Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તમે માત્ર FIR નોંધી રહ્યા છો, કાર્યવાહી નથી થઇ રહી’: ગેરકાયદેસર દારૂના...

    ‘તમે માત્ર FIR નોંધી રહ્યા છો, કાર્યવાહી નથી થઇ રહી’: ગેરકાયદેસર દારૂના વેચાણ મામલે પંજાબની AAP સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું- આ સમસ્યા ગંભીર

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પંજાબના ડ્રગ્સ અને દારૂની સમસ્યા ખૂબ જ ગંભીર બાબત છે અને તમે માત્ર FIR જ નોંધી રહ્યા છો. પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દરેક શેરી-મહોલ્લા અને દરેક વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે.

    - Advertisement -

    દેશી દારૂના કારણે થયેલા મોતના મામલામાં પંજાબની આમ આદમી પાર્ટીની (AAP) સરકારને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર માત્ર FIR નોંધી રહી છે પરંતુ કંઈ કાર્યવાહી થઇ રહી નથી. કોર્ટે એમ પણ કહ્યું કે, સરહદી વિસ્તાર જ જો સુરક્ષિત ન હોય તો કેવી રીતે ચલાવી લેવામાં આવશે? કોર્ટે કહ્યું કે, AAP સરકારે આ દૂષણ રોકવું જ પડશે. 

    પંજાબની AAP સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પંજાબના ડ્રગ્સ અને દારૂની સમસ્યા ખૂબ જ ગંભીર બાબત છે અને તમે માત્ર FIR જ નોંધી રહ્યા છો. પરંતુ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દરેક શેરી-મહોલ્લા અને દરેક વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. આ ખૂબ જ ભયાનક અને ખતરનાક છે.” નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ રાજ્યમાં મોટાપાયે ગેરકાયદેસર દારૂના ઉત્પાદન અને વેચાણ અંગેના કેસની સુનાવણી કરી રહી છે.

    આ ઉપરાંત જસ્ટિસ શાહે તેમ પણ કહ્યું કે, સરકારે જપ્ત કરાયેલા રૂપિયાનો ઉપયોગ જાગૃતિ અભિયાન માટે કરવો જોઈએ. આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારને તેમ પણ પૂછ્યું હતું કે પકડાયેલા લોકો સામે ક્યારે કાર્યવાહી થશે? કોર્ટે કહ્યું કે, “જો કોઈ દેશને, ખાસ કરીને સરહદી રાજ્યને બરબાદ કરવા માંગે છે, તો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. યુવાનોને ડ્રગ્સથી ખતમ કરવા ખૂબ જ સરળ છે, આ માટે રાજ્ય સરકારે વધારાની કાળજી લેવી પડશે.”

    - Advertisement -

    અત્યાર સુધી કરેલી કાર્યવાહીનો હિસાબ લાવો: સુપ્રીમ કોર્ટ

    અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારની ડ્રગ વિરોધી કામગીરીની ગતિ પર પણ નારાજગી વ્યક્ત કરવા સાથે, સરકાર પાસે ગેરકાયદેસર દારૂના ઉત્પાદનના રોકવા માટે લેવામાં આવેલા ચોક્કસ પગલાઓની યાદી આપવા પણ કહ્યું હતું. 

    બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપ પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું કે, “નશીલા પદાર્શો અને દારૂની સમસ્યાને લઈને સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીની સાકરારને ફટકાર લગાવી છે. આપે દિલ્હી અને પંજાબને નશામુક્તની જગ્યાએ નશાયુક્ત બનાવી દીધાં છે. દારૂ માફિયાઓને ખુલ્લી છૂટ આપી દીધી છે. તેઓ પંજાબના યુવાનોને બરબાદ કરી રહ્યા છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં