Thursday, March 28, 2024
More
    હોમપેજદેશભારત સરકારના PFI પર પ્રતિબંધ લાદવાના નિર્ણયને દેશભક્તોએ વધાવ્યો, તો બીજી તરફ...

    ભારત સરકારના PFI પર પ્રતિબંધ લાદવાના નિર્ણયને દેશભક્તોએ વધાવ્યો, તો બીજી તરફ કેટલાક કટ્ટરવાદી તત્વોની ઊંઘ હરામ: #PFICrackdown કરી રહ્યું છે ટ્રેન્ડ

    - Advertisement -

    ભારત સરકારે દેશ વિરોધી ગતિવિધિઓમાં શામેલ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા અને તેની સાથે સંકળાયેલા 8 સંગઠનો પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય લીધો છે, અને PFI પર પ્રતિબંધ લોકોએ આવકાર્યો પણ છે. કટ્ટરવાદી સંગઠન PFI પર 5 વર્ષ માટે પ્રતિબંધ લાગવાના સમાચાર સામે આવ્યા બાદ દેશના નાગરિકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુશી વ્યક્ત કરીને પોસ્ટ કરી રહ્યા છે ત્યારે #PFICrackdown અને #PFIban હેશટેગ હાલ ટ્રેન્ડ કરી રહ્યો છે, પરંતુ ભારત સરકારના આ પગલાથી કેટલાક કટ્ટરવાદી લોકોની ઊંઘ હરામ થઇ ગઈ છે.

    ભારત સરકારના PFI પર પ્રતિબંધ લાદવાના નિર્ણયને દેશ્ભાક્તોએ ફૂલડે વધાવ્યો, તો બીજીતરફ કેટલાક કટ્ટરવાદી તત્વોની ઊંઘ હરામ થતી હોવાનું નજરે પડી રહ્યું છે, અમે કેટલાક યુઝર્સની પ્રતિક્રિયાઓ અમે અહી ટાંકી રહ્યા છીએ.

    નાગ શર્મા નામના એક યુઝર PFI ની ભારતને મુસ્લિમ દેશ બનાવવાની માનસિકતા ટાંકીને લખે છે કે “યાદ રાખજો કે PFI વર્ષ 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક દેશમાં ફેરવવા માંગે છે. જેનો સીધો અર્થ એ છે કે તમારી પુત્રીઓ અને પૌત્રીઓને ઈરાની મહિલાઓ જે યાતનાઓનો સામનો કરી રહી છે તેમાંથી પસાર થવું પડશે! આશ્ચર્ય છે કે આવું પોતાના બાળકો માટે કોઈ ઈચ્છે ખરા?”

    - Advertisement -

    અન્ય એક ડીકે બંસલ નામના એક ટ્વીટર હેન્ડલ પરથી PFI પર પ્રતિબંધ લાદવાના નિર્ણયને આવકારીને આ કટ્ટરવાદી સંગઠન પર આજીવન પ્રતિબંધ લાદવાની માંગ સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે કે “આખરે PFI પર ભારતમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો, પણ દેશને હુલ્લડમાં ફેરવનાર સંગઠનને આજીવન પ્રતિબંધિત કરો, નહિતર ભવિષ્યમાં નવી નવી પાર્ટીઓ આ સંગઠનને ફરીથી ખાતર પાણી આપવાનું શરુ કરી દેશે”

    અન્ય એક ફિયરલેસ સિંઘ નામના એક યુઝરે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને ટાંકીને સરકારના નિર્ણય પર પોતાના વિચારો રજુ કાર્ય હતા, તેઓ લખે છે કે ” PFI, વક્ફ બોર્ડ, અને કોંગ્રેસ આ તમામ દેશ વિરોધી સંગઠનો પર સ્થાયી પ્રતિબંધ લાદી દેવો જોઈએ, દેર આયે પર દુરુસ્ત આયે”

    ભારત સરકારના PFI જેવા કટ્ટરવાદી અને આતંકવાદ સમર્થક સંગઠન પર પ્રતિબંધ લડવાના નિર્ણયને લઈને સોશિયલ મીડિયા અગણિત લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે જેમાંથી મોટાભાગના લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે, એ તમામ પ્રતિક્રિયાઓ અહી ટાંકવી શક્ય નથી, પણ આ નિર્ણયથી રાજી થયેલા લોકો સિવાય કટ્ટરપંથીઓનો એક વર્ગ એવો પણ છે કે સરકારના આ નિર્ણયથી નાખુશ છે, અમે અહી તેવા લોકોની પણ પ્રતિક્રિયાઓ ટાંકી રહ્યા છીએ

    અશ્ફાક અન્સારી નામના એક યુઝરે સરકારના આ નિર્ણયથી તકલીફમાં આવી જઈને દેશ હિતમાં લેવાયેલા નિર્ણયનથી દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સીઓના વિરોધમાં લખ્યું હતું કે “ઈતિહાસ માં લખાશે જયારે અમેરિકા અને ચાઈના ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા હતા ત્યારે ભારતમાં ગાય, ગોબર અને ગૌમૂત્રમાં વિકાસ ગોતવામાં આવી રહ્યો હતો” આતંકવાદને સમર્થન કરનાર PFIને જનતાનો અવાજ કહીને અશ્ફાક આગળ લખે છે કે “જનતાના અવાજને દબાવવા માટે હિટલરશાહી રીતે ઇડી, સિબિઆઇ, એનાઇએ જેવી એજન્સીઓનો દુરુપીયોગ કરવામાં આવી રહ્યો છે”

    અબ્દુલ ખાન નામના આ યુઝરને તો જાણે આ નિર્ણયથી રીતસર રડવું આવી ગયું હોય તેમ રોતી ઈમોજી સાથે પોતાને ભારતના લાચાર અને વિવશ સમુદાયના બતાવીને અને PFI જેવા કટ્ટરવાદી આતંકવાદી સમર્થક સંગઠનને નિર્દોષ ગણાવીને લખે છે કે “#PFI પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો (રડતું ઈમોજી) બધા સરકારી સાંઢને પહેલેથી ખબર હતી કે શું થવાનું છે, એટલેજ બોલવા માટે બધાને ના પાડી દીધી, (ત્રણ વખત રડતું ઈમોજી) સંવિધાનના દાયરામાં પણ હિન્દનો મુસલમાન કોઈ પણ સંગઠન નથી બનાવી શકતો”

    આ રીતેજ આગળ પોતાની દેશવિરોધી માનસિકતા દર્શાવતા સંગઠન PFI પર પ્રતિબંધનો વિરોધ કરતા ફૈઝાન અન્સારી આતંકવાદ સાથે જોડાયેલા સંગઠનનો કટ્ટર સમર્થક હોય તેમ મુસ્લિમ સમુદાયને ઉશ્કેરવા લખે છે કે “દેશની રક્ષા કરનારા (તેમના મતે ભારતને ઇસ્લામિક દેશ ઘોષિત કર્યા બાદ) મુસલમાનોની હિફાઝટ કરીતા રહેશે, (પુષ્પા ફિલ્મનો ડાઈલોગ ચોડીને) PFI જુકેગા નઈ સાલા, આવો PFI નો સાથ આપીએ”

    આ તો થઇ દેશના સામાન્ય લોકોની વાતો અને સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય પર તેમણે વ્યક્ત કરેલી ભાવનાઓ, પણ એક સમયે દેશમાંથી પોલીસ હટાવી દઈને દેશના હિન્દુઓને “મુસ્લિમોની તાકાત બતાવી દેવાની ઈચ્છા રાખનાર કટ્ટર મુસ્લિમ નેતા ઓવૈસી પણ સરકારના આ નિર્ણયના વિરોધમાં જોવા મળ્યા હતા.

    AIMIM ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવેસીએ આ મામલે પોતે સરકારના નિર્ણયના વિરોધમાં છે તેમ દર્શાવ્યું છે, તેમનણે ટ્વીટ કર્યું છે કે “PFI ભલે કેટલીક દેશ વિરોધી ગતિવિધિઓ સાથે જોડાયેલું હોય, પરંતુ આ રીતે તેનાપર પ્રતિબંધ ન લાદી શકાય, આ પ્રતિબંધને સમર્થન ન કરી શકાય”

    AIMIM ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવેસીનું આ વલણ તેમની માનસિકતા છતી કરે છે, આ પહેલા પણ તેઓ અનેક ટીવી ચેનલોમાં ડીબેટ દરમિયાન કટ્ટરવાદી અને આતંકવાદ સમર્થક સંગઠન પર ચાલી રહેલી કાર્યવાહીનો ખુલીને વિરોધ કર્યો છે. તેઓ ભલે કહી રહ્યા હોય કે તેઓ PFI ના કાર્યોનું સમર્થન નથી કરી રહ્યા, પણ છેલ્લા કેટલાક દિવસોમાં સુરક્ષા એજન્સીઓએ PFI દ્વારા દેશ વિરોધી ગતિવિધિઓ સાથે સંકળાયેલા હોવાનો ખુલાસો થયા બાદ પણ અંદરખાને તેના સમર્થનમાં નિવેદનો આપવા તે ચોક્કસ પણે તેમના વલણ પર સવાલો ઉભા કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં