Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુપી: પુત્ર ન જન્મતાં મુસ્લિમ મહિલા સાથે કરી મારપીટ, મદ્રેસાએ 20 દિવસમાં...

    યુપી: પુત્ર ન જન્મતાં મુસ્લિમ મહિલા સાથે કરી મારપીટ, મદ્રેસાએ 20 દિવસમાં પતિને તલાક આપવા માટે મોકલાવી નોટિસ, પોલીસ પાસે પહોંચી પીડિતા

    આરોપ છે કે પુત્ર ન થતાં તેના સાસરા પક્ષના લોકો નારાજ થઇ ગયા અને તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.

    - Advertisement -

    ભારતમાં કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક અયોગ્ય ઠેરવતો કાયદો પસાર કર્યો છે, પરંતુ તેમ છતાં મુસ્લિમ મહિલાઓને જુદા-જુદા માધ્યમોથી ત્રણ તલાક બોલીને ઉત્પીડન કરવામાં આવ્યું હોય તેવા મામલા સામે આવતા રહે છે. તાજો મામલો યુપીના નોઈડાથી સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પતિ પર ટ્રિપલ તલાક સ્વીકારવા અને ઘર ખાલી કરવા માટે ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે.

    પીડિતાએ આ મામલે પોલીસને ફરિયાદ કરી છે. જેમાં તેણે જણાવ્યું કે, વર્ષ 2011માં તેનાં નિકાહ બુલંદશહરના અલી ઇમરાન મિર્ઝા સાથે થયાં હતાં. ત્યારબાદ બે પુત્રીઓનો જન્મ થયો. પરંતુ આરોપ છે કે પુત્ર ન થતાં તેના સાસરા પક્ષના લોકો નારાજ થઇ ગયા અને તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પીડિતાએ કોર્ટના દરવાજા ખખડાવીને પતિ, નણંદ અને જેઠ સામે દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. હાલ મામલો વિચારાધીન છે. 

    હાલ પતિ મહિલાથી એપ્રિલ 2021થી અલગ રહે છે. જ્યારે પીડિતાની માંગ છે કે બંને પુત્રીઓના ભરણપોષણની જવાબદારી તેના પતિની હોવાથી તે સાથે રહીને તેમની જવાબદારી ઉઠાવે. તે પતિ સાથે તલાક લેવા ઇચ્છતી નથી. જોકે, તેમ છતાં તેને મદ્રેસામાંથી 20 દિવસની અંદર તલાક આપવા માટે નોટિસ પાઠવવામાં આવી હોવાનું જણાવ્યું છે. 

    - Advertisement -

    પીડિતાએ જણાવ્યું કે, તેના પિતાના ઘરે મોકલવામાં આવેલ એક પત્રમાં 20 દિવસની અંદર તેના પતિને ટ્રિપલ તલાક આપવા અને ઘર ખાલી કરવા માટેની ધમકી આપી હતી. પીડિતાનો આરોપ છે કે, પતિને ટ્રિપલ તલાક આપવા માટે ધમકી આપતો આ પત્ર એક મદ્રેસા દ્વારા તેને મોકલવામાં આવ્યો હતો. મદ્રેસાના લેટર હેડ પર ઉપલબ્ધ નંબર પર સંપર્ક કરતાં જાણવા મળ્યું કે, તેના પતિએ જ મદ્રેસાનો સંપર્ક કર્યો હતો. 

    જોકે, બીજી તરફ, મદ્રેસાના મૌલવીએ આ મામલે જણાવ્યું છે કે મદ્રેસામાંથી કોઈ ફતવો જારી કરવામાં આવ્યો નથી પરંતુ મહિલાને સમાધાન માટે નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં પતિ દ્વારા લગાવવામાં આવેલ આરોપોના 20 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. 

    પોલીસે આ મામલે જણાવ્યું છે કે, મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે પતિએ ટ્રિપલ તલાકની ધમકી આપી છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં