7 મે, 2024ના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જ્યારે સુરત બિનહરીફ જાહેર થઈ હતી. લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે સામાન્ય લોકોથી લઈને રાજનેતાઓ પણ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ત્યારે PM મોદીએ પણ અમદાવાદના રાણીપમાં મતદાન કરી દીધું છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાને 7:45 કલાકે મતદાન કર્યું છે. આ ઉપરાંત આનંદીબેન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું છે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024નું ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું છે, ત્યારે વડાપ્રધાન મોદીએ રાણીપમાં મતદાન કરી દીધું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નવસારી લોકસભા બેઠક પર વોટિંગ કર્યું છે. એ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, આનંદીબેન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ પણ મતદાન કર્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પણ મતદાન કરી દીધું છે. અમરેલીના ઈશ્વરીયા ગામમાં રૂપાલાએ મતદાન કર્યું છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ અમરેલીથી મતદાન કર્યું છે.
#WATCH | Prime Minister Narendra Modi casts his vote for #LokSabhaElections2024 at Nishan Higher Secondary School in Ahmedabad, Gujarat pic.twitter.com/i057pygTkJ
— ANI (@ANI) May 7, 2024
મતદાન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મીડિયા સાથે વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, “આજે ત્રીજા ચરણનું મતદાન છે. હું દેશવાસીઓને વિશેષ રૂપે આગ્રહ કરીશ કે, લોકતંત્રમાં મતદાન એ સામાન્ય દાન નથી. આપણાં દેશમાં દાનનું એક માહાત્મ્ય છે અને તે જ ભાવથી દેશવાસી વધુમાં વધુ મતદાન કરે. આજે ત્રીજા ચરણનું મતદાન છે. હજુ લગભગ 3 અઠવાડિયા ચૂંટણી અભિયાન ચાલશે. હું ગુજરાતી મતદાતા તરીકે અહીંથી જ નિયમિત મતદાન કરું છું. અમિતભાઈ અહીંથી ભાજપના ઉમેદવારના તરીકે ચૂંટણી લડી રહ્યા છે.”
મતદાન પહેલાં ગૃહમંત્રી શાહ અને PM મોદી રાણીપના મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા. જ્યાં લોકોએ તેમનું સ્વાગત ઢોલ-નગારાથી કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ થાળી વગાડીને મતદાન કરવા જવાનો પ્રારંભ કર્યો હતો. તેઓ ઢોલના તાલે મતદાન માટે નવસારી પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. તાજેતરમાં અનેક નેતાઓએ મતદાન કરી દીધું છે, બનાસકાંઠા બેઠકના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી, ડૉ. સીજે ચાવડાએ પણ મતદાન કર્યું છે. જ્યારે અન્ય નેતાઓ પણ આજના દિવસમાં સંબંધિત મતદાન કેન્દ્ર પર મત આપવા માટે પહોંચશે.