Sunday, April 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હાથ તો જોડ્યા, હવે પગે પડીએ?’: અમિતાભ બચ્ચનથી લઈને સામાન્ય યુઝર્સે બ્લૂ...

    ‘હાથ તો જોડ્યા, હવે પગે પડીએ?’: અમિતાભ બચ્ચનથી લઈને સામાન્ય યુઝર્સે બ્લૂ ટિક દૂર થવાને લઈને આપી મજેદાર પ્રતિક્રિયા, મીમ્સ-જોક્સ શૅર કર્યાં

    21 એપ્રિલની તારીખ આવતાં જ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, વિરાટ કોહલી, સીએમ યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રોહિત શર્મા સહિતની હસ્તીઓના અકાઉન્ટ પરથી બ્લૂ ટિક ગાયબ થઈ ગયું હતું.

    - Advertisement -

    એલન મસ્કની ‘બ્લૂ ચકલી’એ આખું વિશ્વ ગજવી નાખ્યું છે. વાસ્તવમાં માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર લેગસી અકાઉન્ટની બ્લૂ ટિક દૂર કરવામાં આવી છે. વિશ્વભરની હસ્તીઓ અને અન્ય વેરિફાઈડ અકાઉન્ટ પરથી બ્લૂ ટિક ગાયબ થઈ ગયું છે એટલે સૌ કોઈ બ્લૂ ટિક અંગે રિએક્શન્સ આપી રહ્યા છે. એલન મસ્કે 20 એપ્રિલ સુધી ફ્રી બ્લૂ ટિક એટલે કે વેરિફાઈડ અકાઉન્ટની સુવિધા આપી હતી એટલે આજ રોજ 21 એપ્રિલથી સબ્સ્ક્રિપ્શન સર્વિસ લેનારાઓને જ બ્લૂ ટિક મળશે. આ માટે માસિક ફી ચૂકવવાની રહેશે અને સબસ્ક્રાઇબર્સને વેરિફિકેશન બાદ બ્લૂ ટિક આપવામાં આવશે.

    ટ્વિટરના આ પગલાંથી જાણીતી હસ્તીઓ ઉપરાંત સામાન્ય લોકો બ્લૂ ટિક અંગે રિએક્શન્સ આપી રહ્યા છે. ‘ટ્વિટર બ્લૂ’ સબ્સ્ક્રિપ્શનની વાત કરીએ તો વેરિફિકેશન માટે વેબથી પેમેન્ટ કરવા પર તમારે 8 ડોલર (650 રૂપિયા) પ્રતિ મહિનો ભરવાના રહેશે. તો iOS અને એન્ડ્રોઇડથી ઇન-એપ પેમેન્ટ કરનારા માટે આ ચાર્જ 11 ડોલર (900 રૂપિયા) પ્રતિ મહિનો છે.

    શાહરુખ ખાનથી લઈને સીએમ યોગીના ટ્વિટર હેન્ડલ પરથી બ્લૂ ટિક દૂર કરાયા

    એલન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર માટે આજનો દિવસ હંમેશા યાદ રાખવામાં આવશે. 21 એપ્રિલની તારીખ આવતાં જ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, વિરાટ કોહલી, સીએમ યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, રોહિત શર્મા સહિતની હસ્તીઓના અકાઉન્ટ પરથી બ્લૂ ટિક ગાયબ થઈ ગયું હતું.

    - Advertisement -

    ટ્વિટર પર જોવા મળ્યા મજેદાર રિએક્શન્સ

    રોજબરોજ દુનિયાભરની ચર્ચા કરવા માટે લોકો ટ્વિટર પર આવતા હતા એની જગ્યાએ આજે ટ્વિટર યુઝર્સ બ્લૂ ટિકને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. યુઝર્સ મજેદાર મિમ્સ શેર કરી રહ્યા છે. અમિતાભ બચ્ચનથી લઈને સામાન્ય લોકોએ ટ્વિટર પોતાનું રિએક્શન આપ્યું છે.

    બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પણ બ્લૂ ટિક મામલે ટ્વિટરને વિનંતી કરતા જોવા મળ્યા હતા. તેમણે મજેદાર ટ્વીટ કરી કે, “એ ટ્વિટર ભૈયા! સાંભળો છો? હવે તો પૈસા પણ ભરી નાખ્યા છે. તો જે નીલ કમલ હોય છે ને મારા નામની આગળ, એ પાછું લગાવવામાં આવે, જેથી લોકોને ખબર પડે કે આ હું જ છું. હાથ તો જોડ્યા, હવે શું પગે પડીએ?”

    અરુણ સિંઘ નામના યુઝરે વિરાટ કોહલી જેવી દેખાતી એક વ્યક્તિનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, ‘વિરાટ કોહલી બ્લૂ ટિક વગર’

    અન્ય એક યુઝરે ટ્વીટ કરી કે ટ્વિટરના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયું છે. સેલિબ્રિટીઓના બ્લૂ ટિક હટી ગયા.

    ક્રિશ્ના નામના યુઝરે ‘ફિર હેરા ફેરી’ ફિલ્મનો અક્ષય કુમારનો ડાયલોગ શૅર કરીને સેલિબ્રિટીઝની મશ્કરી કરી હતી.

    સેલિબ્રિટીઓના એકાધિક ફેક અકાઉન્ટ હોય છે એટલે તેને લઈને એક યુઝરે આવી ટ્વીટ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં