Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહવે ઇસ્લામિક રાષ્ટ્ર નહીં રહે ટ્યુનિશિયા, નવા બંધારણમાંથી રાજધર્મ તરીકે ઇસ્લામને માન્યતા...

    હવે ઇસ્લામિક રાષ્ટ્ર નહીં રહે ટ્યુનિશિયા, નવા બંધારણમાંથી રાજધર્મ તરીકે ઇસ્લામને માન્યતા ન આપવાનો પ્રસ્તાવ: ખરડો રાષ્ટ્રપતિ પાસે મોકલાયો

    ટ્યુનિશિયાએ ઇસ્લામને રાજધર્મ તરીકે આપેલી માન્યતા પાછી ખેંચવાનો નિર્ણય કર્યો છે. અહીંની સંસદે આ નિર્ણય પર મહોર મારવા રાષ્ટ્રપતિને ભલામણ કરી છે.

    - Advertisement -

    આફ્રિકન દેશ ટ્યુનિશિયામાં તખ્તાપલટના એક વર્ષ બાદ ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકેની માન્યતા રદ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. આ માટે એક બંધારણીય ખરડો ટ્યુનિશિયા રાષ્ટ્રપતિ કૈસ સઈદ પાસે મોકલવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આ ડ્રાફ્ટને શનિવારે (25 જૂન 2022) જનમત સંગ્રહ માટે રજૂ કરવામાં આવશે. જે બાદ ટ્યુનિશિયા ઇસ્લામ રાષ્ટ્ર તરીકે રહેશે નહીં.

    એક અહેવાલ અનુસાર, એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા દેશના રાષ્ટ્રપતિએ કહ્યું, “ટ્યુનિશિયા દેશના આગામી બંધારણમાં ઇસ્લામ રાજ્યના સત્તાવાર ધર્મ તરીકે રહેશે નહીં, પરંતુ તે ઉમ્મા (સમુદાય) તરીકે અસ્તિત્વમાં રહેશે.”

    ઉત્તર આફ્રિકાનો દેશ ટ્યુનિશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે અને અત્યાર સુધી તેના બંધારણમાં ઇસ્લામને રાજ્ય ધર્મ તરીકે અપનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે દેશના રાષ્ટ્રપતિ કૈસ સઈદ ઇસ્લામને રાજધર્મમાંથી બહાર કરવા માંગે છે. ટ્યુનિશિયા એક એવો દેશ છે જ્યાં મુસ્લિમોની બહુમતી હોવા છતાં શરિયાનું પાલન થતું નથી. તેનું કાનૂની માળખું મહદ અંશે યુરોપિયન સિવિલ લૉ પર આધારિત છે.

    - Advertisement -

    ટ્યુનિશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ કૈસ સઈદે ગયા વર્ષે જ ટ્યુનિશિયાની સંસદ ભંગ કરી દીધી હતી અને જુલાઈ 2021માં દેશની સત્તા સંભાળી લીધી હતી. ટ્યુનિશિયાના ઘણા રાજકારણીઓએ ઇસ્લામને રાજ્યથી અલગ કરવાના સઇદના પ્રયાસોનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. ટ્યુનિશિયાની ઇસ્લામિક પાર્ટી એનહાડાના નેતા રેચેડ ઘનૌનીએ કહ્યું કે, રાજકારણમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર અત્યાચાર છે અને લોકતંત્ર તરફ વળવું અને શક્તિઓને અલગ કરવી એ જ તેનો ઈલાજ છે.”

    બંધારણીય મુસદ્દા સમિતિના અધ્યક્ષ ટ્યુનિસ લો સ્કૂલના ભૂતપૂર્વ ડીન સાદોક બેલાડે જણાવ્યું હતું કે દેશના નવા બંધારણમાં ઇસ્લામનો કોઈ સંદર્ભ હશે નહીં. તેમણે કહ્યું કે ટ્યુનિશિયાના 80% થી વધુ લોકો ઇસ્લામિક રાજકારણ અને ઉગ્રવાદ વિરુદ્ધ છે.

    નોંધનીય છે કે 2011માં આરબ સ્પ્રિંગ પછી ટ્યુનિશિયાએ 2014માં તેનું વર્તમાન બંધારણ અપનાવ્યું હતું. આ બંધારણમાં ઇસ્લામનો ધર્મ તરીકે અને અરબીને ભાષા તરીકે માન્યતા આપવામાં આવી હતી. 

    બીજી તરફ, આ મહિને એક મોટા નિર્ણયમાં રાષ્ટ્રપતિ સઈદે દેશના 57 ન્યાયાધીશોને આતંકવાદીઓને રક્ષણ આપવા અને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાના આરોપમાં બરતરફ કરી દીધા હતા. જે બાદ સઈદના નિર્ણય વિરુદ્ધ દેશવ્યાપી હડતાળ શરૂ કરી દીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં