Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાળકોની સંખ્યા હોય કે લીવ-ઇન, ઉત્તરાખંડ સરકારની સમાન નાગરિક સંહિતા તૈયાર કરી...

    બાળકોની સંખ્યા હોય કે લીવ-ઇન, ઉત્તરાખંડ સરકારની સમાન નાગરિક સંહિતા તૈયાર કરી રહેલી કમિટીને મળ્યાં અનેક સૂચનો

    અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાધા રાતુરી દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સમાન નાગરિક સંહિતાનો મુસદ્દો તૈયાર કરવાના હેતુથી રચાયેલી સમિતિનો કાર્યકાળ આવતા વર્ષે 27 મે સુધી લંબાવવામાં આવ્યો છે.

    - Advertisement -

    ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા પર મોટી હલચલ જોવા મળી રહી છે, રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલેકે સમાન નાગરિક સંહિતા માટે ગઠન કરાયેલી કમિટીને આ મુદ્દે લાખો સૂચનો મળ્યા છે, હાલ નિષ્ણાતોની આ સમિતિનો કાર્યકાળ 6 મહિના સુધી લંબાયો હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. જેને લઈને નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી આ કમિટી 27 મે સુધી કાર્યરત રહેશે.

    ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, કમિટીને અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકો પાસેથી સૂચનો મળ્યા છે. નિવૃત્ત ન્યાયાધીશ દેસાઈની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા અંતર્ગતના મુસદ્દામાં સામેલ સમિતિએ રાજ્યના વિવિધ ભાગોમાં લોકો સાથે તેમના સૂચનો મેળવવા માટે પ્રયત્ન કર્યો હતો. સમિતિ દ્વારા મળેલા સૂચનોમાં લગ્ન અને છૂટાછેડાની ફરજિયાત નોંધણી, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટેના નિયમો તેમજ વસ્તી નિયંત્રણના હેતુ માટે દંપતીને કેટલા બાળકો હોઈ શકે તે અંગેની માર્ગદર્શિકાનો પણ સમાવેશ થાય છે.

    સમિતિના સભ્ય ભૂતપૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંહે જણાવ્યું હતું કે સમિતિ હાલમાં યુસીસીના ડ્રાફ્ટ પર સૂચનો મેળવવા માટે રાજ્યના વિવિધ ભાગોમાં લોકો સાથે પરામર્શ કરી રહી છે અને 20 અને 16 ડિસેમ્બરના રોજ દેહરાદૂન અને શ્રીનગર ગઢવાલમાં લોકો સાથે વાતચીત કરશે અને UCC ડ્રાફ્ટ પર તેમના સૂચનો પણ લેવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કે જાહેર પરામર્શ પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં હોવા છતાં, સમિતિ યુસીસીનો મુસદ્દો તૈયાર કરતા પહેલા સૂચનોનો વિગતવાર અભ્યાસ કરશે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ એ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે પુષ્કર સિંહ ધામીની આગેવાનીવાળી સરકાર દ્વારા ચૂંટણી પૂર્વેના મુખ્ય વચનોમાંનું એક હતું.

    - Advertisement -

    આ અંતર્ગત કમિટીએ વિવિધ સમાજના લોકો અને આગેવાનો સાથે તેમની સમસ્યાઓ સમજવા માટે બેઠક યોજી હતી.મુસ્લિમોના પ્રશ્નો અને ચિંતાઓને સમજવા માટે સમિતિએ તાજેતરમાં પીરાન કાળીયાર ખાતે બેઠક યોજી હતી. બીજી તરફ, ઉધમ સિંહ નગરના નાનકમાતા ખાતે શીખ સમુદાયના લોકો સાથે, જ્યારે નૈનીતાલમાં ખ્રિસ્તી સમુદાય સાથે અને હરિદ્વારમાં અખાડા પરિષદ સાથે અલગ-અલગ બેઠકો યોજવામાં આવી હતી. ઉત્તરાખંડમાં પણ નોંધપાત્ર સંખ્યામાં લોકો સંરક્ષણ સેવામાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં શહીદ સૈનિકોના માતા-પિતાની સમસ્યા પણ UCC પેનલના ધ્યાન પર લાવવામાં આવી હતી.

    કમિટીનો કાર્યકાળ 6 મહિના માટે લંબાવાયો

    અહેવાલો મુજબ ઉત્તરાખંડ માટે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો મુસદ્દો તૈયાર કરવા માટે નિષ્ણાતોની સમિતિની મુદત 6 મહિના માટે લંબાવવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાધા રાતુરી દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સમાન નાગરિક સંહિતાનો મુસદ્દો તૈયાર કરવાના હેતુથી રચાયેલી સમિતિનો કાર્યકાળ આવતા વર્ષે 27 મે સુધી લંબાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં આ સમિતિની રચના આ વર્ષે મે મહિનામાં કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં