આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ છે અને તેમની જયંતિને ‘પરાક્રમ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે પરાક્રમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંદામાન નિકોબાર દ્વીપસમૂહના 21 અનામી ટાપુઓનું નામકરણ દેશના પરમવીર ચક્ર વિજેતાઓનાં નામ પરથી કર્યું હતું. હવે આ તમામ ટાપુઓ પરમવીરોનાં નામ પરથી ઓળખાશે. આ સાથે વડાપ્રધાને નેતાજીના સ્મારકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે 21 ટાપુઓને આજે નવાં નામ મળ્યાં છે તેનાં નામકરણમાં પણ ગંભીર સંદેશ છુપાયેલા છે. એક સંદેશ છે- એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંદેશ. આ સંદેશ દેશ માટે અપાયેલા બલિદાનની અમરતાનો સંદેશ છે અને ભારતીય સેનાના અદ્વિતીય શૉર્ય અને પરાક્રમનો સંદેશ છે.
जिन 21 परमवीर चक्र विजेताओं के नाम पर अंडमान-निकोबार के इन द्वीपों को अब जाना जाएगा, उन्होंने मातृभूमि के कण-कण को अपना सब-कुछ माना था। pic.twitter.com/lrCK2C69qc
— PMO India (@PMOIndia) January 23, 2023
વડાપ્રધાને મેજર સોમનથ શર્મા, પીરુ સિંહ, મેજર શૈતાન સિંહ વગેરે પરમવીર ચક્ર વિજેતાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ તમામ માટે એક જ સંકલ્પ હતો- રાષ્ટ્ર સર્વપ્રથમ. તેમણે કારગિલ યુદ્ધના નાયક કેપ્ટન વિક્રમ બત્રાના નામ પર આંદામાનમાં એક ટેકરી સમર્પિત કરવામાં આવી રહી હોવાનું પણ ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, જે 21 પરમવીરોનાં નામ પરથી આ ટાપુઓ ઓળખવામાં આવશે તેમણે માતૃભૂમિ માટે કણ-કણને પોતાનું સર્વસ્વ માન્યા હતા.
પીએમ મોદીએ ‘પરાક્રમ દિવસે’ નેતાજી સુભાષચંદ્ર બોઝને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે 21મી સદીનો સમય જોઈ રહ્યો છે કે કેવી રીતે જે નેતાજીને સ્વતંત્રતા બાદ ભુલાવી દેવાના પ્રયાસ કરવામાં આવ્યા તે જ નેતાજીને આજે દેશ હર પળ યાદ કરી રહ્યો છે. આંદામાનની ધરતીને લઈને કહ્યું કે, આ એ ભૂમિ છે જ્યાં આસમાનમાં પહેલી વખત તિરંગો લહેરાયો હતો અને આ જ ધરતી ઉપર પહેલી આઝાદ ભારતીય સરકારની રચના થઇ હતી.
बीते 8-9 वर्षों में नेताजी सुभाष चंद्र बोस से जुड़े ऐसे कितने ही काम देश में हुये हैं, जिन्हें आज़ादी के तुरंत बाद से होना चाहिए था। pic.twitter.com/NnzkmIlpbb
— PMO India (@PMOIndia) January 23, 2023
તેમણે સ્વાતંત્ર્ય વીર વિનાયક સાવરકરને પણ યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આંદામાનની આ ધરતી પર વીર સાવરકર અને તેમના જેવા અનેક વીરોએ દેશ મટે તપ, તિતિક્ષા અને બલિદાનની પરાકાષ્ઠાને પામી હતી. તેમણે ઉમેર્યું કે, આ સેલ્યુલર જેલની કોઠીઓમાંથી આજે પણ અપ્રતિમ પીડા સાથે અભૂતપૂર્વ જુસ્સાના સ્વર સંભળાય છે પરંતુ દુર્ભાગ્ય એ છે કે સ્વતંત્રતા સંગ્રામની એ સ્મૃતિઓન સ્થાને આંદામાનની ઓળખને માત્ર ગુલામીની નિશાનીઓ સાથે જોડીને રાખવામાં આવી હતી.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ માહિતી અનુસાર, વર્ષ 2018માં પીએમ મોદી આંદામાન નિકોબારની મુલાકાતે ગયા હતા ત્યારે તેના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને, નેતાજી સુભાષચંદ્ર બોઝની સ્મૃતિમાં અહીંના રોઝ આઇલેન્ડનું નામ નેતાજીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ઉપરાંત, નીલ આઇલેન્ડ અને હેવલોક આઇલેન્ડનું નામકરણ પણ અનુક્રમે શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ તરીકે કરવામાં આવ્યું હતું.
દેશના નાયકોને આદર આપવા માટે હવે દ્વીપસમૂહના 21 અનામી ટાપુઓનાં નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખવામાં આવ્યાં છે. જેમાં સૌથી મોટા અનામી ટાપુનું નામ પહેલા પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્માના નામ પરથી રાખવામાં આવ્યું છે. બીજા સૌથી મોટાનું નામ બીજા પરમવીર ચક્ર વિજેતા પરથી એમ ક્રમશઃ નામ અપાયાં છે.
એ 21 પરમવીર ચક્ર વિજેતાઓ, જેમના નામ પરથી ટાપુઓનાં નામ અપાયાં
મેજર સોમનાથ શર્મા
સુબેદાર અને માનદ કેપ્ટન (ત્યારે લાન્સ નાયક) કરમ સિંહ
લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે
નાયક જદુનાથ સિંઘ
કંપની હવાલદાર મેજર પીરુ સિંઘ
કૅપ્ટન જી.એસ.સલારિયા
લેફ્ટનન્ટ કર્નલ (તત્કાલીન મેજર) ધનસિંહ થાપા
સૂબેદાર જોગીન્દર સિંઘ
મેજર શૈતાન સિંહ
CQMH. અબ્દુલ હમીદ
લેફ્ટનન્ટ કર્નલ અરદેશર બુર્ઝોરજી તારાપોર
લાન્સ નાયક આલ્બર્ટ એક્કા
મેજર હોશિયાર સિંહ
લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ
ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન
મેજર રામાસ્વામી પરમેશ્વરન
નાયબ સૂબેદાર બાના સિંહ
કૅપ્ટન વિક્રમ બત્રા
લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે
સૂબેદાર મેજર (તે સમયે રાઇફલમેન) સંજય કુમાર
સૂબેદાર મેજર રિટાયર્ડ (ઑનરરી કૅપ્ટન) ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ