રશિયન સરકારે META કંપનીને ‘આતંકવાદી અને ઉગ્રવાદીઓ’ની યાદીમાં સામેલ કરી છે. ફેડરલ સર્વિસ ફોર ફાઇનાન્શિયલ મોનિટરિંગના ડેટાબેઝ અનુસાર મંગળવારે રશિયન સરકારે META કંપનીને આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની યાદીમાં સામેલ કરીને કહ્યું છે કે META(ફેસબુકની મૂળ કંપની) રશિયામાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓને વેગ આપવાનું કામ કરી રહી છે.
#BREAKING Russia adds Meta to list of ‘terrorist and extremist’ organisations pic.twitter.com/sWCF0x6sFL
— AFP News Agency (@AFP) October 11, 2022
સરકારનો નિર્ણય માર્ચમાં મોસ્કો કોર્ટના નિર્ણયને અનુસરે છે, જેમાં અદાલતે જણાવ્યું હતું કે META રશિયામાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ કરે છે. માર્ચમાં મોસ્કોની કોર્ટમાં મેટાની અરજી દોષિત જાહેર થયા બાદ જૂનમાં મેટાની અપીલ ફગાવી દેવામાં આવી હતી. તે સમયે METAએ કહ્યું હતું કે તે ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સામેલ નથી. જો કે રશિયન અધિકારીઓએ રશિયાના લશ્કરી અભિયાન દરમિયાન મેટા પર રૂસોફોબિયાનો આરોપ મૂક્યો હતો.
નોંધનીય છે કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા તમામ સોશિયલ મીડિયા મેટા કંપનીના છે. તેમાંથી, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના સમગ્ર વિશ્વમાં વપરાશકર્તાઓ છે. તે છતાં રશિયાએ મેટાની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ સાથે તેમ પણ કહ્યું હતું કે આ નિર્દેશ WhatsApp પર લાગુ થતો નથી.
Facebook owner Meta is also temporarily allowing some posts that call for death to Russian President Putin or Belarusian President Lukashenko in countries including Russia, Ukraine and Poland, according to internal emails to its content moderators https://t.co/0joPML3sxw
— Reuters (@Reuters) March 10, 2022
તો બીજી તરફ ઇન્સ્ટાગ્રામ પણ રશિયામાં બ્લોક કરવામાં આવ્યું હતું જ્યારે તેણે યુક્રેનના વપરાશકર્તાઓને તેમના પ્લેટફોર્મ પર રશિયાની લશ્કરી કાર્યવાહી સામે અવાજ ઉઠાવવાની મંજૂરી આપી હતી. આ તમામ કાર્યવાહી ઉપરાંત રોઇટર્સને માર્ચમાં એક મેઇલ પણ મળ્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે મેટાએ તેના પ્લેટફોર્મ પર એવી પોસ્ટ્સ ચલાવવાની મંજૂરી આપી હતી જેમાં લોકો રાષ્ટ્રપતિ પુતિનને હત્યાની ધમકી આપી રહ્યા હતા.
ઘણા લોકો હજુ પણ VPN દ્વારા તેનો ઉપયોગ કરી રહ્યા છે
નોંધનીય છે કે ગત માર્ચ મહિનાથીજ રશિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સત્તાવાર રીતે પ્રતિબંધિત છે અને તે લોકોની પહોંચની બહાર છે, પરંતુ ઘણા લોકો હજુ પણ VPNની મદદથી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રશિયામાં ખૂબ લોકપ્રિય હતું અને તેનો ઉપયોગ વેચાણ અને જાહેરાત માટેનું મુખ્ય પ્લેટફોર્મ હતું. માત્ર રશિયા જ નહીં, વિશ્વભરના અબજો લોકો મેટાની વિવિધ એપ્સનો ઉપયોગ કરે છે.