદિરના સુરક્ષાકર્મીઓ દ્વારા આવું કૃત્ય કરવાનું પ્રથમવાર સામે આવ્યું છે

    - Advertisement -

    મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાં રીલ બનાવનાર મહિલા સુરક્ષાકર્મી સસ્પેન્ડ થયા હોવા અહેવાલો મળી રહ્યા છે, આ બંને મહિલા સુરક્ષા કર્મીઓ બાબા મહાકાલના મંદિરની સુરક્ષામાં તૈનાત હતા. ફિલ્મી ગીતો પર રીલ બનાવવાની આ ઘટના બાદ ખુદ મંદિર પ્રશાસને બંને સુરક્ષાકર્મીઓને બરતરફ કરી દીધા છે. વાયરલ વીડિયોમાં બંને મહિલાઓ ડાન્સ કરતી જોઈ શકાય છે. આ ઉપરાંત લોકોએ આ કૃત્યની ટીકા કરીને રોષ દર્શાવ્યો છે.

    જોવાની વાત તો તે છે કે, મહાકાલ મંદિરની અંદર અને ગર્ભગૃહ સુધી મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારની ઘટના ઘટી છે. આ ઘટના બાદ મંદિરના સુરક્ષાકર્મીઓને પણ મંદિરની અંદર મોબાઈલ ફોન ન લાવવા માટે કહેવામાં આવ્યું છે. મહાકાલ મંદિરની સુરક્ષાની જવાબદારી KSS નામની ખાનગી સિક્યુરીટી કંપનીને આપવામાં આવી છે. મહાકાલ મંદિરના વિશ્રામધામ સંકુલમાં સુરક્ષા કર્મચારી વર્ષા નવરંગ અને પૂનમ સેન પણ એ જ કંપનીના સુરક્ષા કર્મચારી છે, જે મંદિરમાં ફરજ પર હતી .

    અહેવાલો અનુસાર આ પહેલા પણ મંદિરમાં રીલ બનાવવાના વિડીયો સામે આવ્યા હતા અને કાર્યવાહી પણ કરવામાં આવી હતી, પરંતુ મંદિરના સુરક્ષાકર્મીઓ દ્વારા આવું કૃત્ય કરવાનું પ્રથમવાર સામે આવ્યું છે. નોંધનીય છે કે આશા ભોંસલે દ્વારા ગાયેલું ગીત ‘જીને કે બહાને લાખો હૈ, જીના તુઝકો આયા હી નહીં’ પર ડાન્સ કરતી વખતે બંને મહિલા સુરક્ષાકર્મીઓએ વીડિયો બનાવ્યો હતો . આ ગીત રેખા અને કબીર બેદી અભિનીત ફિલ્મ ‘ખૂન ભરી માંગ (1988)’નું છે. આ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન રાકેશ રોશન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સંગીત તેમના ભાઈ રાજેશ રોશને આપ્યું હતું.

    - Advertisement -

    બીજી તરફ ઓક્ટોબર 2021 માં મનીષા રોશન નામની એક મહિલાએ પણ મહાકાલેશ્વર મંદિરમાં સલમાન ખાન અને પ્રીતિ ઝિન્ટા પર ફિલ્માવવામાં આવેલા ગીત ‘રગ રગ મેં ઇસ તરહા તુ સમાને લગા’ પર વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અપલોડ કર્યો હતો. આ વીડિયો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ઉપર આવેલા ઓમકારેશ્વર મંદિરના થાંભલા પાસે શૂટ કરવામાં આવ્યો હતો. વીડિયોને લઈને વિવાદ વધ્યા બાદ મહિલાએ માફી માંગી અને ઈન્સ્ટાગ્રામ પરથી તેનો વીડિયો પણ ડિલીટ કરી દીધો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં