Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરિક્ષા એક, પેસેન્જર 27..: ઈદની નમાઝ પઢીને પરત ફરતી વખતે એક જ...

    રિક્ષા એક, પેસેન્જર 27..: ઈદની નમાઝ પઢીને પરત ફરતી વખતે એક જ રિક્ષામાં 27 લોકો બેસીને આવ્યા, પોલીસ પણ અચંબામાં પડી

    રિક્ષામાંથી એક પછી એક લોકો બહાર નીકળતા રહ્યા અને આંકડો છેક 27 પર પહોંચી ગયો હતો. આ દરમિયાન કોઈએ મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો.

    - Advertisement -

    એક સ્થળેથી બીજા સ્થળે જવામાં રિક્ષા પ્રમાણમાં સસ્તું અને ઉપયોગી વાહન છે. જોકે, વાહનના કદ અને ક્ષમતાને જોતાં તેમાં વધુમાં વધુ બે કે ત્રણ લોકો બેસી શકે છે. તેથી વધુ ચાર કે પાંચ લોકો સુધી બેસે તે પણ માનવામાં આવે છે. પરંતુ ઉત્તરપ્રદેશમાંથી એક એવો કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં એક જ રિક્ષામાં એક,બે કે પાંચ નહીં પણ પૂરા 27 લોકો બેસીને ફરતા હતા. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

    આ વિડીયો ઉત્તરપ્રદેશના ફતેહપુરનો હોવાનું કહેવાય છે. અહીં રસ્તા પર પેટ્રોલિંગ કરતા પોલીસકર્મીઓને એક રિક્ષા જોવા મળી, જે સામાન્યથી ઘણી વધુ ઝડપથી જઈ રહી હતી. જેથી પોલીસે ઑટોરિક્ષા થોભાવી હતી. રિક્ષા ઉભી રહ્યા બાદ તેમાંથી અંદર બેઠેલા લોકોએ બહાર નીકળવાનું શરૂ કર્યું તો પોલીસ અને આસપાસના લોકો પણ જોતા રહી ગયા હતા!

    રિક્ષામાંથી એક પછી એક લોકો બહાર નીકળતા રહ્યા અને આંકડો છેક 27 પર પહોંચી ગયો હતો. આ દરમિયાન કોઈએ મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો અને સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો, જે ગણતરીના કલાકોમાં જ ઠેરઠેર પ્રસરી ગયો હતો. વિડીયો જોઈને લોકો એ ચર્ચા કરી રહ્યા છે કે આખરે એક ઑટો રિક્ષામાં 27 લોકો કઈ રીતે બેસીને ગયા હશે? 

    - Advertisement -

    એક રિપોર્ટ અનુસાર, આ વિડીયો ગઈકાલનો (10 જુલાઈ 2022) છે અને આ તમામ લોકો ઈદની નમાઝ પઢીને ઘરભેગા થઇ રહ્યા હતા. 

    આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ મજા લીધી હતી અને વિડીયો શૅર કરીને રમૂજી ટીપ્પણીઓ કરી હતી. 

    એક યુઝરે ફિલ્મી ડાયલોગના સ્વરે કહ્યું કે, આને જિલ્લો ઘોષિત કરી દેવો જોઈએ. તો અન્ય એક યુઝરે કહ્યું હતું કે, આ રિક્ષા છે કે બસ છે એ સમજાતું નથી. 

    વળી એક યુઝરે રમૂજ કરીને રીક્ષાના ચાલાક માટે સાધનનો પૂરેપૂરો ઉપયોગ કરવા બદલ પુરસ્કારની માંગ કરી હતી.

    અન્ય એક યુઝરે પણ કહ્યું હતું કે ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવા બદલ ચાલકને એવોર્ડ આપવો જોઈએ.

    પ્રિન્સ યાદવ નામના યુઝરે કટાક્ષમાં કહ્યું કે, હજુ ઉપર પણ જગ્યા ખાલી હતી (તો ત્યાં કેમ પેસેન્જરો બેસાડવામાં આવ્યા નથી).

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં