Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘બુરખાધારી મહિલાઓ મંદિર પર થૂંકી, કહ્યું- હવે તે ‘નાપાક’ થઇ ગયું’: યુપીમાં...

    ‘બુરખાધારી મહિલાઓ મંદિર પર થૂંકી, કહ્યું- હવે તે ‘નાપાક’ થઇ ગયું’: યુપીમાં હિંદુ મહિલાએ નોંધાવી ફરિયાદ, મારઝૂડ કરી ધર્માંતરણ માટે દબાણ કરવાનો પણ આરોપ 

    પોલીસને એક ફરિયાદ મળી હતી કે ત્રણ બુરખાધારી મુસ્લિમ મહિલાઓ હિંદુ મહિલાના ઘરમાં બનેલા મંદિરમાં થૂંકી હતી અને ત્યારબાદ પીડિતાને કહ્યું કે, “તારું મંદિર હવે ‘નાપાક’ થઇ ગયું અને તું મુસ્લિમ બની ગઈ.

    - Advertisement -

    કડક કાયદાઓ બનાવવા છતાં અવારનવાર હિંદુઓના બળજબરીથી ધર્માંતરણ કરાવવાના કે પછી અનેક પ્રકારના જેહાદ થતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. તેવામાં હવે ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક મામલો સામે આવ્યો છે, જ્યાં ત્રણ બુરખાધારી મહિલાઓ હિંદુ મહિલાના ઘરમાં બનેલા મંદિરમાં થૂંકી હતી, એટલું જ નહીં તેની સાથે મારઝૂડ પણ કરી હતી. આટલેથી ન અટકતાં તેમણે મહિલાને ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ પણ કર્યું હતું.

    અહેવાઓ અનુસાર પોલીસને એક ફરિયાદ મળી હતી કે ત્રણ બુરખાધારી મુસ્લિમ મહિલાઓ હિંદુ મહિલાના ઘરમાં બનેલા મંદિરમાં થૂંકી હતી અને ત્યારબાદ પીડિતાને કહ્યું કે, “તારું મંદિર હવે ‘નાપાક’ થઇ ગયું અને તું મુસ્લિમ બની ગઈ.” ત્યારબાદ તેની સાથે મારઝૂડ પણ કરી અને ઇસ્લામ કબૂલ કરવા માટે પ્રતાડિત કરી. 

    રિપોર્ટ્સ મુજબ, થોડા દિવસો પહેલાં પીડિત મહિલાએ તેની આસપાસના મુસ્લિમ પરિવારો પર તેના પરિવારને પ્રતાડિત કરવાનો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે ઉત્તર પ્રદેશ ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ-2021 સહિત અન્ય ગંભીર કલમો હેઠળ 7 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાંથી ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે.

    - Advertisement -

    આ મામલે પીડિત મહિલા દીપાનું કહેવું છે કે, તેમનો આ રહેણાંક વિસ્તાર મુસ્લિમોથી ઘેરાયેલો છે. મુસ્લિમો ધર્મપરિવર્તન માટે દબાણ ઉભું કરે છે અને જો તેઓ તેમનું કહ્યું ન કરે તો તેઓ મકાન વેચીને જતા રહેવાનું કહે છે. પીડિતા પોતાની વ્યથા ઠાલવતી કહે છે કે મુસ્લિમ મહિલાઓ મંદિર પર થૂંકતી હોવાને કારણે તેણે બારીઓ પર પડદા નાંખી દીધા છે. ક્યારેક તેઓ પાણી પણ ફેંકી દે છે. મહિલાનો દાવો છે કે તેની પાસે આ ઘટનાનો વીડિયો પણ છે.

    દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ બલરામપુરની આ ઘટના રેહરા બજાર પોલીસ સ્ટેશનની હદમાં આવતા જાફરાબાદ ગામની છે. અહીં દીપા નિષાદ તેના પરિવાર સાથે રહે છે. દીપાનું કહેવું છે કે તેના ઘરની ત્રણ બાજુએ મુસ્લિમ વસ્તી છે. આ જ ગામની મોહરરમા, શહઝાદી, સાહિબા નામની મહિલાઓએ તેમના ઘરના ઈરફાન, સોનુ અને આફ્રિદ સાથે મળીને દીપાને ઘણી વખત માર માર્યો છે. આટલું જ નહી અમીરઝાદે અને ઈરફાન નામના વ્યક્તિઓ પર એવો આરોપ લગાવ્યોછે કે તેઓ પીડિતાને ઘર વેચી દેવાની અને ત્યાંથી ચાલ્યા જવા અથવા તેમનું ગામ મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર હોવાનું કહીને ઈસ્લામ ધર્મ અપનાવવાની ધમકી આપી રહ્યા છે. જો તે આ બેમાંથી કોઈ વિકલ્પ પસંદ નહીં કરે તો પીડિતાની સાથે તેના પરિવારને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

    ફરિયાદમાં દીપાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેમના પરિવારે તેમનું ઘર વેચવાનો અને ઇસ્લામ અપનાવવાનો ઇનકાર કર્યો ત્યારે આરોપીઓ દ્વારા તેમના પરિવારને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. 17 ડિસેમ્બર 2022ની ઘટનાનો ઉલ્લેખ કરતા દીપાએ જણાવ્યું કે, તે દિવસે આરોપીએ તેને અને તેની બહેનને નિર્દયતાથી માર માર્યો હતો. આ ઉપરાંત દીપાની છેડતી કરતી વખતે અમીરઝાદેએ તેનો મોબાઈલ નંબર આપીને તેની સાથે વાત કરવા દબાણ કર્યું હતું. આ ફરિયાદ 20 ડિસેમ્બર, 2022ના રોજ આપવામાં આવી હતી. હાલ પોલીસે આ ત્રણેય બુરખાધરી મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં