Sunday, May 5, 2024
More
    હોમપેજદેશ4 નિકાહ બનશે ભૂતકાળ, 18 વર્ષ બાદ જ થશે મુસ્લિમ છોકરીઓના પણ...

    4 નિકાહ બનશે ભૂતકાળ, 18 વર્ષ બાદ જ થશે મુસ્લિમ છોકરીઓના પણ લગ્ન: ઉત્તરાખંડમાં રજૂ થયો UCC ડ્રાફ્ટ, CM ધામીએ કહ્યું- જલ્દી વિધાનસભામાં મૂકાશે

    વિધાનસભા ચૂંટણી 2022માં જીત્યા બાદ મુખ્યમંત્રી ધામીએ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા માટે જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.

    - Advertisement -

    ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં રચાયેલી સમિતિએ મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ડ્રાફ્ટ સુપરત કર્યો છે. એવું માનવામાં આવે છે કે ધામીની સરકાર 6 ફેબ્રુઆરી 2024ના રોજ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) બિલ રજૂ કરી શકે છે. આ માટે સરકારે 5 થી 8 ફેબ્રુઆરી દરમિયાન વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

    વિધાનસભામાં આ બિલ રજૂ કરતા પહેલા, શનિવારે (3 ફેબ્રુઆરી 2024) ના રોજ યોજાનારી પુષ્કર સિંઘ ધામી કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવશે. વિધાનસભાની મંજૂરી બાદ આ બિલને રાજ્યપાલને મોકલવામાં આવશે. રાજ્યપાલની મંજૂરી બાદ ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે.

    સમિતિએ ડ્રાફ્ટ સબમિટ કર્યા પછી, મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું, “આપણે બધા લાંબા સમયથી ડ્રાફ્ટની રાહ જોઈ રહ્યા હતા. આજે અમને ડ્રાફ્ટ મળ્યો છે. UCC કમિટીએ તેનો રિપોર્ટ અમને સોંપ્યો છે. હવે અમે આ મામલે આગળ વધીશું. ડ્રાફ્ટની તપાસ કરાશે અને તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ તેને વિધાનસભા સમક્ષ મુકાશે. આ અંગે વધુ ચર્ચા કરવામાં આવશે.”

    - Advertisement -

    ડ્રાફ્ટમાં શું છે ખાસ વાતો

    ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થયા બાદ વિવિધ ધર્મોના નાગરિક કાયદાઓમાં એકરૂપતા આવશે. મહિલાઓ ખાસ કરીને મુસ્લિમ સમાજની મહિલાઓને હિંદુ મહિલાઓની જેમ અધિકાર મળશે. સાથે જ રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવામાં આવશે. મહિલાઓને પૈતૃક સંપત્તિમાં અધિકાર મળશે અને બાળકોને દત્તક લેવાનો અધિકાર પણ મળી શકે છે. તમામ ધર્મોમાં છોકરીના લગ્ન માટે લઘુત્તમ વય 18 વર્ષ હશે.

    હાલમાં મુસ્લિમ સમાજ શરિયા આધારિત પર્સનલ લો હેઠળ ચાલે છે. આમાં મુસ્લિમ પુરુષોને ચાર લગ્ન કરવાની છૂટ છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ મુસ્લિમ છોકરીઓને પણ છોકરાઓની જેમ સમાન અધિકાર આપવામાં આવશે. આ સિવાય મુસ્લિમ સમુદાયમાં ઇદ્દત અને હલાલા જેવી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. છૂટાછેડાના કિસ્સામાં પતિ-પત્નીને સમાન અધિકાર મળશે.

    2022ની ચૂંટણી જીત્યા પછી CM ધામીએ કર્યો હતો વાયદો

    ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી 2022માં જીત્યા બાદ મુખ્યમંત્રી ધામીએ સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા માટે જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. તેનો મુસદ્દો તૈયાર કરવા માટે મુખ્યમંત્રીએ સમિતિનો કાર્યકાળ ત્રણ વખત લંબાવ્યો હતો. આ સમય દરમિયાન, સમિતિએ યુનિફોર્મ સિવિલ કોડ પર લોકો પાસેથી ઓનલાઈન અને ઓફલાઈન સૂચનો પણ માંગ્યા હતા.

    આ ઉપરાંત સમિતિએ પેટા સમિતિઓની રચના કરી અને દરેક સમાજના પ્રતિષ્ઠિત લોકો, સામાજિક કાર્યકરો, ધર્મગુરુઓ અને જાગૃત નાગરિકો સાથે ચર્ચા કરી અને સૂચનો લીધા હતા. સમિતિએ રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. સમિતિને UCC પર 2.5 લાખથી વધુ સૂચનો મળ્યા હતા. આ પછી સમિતિએ યુનિફોર્મ સિવિલ કોડને લઈને કેન્દ્રીય કાયદા પંચ સાથે પણ ચર્ચા કરી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં