Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટTMC સાંસદ મહુઆ મોઇત્રા SBIના અદાણી ગ્રૂપના એક્સપોઝર વિશે જૂઠ ફેલાવ્યું: નેટિઝન્સે...

    TMC સાંસદ મહુઆ મોઇત્રા SBIના અદાણી ગ્રૂપના એક્સપોઝર વિશે જૂઠ ફેલાવ્યું: નેટિઝન્સે ફોડ પાડતા ટ્વિટ કરી નાખી ડીલીટ

    જયારે નેટિઝન્સે તેમનું જૂઠ પકડી પાડ્યું તો TMC સાંસદે કોઈ જાતની માફી માંગ્યા વગર અને સ્પષ્ટતા કર્યા વગર મૂળ ટ્વીટ જ ડીલીટ કરી નાખી.

    - Advertisement -

    શનિવાર, ફેબ્રુઆરી 4 ના દિવસે, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ ખોટો દાવો કર્યો હતો કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને તેની લોન બુકના 27% અદાણી જૂથે આપવાના છે, તે પછી તેમણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી.

    એક ટ્વીટમાં, તેમણે દાવો કર્યો, “SBI કહે છે કે અદાણી જૂથ પર તેમનું ₹27000 કરોડનું દેવું છે – જે તેની લોન બુકના 27% છે. નાણા સચિવ કહે છે કે તે મોટી સમસ્યા છે.”

    મહુઆ મોઇત્રાની ટ્વીટનોસ્ક્રિનશોટ

    આમ કરીને તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાએ એવા સમયે ભારતીય જનતામાં ગભરાટ અને ઉન્માદ પેદા કરવાનો પ્રયાસ કર્યો જ્યારે અદાણી ગ્રૂપને નિશાન બનાવતા શંકાસ્પદ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે અદાણી ગ્રૂપમાં રોકાણકારોને $100 બિલિયનનું નુકસાન થયું હતું.

    - Advertisement -

    ઓપિન્ડિયાએ એ પણ શોધી કાઢ્યું હતું કે એસબીઆઈ દ્વારા અદાણી જૂથને તેની લોન બુકના 27% ચુકવવા અંગેનો બનાવટી દાવો ધ ટેલિગ્રાફ દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

    જ્યારે એ વાત સાચી છે કે અદાણી સમૂહે ભારતીય જાહેર ક્ષેત્રની બેંકો પાસેથી કુલ ₹27000 કરોડની લોન લીધી છે, ત્યારે કુલ એક્સપોઝર એકંદર લોન બુકના માત્ર 0.88% (~0.9%) છે અને મહુઆ મોઇત્રા અને ધ ટેલિગ્રાફ દ્વારા દાવો કરાયેલા 27% નથી.

    SBIના ચેરમેન દિનેશ ખારાએ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા આ આંકડાઓની પુષ્ટિ કરી છે.

    નોંધનીય છે કે જેવું સોશિયલ મીડિયા પર નેટિઝન્સે તેમનું જૂઠ ઉઘાડું પાડ્યું, એવું તરત જ TMC નેતાએ કોઈ પણ પ્રકારની માફી અથવા સ્પષ્ટતા વગર જ પોતાની ટ્વીટ ડીલીટ કરી દીધી હતી.

    બાદમાં, મહુઆ મોઇત્રાએ અદાણી ગ્રૂપમાં SBIના એક્સપોઝરની ટકાવારી દૂર કરીને બીજી ટ્વિટ પોસ્ટ કરી હતી.

    “4 દિવસમાં $100 બિલિયનનું માર્કેટ કેપ ગુમાવ્યું. LIC, SBI અને PNB સ્ટોકમાં મોટી સ્થિતિ સાથે. રદ કરાયેલા FPO માટે ભારતીય બજારોએ આક્રોશ ઠાલવ્યો હતો. રોકાણકારો સેબીમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. થોડું તોફાન, થોડી ટીકપ, શ્રી નાણા સચિવ,” પોતાની બીજી ટ્વીટમાં મહુઆ મોઇત્રાએ ચહેરો બચાવવાનો ખોટો પ્રયાસ કર્યો હતો.

    નોંધનીય છે કે આ વર્ષે 24 જાન્યુઆરીના રોજ, યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મે 32,000 શબ્દોનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં અદાણી જૂથ પર સ્ટોક હેરાફેરી અને ટેક્સ હેવનનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો હતો. બાદમાં જેન અપર અદાણી ગ્રુપે મુદ્દાસર જવાબ આપ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં