Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે..'- : જીતનરામ માંઝી: અમિત શાહ...

    ‘હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે..’- : જીતનરામ માંઝી: અમિત શાહ સાથે બેઠક કર્યા બાદ શું નીતીશ કુમારને ઝટકો આપશે બિહારના પૂર્વ મુખ્યમંત્રી?

    માંઝીએ કહ્યું, "જ્યારે સચિન પાયલોટ અશોક ગેહલોત વિરુદ્ધ ઉપવાસ કે આંદોલન કરી શકે છે, તો શું જીતનરામ માંઝી નીતિશ કુમાર વિરુદ્ધ નહીં કરી શકે? આપણે સમયાંતરે બોલીએ છીએ, એ જુદી વાત છે કે જવાબ નથી આવતો."

    - Advertisement -

    બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મોટો દાવો કરતા કહ્યું કે “અમારી પાર્ટી પર મહાગઠબંધન અને એનડીએ બંનેમાંથી વિલીનીકરણ માટે દબાણ હતું.” હિન્દુસ્તાની આવામ મોરચાના પ્રમુખ માંઝીએ કહ્યું કે “અમે નીતિશના સાથી છીએ, તેથી અમે તેમને પણ અરીસો બતાવીએ છીએ.” માંઝીએ કહ્યું, “મેં નીતિશ સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી છે, તેનો અર્થ એ નથી કે હું નીતિશને ખોટું કરવા દઈશ. નીતિશે દારૂબંધી પર સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ.”

    અમિત શાહને મળવા પર માંઝીએ કહ્યું, “જો તમે અમિત શાહને મળો તો શું તમે તેમને નારાજ કરશો? અમારે બધા સાથે મળીને કામ કરવું પડે છે.”

    આ પછી તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “મેં દશરથ માંઝીને ભારત રત્ન આપવા અંગે અમિત શાહ સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે અમે પગલાં લઈશું.”

    - Advertisement -

    ‘મારા પણ ઘણું દબાણ છે, હવે નિર્ણય લેવો પડશે’

    અગાઉ, પટનામાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધિત કરતી વખતે માંઝીએ કહ્યું, “અમે ગઠબંધનમાં છીએ, અમારા પર ઘણું દબાણ છે, ભલે તે આ ગઠબંધનમાં રહે કે ન રહે… સ્પષ્ટતા અમારી નબળાઈ રહી છે. તેથી જ હું કહું છું… દબાણ એવું છે કે તમે મારી સાથે આવો, મારી સાથે આવો. આપણે નિર્ણય લેવાનો છે.. નિર્ણય લેવાનો સમય આવી ગયો છે કે આપણે શું કરવાનું છે.. આપણો દરેક મતદાતા ઇચ્છે છે કે આપણે કોઈ પક્ષ સાથે ભળીએ નહીં અને આપણે એવું કરીશું પણ નહીં.”

    એટલું જ નહીં, માંઝીએ કહ્યું, “જ્યારે સચિન પાયલોટ અશોક ગેહલોત વિરુદ્ધ ઉપવાસ કે આંદોલન કરી શકે છે, તો શું જીતનરામ માંઝી નીતિશ કુમાર વિરુદ્ધ નહીં કરી શકે? આપણે સમયાંતરે બોલીએ છીએ, એ જુદી વાત છે કે જવાબ નથી આવતો.”

    મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપવાનું દર્દ પણ દેખાયું

    આ પહેલા આંબેડકર જયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ પોતાના જૂના જખમોને રૂઝવતા કહ્યું હતું કે તેમણે 19 ફેબ્રુઆરી 2015ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યું, “જો અમારી પાસે 50 ધારાસભ્યોની સંખ્યા હોત તો અમને પદ પરથી હટાવવાની કોઈની હિંમત ન થઈ હોત. જો મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં ન આવ્યો હોત તો 5 વર્ષની વાત તો દૂર છે, અમે બિહારને 2 વર્ષમાં ટેકુઆ (બોરીઓ સીવવા માટે વપરાતી સોય)ની જેમ સીધું કરી દીધું હોત.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં