Sunday, September 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમૃત્યુ પહેલાં 15 મિનિટના લંચમાં એવું તે શું થયું હતું કે તુનિશાએ...

    મૃત્યુ પહેલાં 15 મિનિટના લંચમાં એવું તે શું થયું હતું કે તુનિશાએ જીવન ટૂંકાવી લીધું? પરિવારના આક્ષેપો વચ્ચે શ્રદ્ધાકાંડનો હવાલો આપીને છટકબારી શોધી રહ્યો છે શીઝાન?

    પરિવારનો આક્ષેપ છે કે તુનિશાના મૃત્યુ લવ જેહાદનો મામલો છે અને શીઝાને તેમની દીકરીનો ઉપયોગ કરી તેની સાથે છેતરપીંડી કરી છે.

    - Advertisement -

    ગત શનિવારે ટીવી અને ફિલ્મ અભિનેત્રી તુનિશા શર્માનું સંદિગ્ધ રીતે મૃત્યુ થયું હતું, જેને લઈને પરિવારની ફરિયાદ પર મુબઈ પોલીસે તેના કો-સ્ટાર શીઝાન ખાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, તેવામાં શીઝાન ખાનની પૂછપરછ દરમિયાન તેના ચોંકાવનારા નિવેદનો પણ સામે આવી રહ્યા છે, તો બીજી તરફ પરિવારનો આક્ષેપ છે કે તુનિશાના મૃત્યુ લવ જેહાદનો મામલો છે અને શીઝાને તેમની દીકરીનો ઉપયોગ કરી તેની સાથે છેતરપીંડી કરી છે. આ ઉપરાંત તુનિશાના મૃત્યુ પહેલાના તેણે 15 મિનિટ શીઝાન ખાન સાથે એ જ મેકઅપ રૂમમાં લંચ લીધું હતું જ્યાં તે મૃત અવસ્થામાં મળી આવી હતી.

    મીડિયા અહેવાલો અનુસાર પોલીસની પૂછપરછમાં શીઝાન ખાને ખુલાસો કર્યો હતો કે તેણે 3 વાગે એટલે કે તુનિશાના મૃત્યુના બરાબર 15 મિનીટ પહેલાં તેની સાથે લંચ કર્યું હતું, શીઝાન આપેલા આ નિવેદન બાદ પોલીસ તે જાણવા મથામણ કરી રહી છે કે લંચના 15 મિનીટ દરમિયાન એવું તે શું થયું હતું કે બરાબર તેની 15 મિનીટ બાદ એટલે કે 3 વાગીને 15 મિનિટે તુનિશાએ જીવન ટૂંકાવી લીધું? બીજી તરફ ઇન્ડિયા ટીવી સાથે કરેલી ટેલીફોનીક વાતચિત દરમિયાન પરિવારનો આક્ષેપ છે કે તુનિશાનું મૃત્યુ લવ જેહાદનો મામલો છે, અને આ દાવો તેના મામા દ્વારા કરવામાં આવ્યો છે.

    શ્રદ્ધા હત્યાકાંડ અને ઉમરના ફરકના કારણે બનાવી દુરી: શીજાન ખાન

    તો બીજી તરફ પોલીસની પૂછપરછમાં શીઝાને તુનિશા સાથેના પોતાના સંબંધો હોવાનું સ્વીકાર કર્યું છે. ઉપરાંત, ધર્મ અને ઉંમરનો હવાલો આપીને તેણે બ્રેકઅપ કર્યું હોવાની વાત કરી હતી. જોકે, પોલીસને શીઝાનની વાત પર વિશ્વાસ બેસી રહ્યો નથી. પોલીસનું માનવું છે કે શીઝાન પોતાના બચાવ માટે ઉંમર અને ધર્મની વાતો વચ્ચે લાવી રહ્યો છે. આ ઉપરાંત તુનિશા શ્રદ્ધા હત્યાના કેસ બાદ ખૂબ જ તણાવમાં હતી. શ્રદ્ધા મર્ડર કેસ પછી દેશમાં સોશિયલ મીડિયા અને ટીવી પર ચાલી રહેલી ચર્ચાને કારણે તે ટેન્શનમાં રહેતી હતી. શીઝાને કહ્યું હતું કે ઉંમરનો ફરક અને ધર્મને ધ્યાનમાં રાખીને મેં તુનિશા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને અમારું બ્રેકઅપ થઈ ગયું.

    - Advertisement -

    શીઝાનના અનેક યુવતીઓ સાથે સબંધો અને ધર્માંતરણના એન્ગલથી તપાસ

    નોંધનીય છે કે પોલીસ તપાસ કરી રહી છે કે શું શીઝાને તુનિશાને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હતું, કે પછી તેણે એમ કહ્યું હતું કે તે ઇસ્લામ સ્વીકાર્યા પછી જ તેની સાથે લગ્ન કરશે જેને લઈને તુનિશાએ આ પગલું ભર્યું? જેને લઈને પોલીસ ધર્માંતરણના એન્ગલથી પણ ઊંડી તપાસ કરી રહી છે. આ સિવાય શીઝાનના દાવાથી એકદમ વિપરીત તુનિશા શર્માના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેણે તુનિશા સાથે છેતરપિંડી કરી છે. તેના પરિવારજનોનું કહેવું છે કે શીઝાનના અનેક યુવતીઓ સાથે સંબંધો હતા. 6 મહિના પહેલા બંને રિલેશનશિપમાં આવ્યા ત્યારે તુનિશા ખુશ હતી. બ્રેકઅપના કારણે તે તણાવમાં હતી. જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી છે. પોલીસે શીઝાનનો ફોન કબજે લીધો છે. ફોરેન્સિક તપાસ બાદ પોલીસ શીજાન અને તુનિશા વચ્ચેના કોલ અને ચેટની વિગતોના આધારે વધુ પૂછપરછ હાથ ધરશે.

    આ ઉપરાંત તુનિશાના મામા એ પણ આક્ષેપ કર્યો હતો કે શું શીઝાન પહેલેથી નહોતો જાણતો કે તેમની ઉમર વચ્ચે મોટું અંતર છે, અને તે મુસ્લિમ અને તુનિશા હિંદુ છે. શીઝાને ચોક્કસથી તેવું વર્તન કર્યું હોવું જોઈએ જેના કારણે તેણે આ પગલું ભર્યું. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી તુનિશા શર્મા સંદિગ્ધ મૃત્યુ કેસમાં કોર્ટે રવિવારે કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનને 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. અભિનેત્રીની માતાની ફરિયાદના આધારે પોલીસે શીઝાનની ધરપકડ કરી હતી. તેને રવિવારે વસઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં