Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં બીફ, પિગ ફેટ અને ફિશ ઓઇલનો ઉપયોગ’: જે દાવો...

    ‘તિરુપતિ મંદિરના પ્રસાદમાં બીફ, પિગ ફેટ અને ફિશ ઓઇલનો ઉપયોગ’: જે દાવો કરીને CM ચંદ્રબાબુએ જગન મોહન સરકાર પર લગાવ્યા હતા આરોપ, તેની હવે લેબ ટેસ્ટમાં પુષ્ટિ થઈ હોવાના અહેવાલ

    જગનની પાર્ટીએ આ આરોપો નકારી દીધા હતા અને ચંદ્રાબાબુ પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે રિપોર્ટ્સમાં જે લેબ ટેસ્ટની વાત સામે આવી છે, તેનાથી આવનારા સમયમાં YSRCP પર વધુ સવાલો ઉઠવાના એ સ્વાભાવિક છે.

    - Advertisement -

    આંધ્ર પ્રદેશના તિરુપતિ સ્થિત વિશ્વવિખ્યાત વેંકટેશ્વર સ્વામી મંદિરમાં (Tirupati Temple) બનતા પ્રસાદ (Prasad) માટે પ્રાણીની ચરબી વાપરવામાં આવી હોવાના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સ્ફોટક દાવા બાદ હવે એક લેબ ટેસ્ટમાં પણ આ બાબતની પુષ્ટિ થઈ છે. CM નાયડુએ એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું હતું કે, અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર હતી ત્યારે તિરુપતિ મંદિરના પ્રસાદમાં ઘીના સ્થાને પ્રાણીજ ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે રિપોર્ટ્સ અનુસાર, એક લેબ ટેસ્ટમાં જાણવા મળ્યું કે ખરેખર પ્રસાદના લાડુ બનાવવામાં ગૌવંશની ચરબી, ફિશ ઓઇલ અને પિગ (ડુક્કર) ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    રિપબ્લિકના રિપોર્ટ અનુસાર, ગુજરાતના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ સંચાલિત સેન્ટર ઑફ એનાલિસિસ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડ લેબ દ્વારા કરવામાં આવેલા એક પરીક્ષણમાં સામે આવ્યું છે કે તિરુપતિ મંદિરના પ્રસાદ માટે બનાવવામાં આવતા લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં પ્રાણીની ચરબીની હાજરી પણ જોવા મળી. આ પ્રસાદ આ પહેલાંની જગન મોહન રેડ્ડીની સરકાર વખતે બનાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. 

    આ સિવાય મીડિયા અને સોશિયલ મીડિયામાં રિપોર્ટની નકલ પણ સામે આવી છે. પત્રકાર રાહુલ શિવશંકરે પોતાના X અકાઉન્ટ પરથી રિપોર્ટ શૅર કરીને લખ્યું, “તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં બીફ ફેટ, ફિશ ઓઇલનો ઉપયોગ થતો હતો તેની ટેસ્ટ રિપોર્ટ પુષ્ટિ કરે છે.” તેમણે કહ્યું કે, આ હિંદુ આસ્થા સાથે મોટો વિશ્વાસઘાત છે.

    - Advertisement -

    આ રિપોર્ટમાં ઘીનાં સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં સોયાબીન, સનફ્લાવર, ઓલિવ વગેરે સાથે ફિશ ઓઇલનો પણ ઉલ્લેખ છે. સાથે બીફ ટેલોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. સાથે લાર્ડ પણ મળ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ એક અર્ધઘન સફેદ ચરબી હોય છે, જે ડુક્કરની જાડી ચરબીદાર પેશીને ઓગાળીને બનાવવામાં આવે છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ YSRCP પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

    આ વિવાદ વચ્ચે જ કર્ણાટક મિલ્ક ફેડરેશને 19 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે છેલ્લાં ચાર વર્ષમાં તેમની પાસેથી ઘી ખરીદ્યું નથી. ત્યારબાદ આ મામલે ટ્રસ્ટે કહ્યું હતું કે જ્યારથી TDPના ચંદ્રબાબુ નાયડુએ સરકારની કમાન સાંભળી ત્યારથી તેઓ નંદિની ઘીનો ઉપયોગ કરે છે.

    આ સિવાય TDPના રાષ્ટ્રીય પ્રવક્તા અનમ વેંકટ રમન રેડ્ડીએ જણાવ્યું હતું કે, પરીક્ષણ રિપોર્ટ જે બહાર આવ્યા છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ઘીમાં ગૌમાંસની ચરબીવાળા ભેળસેળયુક્ત તેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે ઘીમાં માછલીનું તેલ અને કૂતરા સહિતના મૃત પ્રાણીઓની ચરબી જેવા અન્ય પદાર્થો પણ ઉમેરવામાં આવતા હતા.

    શું છે સમગ્ર મામલો?

    ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશમાં મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ 18 સપ્ટેમ્બરે આરોપ લગાવ્યો હતો કે અગાઉની જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSRPC સરકારે તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં પ્રાણીની ચરબી અને હલકી ગુણવત્તાવાળા ઘટકોનો ઉપયોગ કર્યા હતો. અમરાવતીમાં NDA ધારાસભ્યોની બેઠકમાં નાયડુએ આ વાત કહી હતી. તેમણે કહ્યું, “તિરુમાલા લાડુમાં પણ ઊતરતી કક્ષાની સામગ્રી વાપરવામાં આવી હતી. તેમણે ઘીના સ્થાને પ્રાણીજ ચરબીનો ઉપયોગ કર્યો હતો.” તેમણે આગળ કહ્યું કે, હવે શુદ્ધ-ચોખ્ખા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે અને મંદિર પણ સ્વચ્છ કરી દેવામાં આવ્યું છે, જેથી ગુણવત્તામાં પણ ફેર પડ્યો છે. 

    જોકે, જગનની પાર્ટીએ આ આરોપો નકારી દીધા હતા અને ચંદ્રાબાબુ પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ હવે રિપોર્ટ્સમાં જે લેબ ટેસ્ટની વાત સામે આવી છે, તેનાથી આવનારા સમયમાં YSRCP પર વધુ સવાલો ઉઠવાના એ સ્વાભાવિક છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં