હાલ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાતી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે અમદાવાદ પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્ય પ્રદેશથી બે ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ બંનેનું ખાલિસ્તાની કનેક્શન બહાર આવ્યું છે.
Cyber Cell has arrested 2 suspects backed by SFJ, a pro-Khalistan group from MP's Rewa & Satna over threats to disrupt the 4th Test match between India vs Australia. The threat was issued using SIM box technology during PM Modi & Australian PM's presence in Ahmedabad (Mar 9) for… https://t.co/oUXPUvu1eF pic.twitter.com/SRxPXhYWxP
— ANI (@ANI) March 12, 2023
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે, ભારત-ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન હુમલો ધમકી આપવા મામલે સાયબર સેલે ખાલિસ્તાની સંગઠન SFJ (શીખ ફોર જસ્ટિસ) સમર્થિત બે સંદિગ્ધોની ધરપકડ કરી લીધી છે. આ બંને મધ્ય પ્રદેશના રેવા અને સતનામાંથી પકડાયા હતા. તેમણે સિમ બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગત 9મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની આલ્બનીઝ પણ મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા માટે આવ્યા હતા. તે પહેલાં જ આ પ્રકારની ધમકીઓ આપવામાં આવતાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ સતર્ક બની હતી અને તપાસ શરૂ કરી હતી.
વડાપ્રધાનોની મુલાકાત અગાઉ 8 માર્ચના રોજ ટ્વિટર પર અમુક હેન્ડલો દ્વારા સ્ટેડિયમ પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. જેમાં શીખ ફોર જસ્ટિસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો તથા ગુજરાત ડીજીપી અને અન્ય મીડિયા સંસ્થાઓને પણ ટેગ કરવામાં આવી હતી.
અનેક ટ્વિટર હેન્ડલો પરથી આ પ્રકારની ધમકીઓ આપવામાં આવી હતી, જેમાંથી @/Jerry_0190 and @/MoonaSingh11નામનાં બે અકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ ટ્વિટર હેન્ડલોમાંથી અમુક પાકિસ્તાનમાંથી પણ ચલાવવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત પોલીસે તપાસ કરતાં આ ટ્વિટ્સ મધ્ય પ્રદેશમાંથી કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બે સંદિગ્ધોની એમપીમાંથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી. હાલ બંનેને અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીઓને હવાલા મારફતે વિદેશોથી પૈસા મળતા હતા, જે મામલે પણ વિસ્તૃત તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગત 9 માર્ચના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટ મેચના શુભારંભ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન આલ્બનીઝ ઉપસ્થિત રહ્યા હતા. મેચ પહેલાં તેમણે બંને ટીમોના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી અને ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મિત્રતાનાં 75 વર્ષ પૂર્ણ થવા પર બંને પીએમએ જે-તે ટીમના કેપ્ટનોનું અભિવાદન પણ કર્યું હતું.