Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડ : પંચાયત ચૂંટણીમાં નામાંકન દરમિયાન લાગ્યા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા, મોહમ્મદ શાકિર...

    ઝારખંડ : પંચાયત ચૂંટણીમાં નામાંકન દરમિયાન લાગ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા, મોહમ્મદ શાકિર સહિત ત્રણની ધરપકડ

    ઝારખંડમાં પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારીપત્ર ભરતી વખતે ગીરડીહમાં પાકિસ્તાન તરફી નારાઓ લગાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઝારખંડના એક જિલ્લામાં સ્થાનિક પંચાયતની ચૂંટણી માટે છેલ્લા ત્રણ દિવસની ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરમ્યાન, ગઈકાલે એક પંચાયતના પ્રમુખ પદ માટે ઉમેદવારીપત્ર ભરવા આવેલા મોહમ્મદ શાકીર હસનના સમર્થકોએ સરઘસ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા. આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

    મીડિયા અહેવાલ અનુસાર, આ ઘટના બુધવારે (20 એપ્રિલ, 2022) બની હતી. પ્રમુખ પદ માટે ઉમેદવારી કરવા પોતાના સમર્થકો સાથે મોહમ્મદ શાકીર પહોંચ્યા ત્યારે તેમના સમર્થકોએ ઉતરીને તેમના સમર્થનમાં નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. દરમ્યાન, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા પણ લાગ્યા હતા. આશ્ચર્યજનક વાત એ હતી કે ઉમેદવારી કરવા માટે ગયેલા શાકિરે પણ તેમના સમર્થકોને નારા લગાવતા રોક્યા ન હતા.

    આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયા બાદ ઝારખંડ પોલીસે ઉમેદવાર મોહમ્મદ શાકિર સહીત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. એસડીપીઓ અનિલ કુમાર સિંહે ત્રણ લોકોની ધરપકડની પુષ્ટિ કરી છે. ગિરીડીહ એસડીપીઓ અનિલ કુમાર સિંહે પુષ્ટિ કરતા કહ્યું, એક વિડીયો વાઈરલ થયો છે જેમાં ગાંડેય તાલુકાની પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી કરવા માટે નીકળેલા સરઘસ દરમિયાન પાકિસ્તાન સમર્થક નારા લાગ્યા હતા. ઘટના ગઈકાલની છે.

    - Advertisement -

    તેમણે કહ્યું, પ્રમુખપદના ઉમેદવાર મોહમ્મદ શાકિરના સમર્થકો કાર્યાલયના દરવાજા પાસે જ તેમના સમર્થનમાં નારાબાજી કરી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાન સમર્થક નારા પણ લાગ્યા હતા. ગિરીડીહ પોલીસે સબંધિત ધારાઓ હેઠળ કેસ દાખલ કરીને શાકિર અને તેના બે સમર્થકોની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, આ વાઈરલ વિડીયો સંદર્ભે FIR માં કુલ 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે.

    ભાજપે કહ્યું- માત્ર નારા લગાવનારાઓ જ નહીં, હાજર પોલીસકર્મીઓ પર પણ કેસ દાખલ થાય
    સરઘસ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગવાની ઘટનાની ભાજપે કડક ટીકા કરી છે અને નારા લગાવનારાઓ તેમજ પોલીસકર્મીઓ પર પણ કેસ દાખલ કરવા માટેની માંગ કરી હતી. ભાજપ પ્રવક્તા પ્રતુલ શાહદેવે કહ્યું કે, ગિરીડીહમાં જે કંઈ પણ થયું તે અત્યંત શરમજનક ઘટના છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે, પોલીસની હાજરીમાં દેશદ્રોહીઓએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. નારા લગાવનારાઓ જ નહીં પણ ત્યાં હાજર પોલીસકર્મીઓ પર પણ કેસ દાખલ થવો જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં