Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદક્ષિણ કાશ્મીરના એક આદિવાસી ગામમાં 75 વર્ષમાં પ્રથમ વખત વીજળી પહોંચી: સ્થાનિક...

    દક્ષિણ કાશ્મીરના એક આદિવાસી ગામમાં 75 વર્ષમાં પ્રથમ વખત વીજળી પહોંચી: સ્થાનિક રહેવાસીઓએ માન્યો સરકારનો આભાર

    ગામમાં એક ટ્રાન્સફોર્મર, 38 હાઈ ટેન્શન લાઈનો, 57 એલટી પોલ લગાવવામાં આવ્યા છે જેના પરિણામે તેઓ 60 ઘરોને વીજળી પૂરી પાડી શકે છે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં ડોરુ બ્લોકના ટેથનમાં એક આદિવાસી વિસ્તારના રહેવાસીઓને કેન્દ્રિય પ્રાયોજિત યોજના હેઠળ 75 વર્ષમાં પહેલીવાર વીજળી જોડાણ મળ્યું છે. આ ગામમાં આઝાદીથી હમણાં સુધી વીજળી પહોંચી નહોતી અને તેઓ અંધાકરમય જીવન જીવવા મજબુર હતા.

    પીએમ ડેવલપમેન્ટ પેકેજ સ્કીમ હેઠળ, વીજળી હવે કાશ્મીરના આ દૂરસ્થ ગામ સુધી પહોંચી ગઈ છે જેમાં ફક્ત 200 લોકોની વસ્તી છે. અનંતનાગની ટેકરીઓ પર સ્થિત ટેથનના રહેવાસીઓ જ્યારે 75 વર્ષમાં પ્રથમ વખત ગામમાં પ્રથમ લાઈટ બલ્બ પ્રગટાવવામાં આવ્યો ત્યારે ખુશખુશાલ થઇ ગયા હતા.

    સ્થાનિકો ખુશખુશાલ, માન્યો સરકારનો આભાર

    ન્યૂઝ એજન્સી એએનઆઈએ રહેવાસી ફઝુલ-ઉ-દિન ખાનને ટાંકીને કહ્યું, “આ પહેલીવાર છે જ્યારે અમે વીજળી જોઈ છે. અમારા બાળકો હવે પ્રકાશ હેઠળ અભ્યાસ કરશે.” તેમણે ઉમેર્યું હતું કે તેઓ ખૂબ ખુશ થશે.

    - Advertisement -

    “વીજળી ન હોવાથી અમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. અમે અત્યાર સુધી અમારી ઉર્જા જરૂરિયાતો માટે પરંપરાગત લાકડા પર આધાર રાખતા હતા. અમારી સમસ્યાઓ હવે હલ થઈ ગઈ છે અને અમને વીજળી આપવા બદલ અમે સરકાર અને સંબંધિત વિભાગના આભારી છીએ.” એમ પણ તેમણે ઉમેર્યું હતું.

    અન્ય એક રહેવાસી, ઝફર ખાને કહ્યું કે તે 60 વર્ષનો છે. આજે તેમણે પહેલીવાર વીજળી જોઈ. “અમે એલજી-સાહેબ અને ડીસી સાહેબના આભારી છીએ. અમે પાવર ડિપાર્ટમેન્ટનો પણ આભાર માનવા માંગીએ છીએ. અગાઉની પેઢીઓ વીજળીકરણનો ચમત્કાર જોઈ શકી ન હતી. આજે અમે ભાગ્યશાળી છીએ કે સરકારે વીજળી આપી છે” એમ પણ તેમણે ઉમેર્યું.

    ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયાથી આ કામ પૂરું કરાયું

    વીજળી વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને કારણે અનંતનાગ શહેરથી 45 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં વીજળી પહોંચી છે. વિજળી વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર ફાસ્ટ-ટ્રેક પ્રક્રિયા દ્વારા ગામમાં વીજળી લાવવામાં આવી હતી.

    અનંતનાગના પાવર ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર ફયાઝ અહમદ સોફીએ જણાવ્યું હતું, “નેટવર્કિંગની પ્રક્રિયા 2022માં શરૂ થઈ હતી. જો કે હાઈ-ટેન્શન લાઇનને ટેપ કરવાની સમસ્યા હતી. આજે આ ગામમાં વીજળી આપવામાં આવી છે.” “અમે અહીં 63 KVનું ટ્રાન્સફોર્મર લગાવ્યું છે અને ગામના રહેવાસીઓએ 75 વર્ષમાં પહેલીવાર વીજળી જોઈ છે.” એમ પણ તેમણે ઉમેર્યું હતું.

    સોફીએ ઉમેર્યું હતું કે ગામમાં એક ટ્રાન્સફોર્મર, 38 હાઈ ટેન્શન લાઈનો, 57 એલટી પોલ લગાવવામાં આવ્યા છે જેના પરિણામે તેઓ 60 ઘરોને વીજળી પૂરી પાડી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં