Sunday, May 5, 2024
More
    હોમપેજદેશM.Philમાં ના લેશો એડમિશન, નહીં તો પછતાશો: UGCએ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓને આપી...

    M.Philમાં ના લેશો એડમિશન, નહીં તો પછતાશો: UGCએ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓને આપી ચેતવણી, કોર્સ 2022થી કરાયેલો છે રદ્દ

    યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ માસ્ટર ઓફ ફિલોસોફી (M.Phil) કોર્સના નવા એડમિશન લઇ રહી છે. આ અંગે ધ્યાન રાખવું જરૂર છે કે એમફીલ ડિગ્રીની માન્યતા રદ કરી હોવાથી તે હવેથી માન્ય નહિ ગણાય.

    - Advertisement -

    યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, UGCએ વિદ્યાર્થીઓને કોઈપણ યુનિવર્સિટીમાંથી M.Philમાં (માસ્ટર ઓફ ફિલોસોફી) અભ્યાસ કરવા અંગે ચેતવણી આપી છે. UGC દ્વારા M.Phil કોર્સની માન્યતા રદ કર્યા બાદ આ ચેતવણી આપવામાં આવી છે. તે છતાં પણ કેટલીક યુનિવર્સિટીઓ આ કોર્સમાં વિદ્યાર્થીઓની નોંધણી કરી રહી છે. યુજીસીએ ઘણા સમય પહેલાં જ એમફીલને ગેરકાયદેસર જાહેર કરી હતી અને 2023-24 માટે એમફીલના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો.

    UGCએ આ અંગે સત્તાવાર સુચના આપતા જણાવ્યું હતું, “યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક યુનિવર્સિટીઓ માસ્ટર ઓફ ફિલોસોફી (M.Phil) કોર્સના નવા એડમિશન લઇ રહી છે. આ અંગે ધ્યાન રાખવું જરૂર છે કે એમફીલ ડિગ્રીની માન્યતા રદ કરી હોવાથી તે હવેથી માન્ય નહિ ગણાય.” આ સુચના UGC રેગ્યુલેશન 2022ના નિયમ નંબર 14 પર ભાર મુકે છે. ભારતમાં એમફિલ પ્રોગ્રામ કરાવતી દરેક શૈક્ષણિક સંસ્થાને આ નિયમ લાગુ પડે છે. ઉલ્લેખનીય છે કે યુજીસીએ માસ્ટર ઓફ ફિલોસોફીનો પ્રોગ્રામ 2022માં જ બંધ કરી દીધો હતો.

    આ કોર્સ કરાવતી યુનિવર્સિટીઓને અગામી શૈક્ષણિક વર્ષના નવા એડમિશન રોકવા UGCએ અપીલ કરી હતી. શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમફીલ કરવા માંગતા વિદ્યાર્થીઓને પણ UGCએ ચેતવ્યા હતા અને એમફીલમાં એડમિશન ન લેવાની સલાહ આપી હતી. આ અંગે UGCના સેક્રેટરી મનીષ જોશીએ કહ્યું “PhD નિયમોના નોટિફિકેશન પહેલાં શરૂ થયેલા એમફિલ કોર્સને કોઈ અસર થશે નહીં. સાથે વર્તમાન વિદ્યાર્થીઓને એમફિલની (M.Phil) ડિગ્રી મેળવવા માટે કોર્સ પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવશે.”

    - Advertisement -

    UGCએ આ તમામ વિષયને લગતી સત્તાવાર માહિતી ઓફિસિયલ વેબસાઈટ ugc.gov.in પર મૂકી છે. UGCએ એમફીલ પ્રોગ્રામને લગતી નોટીસ 26 ડિસેમ્બરે બહાર પાડી હતી. જયારે તેમને ધ્યાનમાં આવ્યું કે અમુક યુનિવર્સિટીઓ એમફિલ પ્રોગ્રામના નવા એડમિશન લઈ રહી છે. UGC દ્વારા વર્ષ 2022-23ના શૈક્ષણિક સત્ર દરમિયાન આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. UGCનું માનવું છે કે તેના દ્વારા સંશોધન માર્ગોને વ્યવસ્થિત કરી શકાશે અને પીએચડી પ્રોગ્રામને પ્રોત્સાહન મળશે. યુજીસીના સુધારેલા નિયમો મુજબ કોઈપણ શૈક્ષણિક સંસ્થા દ્વારા એમફીલ (M.Phil) કોર્સ વિદ્યાર્થીઓને ઓફર કરવા પર પ્રતિબંધ છે.

    નોંધનીય છે કે એમફીલએ (માસ્ટર ઓફ ફિલોસોફી) એક શૈક્ષણિક કોર્ષ હતો. આ પ્રોગ્રામ જે તે વિષયમાં સંશોધનના કાર્યને આગળ વધારવા જરૂરી હતો. આ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીનો સમયગાળો બે વર્ષનો હતો. આ કોર્ષમાં વાણિજ્ય, વિજ્ઞાન, કાનુન અને શિક્ષણ જેવા વિવિધ વિષયો પર એમફીલ કરી શકાતું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં