Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈલોન મસ્કે ટ્વિટર ઇન્ડિયાના લગભગ તમામ કર્મચારીઓને ઘરભેગા કર્યા: દુનિયામાં ક્યાંક આખી...

    ઈલોન મસ્કે ટ્વિટર ઇન્ડિયાના લગભગ તમામ કર્મચારીઓને ઘરભેગા કર્યા: દુનિયામાં ક્યાંક આખી ટીમ તો ક્યાંક અડધા સ્ટાફની છટણી

    સ્ટેટિસ્ટાના જુલાઈના અહેવાલ મુજબ, ટ્વિટરએ ડિસેમ્બર 2021 સુધીમાં લગભગ 7,500 લોકોને રોજગારી આપી હતી, જે અગાઉના વર્ષમાં 5,500 હતી. બ્લૂમબર્ગ અને રોઈટર્સના અહેવાલો અનુસાર, ટ્વિટરના નવા માલિક અને સીઈઓ મસ્ક ટ્વિટરના કર્મચારીઓની સંખ્યા અડધી કરવાના પ્લાનમાં છે.

    - Advertisement -

    ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલોન મસ્કે ટ્વિટરના સંપાદન પછી તેના સ્ટાફમાં મોટા પ્રમાણમાં કાપ મૂક્યો છે. જેની સીધી અસર ભારતીય કર્મચારીઓ પર પણ પડી છે. મસ્કે ટ્વિટરના ભારતના લગભગ તમામ કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

    ઈલોન મસ્ક આ સોશિયલ મીડિયાના અધિગ્રહણ દરમિયાન એપ્રિલમાં કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આશંકાઓને સાચી સાબિત કરી રહ્યા છે. ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલને હટાવ્યા બાદ અને સમગ્ર બોર્ડના વિસર્જન બાદ તેમણે કંપનીમાં કર્મચારીઓની મોટા પાયે છટણી શરૂ કરી છે.

    CNBC-TV18એ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે ટ્વિટરના ભારતમાં 200થી વધુ કર્મચારીઓ છે. આમાંથી મોટા ભાગનાને દૂર કરવામાં આવ્યા છે. જે ટીમે સૌથી વધુ છટણી કરી છે તેમાં એન્જિનિયરિંગ ટીમનો સમાવેશ થાય છે. તેમાંથી મોટાભાગના ભારતના છે.

    - Advertisement -

    ભારત સ્થિત ટ્વિટરની કોમ્યુનિકેશન ટીમને બરતરફ કરવામાં આવી છે. આવું જ કંઈક ભારતમાં સ્થિત ટ્વિટરની માર્કેટિંગ ટીમનું છે. જોકે, ભારતના કેટલા કર્મચારીઓને હટાવવામાં આવ્યા છે તેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી.

    જ્યારે ટ્વિટર કર્મચારીઓ શુક્રવારે (4 ઓક્ટોબર, 2022) સૂઈને ઉઠ્યા, ત્યારે તેમનો દિવસ પહેલા જેવો ન હતો. તેમને કંપની તરફથી એક ભયાનક મેઈલ મળ્યો હતો. મેઈલનો ભાવાર્થ એવો હતો કે જો ‘ટ્વિટરના કર્મચારીઓ ઓફિસ આવવાનું વિચારી રહ્યા હોય તો પહેલા ચેક કરો કે તમારી નોકરી બાકી છે કે નહીં.’

    કંપનીના એક સૂત્રના જણાવ્યા અનુસાર, ઈલોન મસ્કે ટ્વિટર મોમેન્ટ્સ ફિચર માટે કન્ટેન્ટ ક્યૂરેટ કરનાર ક્યુરેશન ટીમમાંથી લોકોને કાઢી મૂક્યા છે. વધુમાં, આ છટણીથી પ્રભાવિત ટીમોમાં સંચાર, વૈશ્વિક સામગ્રી ભાગીદારી, વેચાણ અને જાહેરાત આવક, એન્જિનિયરિંગ અને ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ તમામ ટીમો અને કોઈપણ ટીમના 50% કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.

    સ્ટેટિસ્ટાના જુલાઈના અહેવાલ મુજબ, ટ્વિટરએ ડિસેમ્બર 2021 સુધીમાં લગભગ 7,500 લોકોને રોજગારી આપી હતી, જે અગાઉના વર્ષમાં 5,500 હતી. બ્લૂમબર્ગ અને રોઈટર્સના અહેવાલો અનુસાર, ટ્વિટરના નવા માલિક અને સીઈઓ મસ્ક ટ્વિટરના કર્મચારીઓની સંખ્યા અડધી કરવાના આયોજનમાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં