Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા રાજ્ય કેરળમાં વેક્સિન ડોઝનો બગાડ, અઢળક વેક્સિન...

    કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા રાજ્ય કેરળમાં વેક્સિન ડોઝનો બગાડ, અઢળક વેક્સિન ડોઝ ફેંકી દેવા પડી રહ્યા છે : રિપોર્ટ

    કોરોના દરમ્યાન વારંવાર મોડલ સ્ટેટ તરીકે જે રાજ્યને ઓળખાવવાનો પ્રયાસ થઇ રહ્યો હતો એ જ રાજ્ય કેરળમાં કોરોના વિરોધી રસીના અસંખ્ય ડોઝ ફેંકી દેવા પડ્યા છે.

    - Advertisement -

    કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલાં રાજ્યોમાંના એક કેરળે ગયા વર્ષે કોરોના રસીના નહીંવત બગાડનો દાવો કર્યો હતો. પરંતુ એ જ કેરળમાં હાલ વીસ ટકા જેટલા વેક્સિન ડોઝનો બગાડ થઇ રહ્યો હોવાનું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં સામે આવ્યું છે.

    રિપોર્ટ અનુસાર, કેરળમાં ખાસ કરીને ખાનગી હોસ્પિટલોમાં કોઈ કોરોના રસી લેવા માટે જઈ રહ્યું નથી અને જેના કારણે વેક્સિન ડોઝ એક્સપાયર થતાં બગાડ થઇ રહ્યો છે. ઉપરાંત, સરકાર દ્વારા આપવામાં આવતા નિ:શુલ્ક ડોઝ પણ એક્સપાયર થવાના આરે હોવાનું જાણવા મળ્યું છે.

    કેરળ પ્રાઈવેટ હોસ્પિટલ એસોસિએશનના મહાસચિવ ડૉ. અનવર એમ અલીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે, ‘ઘણાં પ્રયાસો પછી પણ ખાનગી હોસ્પિટલો લોકોને નિ:શુલ્ક રસીકરણ માટે આકર્ષિત કરી શકી નથી. જેથી કેટલોક વેક્સિન સ્ટોક એક્સપાયર થઇ ગયો હોવાના કારણે ડોઝ ફેંકી દેવા પડ્યા હતા. જેના કારણે હોસ્પિટલોને ભારે નુકસાન થયું છે અને અમે હવે કોરોના રસીની વધુ ખરીદી નહીં કરવાનો નિર્ણય લીધો છે.” તેમણે એમ પણ જણાવ્યું કે હવે રસીની બહુ માંગ રહી નથી.

    - Advertisement -

    ક્વોલિફાઈડ પ્રાઈવેટ મેડિકલ પ્રેક્ટીશનર્સ એસોસિએશનના સેક્રેટરી ડૉ. અબ્દુલ વહાબે પણ કેરળમાં થઇ રહેલા કોરોના વેક્સિનના ડોઝના બગાડ અંગે સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે, “અમે સુનિશ્ચિત કરવા માંગતા હતા કે કોરોના રસીના ડોઝનો કોઈ બગાડ નહીં થાય, પરંતુ હવે તે અશક્ય લાગે છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં રસી સરળતાથી ઉપલબ્ધ થઇ રહી છે તો લોકો શા માટે પૈસા ખર્ચે?” તેમણે અપીલ કરતાં કહ્યું હતું કે, “સરકારે અથવા રસીના ઉત્પાદકોએ આ બધા ડોઝ પરત ખેંચી લેવા જોઈએ, નહીં તો રસીનો બગાડ ચાલુ રહેશે.”

    રિપોર્ટ અનુસાર બીજી લહેરના પિક દરમિયાન રસીની માંગ વધી હતી ત્યારે ઘણી હોસ્પિટલોએ રસીનો જથ્થાબંધ સ્ટોક ખરીદી લીધો હતો. હોસ્પિટલોએ બેંક લોન લઈને ઉત્પાદકો પાસેથી એક કરોડની કિંમતે 20 લાખથી વધુ ડોઝ ખરીદ્યા હતા. જોકે, ઓણમ બાદ સરકારી હોસ્પિટલોમાં રસીનો પૂરતો સ્ટોક હોવાના કારણે લોકોએ ખાનગી હોસ્પિટલોમાં જવાનું ઓછું કરી દીધો હતો. જેના કારણે મોટાભાગની હોસ્પિટલોમાં દસથી વીસ ટકા જેટલા રસીના ડોઝ બગડી ગયા હતા.

    ખાનગી હોસ્પિટલોને એક્સપાયર થઇ ગયેલા કોવિશીલ્ડ વેક્સિનના ડોઝના કારણે ઘણું નુકસાન થયું છે. તાજેતરમાં જ આ રસીનું ઉત્પાદન કરતી કંપની સીરમ ઇન્સ્ટીટ્યુટે રસીની કિંમતમાં ઘટાડો જાહેર કર્યો હતો, જેના કારણે ખાનગી હોસ્પિટલોએ નુકસાન વેઠવું પડ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓને ચિંતા છે કે હાલ જે રીતે રસીનો વપરાશ ઘટી રહ્યો છે તેને જોતા જે સ્ટોક હાલ ઉપલબ્ધ છે તેમાંથી પણ મોટાભાગનો સ્ટોક એક્સ્પાયર થઇ જશે.

    અત્રે નોંધવું જરૂરી છે કે કોરોના મહામારી દરમિયાન કેરળ અને મહારાષ્ટ્ર– આ બંને રાજ્યોમાં સ્થિતિ વિકટ બની હતી. તેમજ એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે આખા દેશમાં કોરોનાના જેટલા કેસ નોંધાયા હોય તેના અડધા કેસ માત્ર કેરળમાં જ નોંધાતા હતા.

    આ ઉપરાંત વેક્સિન ડોઝના બગાડની વાત કરવામાં આવે તો ગત વર્ષે કોરોનાની બીજી લહેરના પિક દરમિયાન જ્યારે વેક્સિનની માંગ વધી ગઈ હતી ત્યારે ઝારખંડ રાજ્યમાં સૌથી વધુ બગાડ થયો હતો. એક રિપોર્ટ અનુસાર, મે 2021માં ઝારખંડમાં 33.95 ટકા વેક્સિન ડોઝનો બગાડ નોંધાયો હતો. આ ઉપરાંત છત્તીસગઢમાં આ ટકાવારી 15.79 નોંધાઈ હતી. બાકીનાં રાજ્યો ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય-પ્રદેશમાં અનુક્રમે 3.63, 3.78 અને 7.35 જેટલો વેક્સિન ડોઝનો બગાડ થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં