Tuesday, April 16, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટકેરળમાં શરીયા કાનુન મુજબ નિકાહ બાદ દીકરીઓને તેમનો અધિકાર અપાવવા ફરી પરણનાર...

  કેરળમાં શરીયા કાનુન મુજબ નિકાહ બાદ દીકરીઓને તેમનો અધિકાર અપાવવા ફરી પરણનાર યુગલ વિરુદ્ધ કટ્ટરવાદીઓનો ફતવો

  દારુલ હુદા ઈસ્લામિક યુનિવર્સિટીએ સી.શુક્કુર અને તેની પત્ની વિરુદ્ધ ફતવો જાહેર કરીને આ લગ્નને ઈસ્લામને બદનામ કરવા માટેનું નાટક ગણાવ્યું છે.

  - Advertisement -

  દક્ષિણ ભારતમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેરળમાં એક યુગલને ફરીથી લગ્ન કરવા ફતવાનું કારણ બન્યું છે. આટલું જ નહી કાસરગોડ જીલ્લામાં રહેતા એક મુસ્લિમ દંપતીને ફરી લગ્ન કરવા પર ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. મુસ્લિમ દંપતી અને તેમના પરિવારને ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા શરિયા કાનુનની મજાક ઉડાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનામાં પીડિત અભિનેતા અને વકીલ સી શુકરકુરે તેમના નિકાહના 29 વર્ષ બાદ તેની પત્ની શીના સાથે ફરીથી લગ્ન કર્યા હતા.

  કેરળમાં લગ્ન ફતવાનું કારણ બન્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે, વ્યવસાયે અભિનેતા અને વકીલ એવા સી શુક્કુરે પોતાની પુત્રીઓની ભવિષ્યની આર્થિક સુરક્ષા અને તેમના અધિકારો અપાવવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટ (Special Marriage Act) હેઠળ ફરી લગ્ન કર્યા હતા, પરંતુ હવે તેમને ધમકીઓ મળી રહી છે. સી શુક્કુર અને તેમના પરિવારને કેટલાક કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. ધમકીઓને જોતા કાન્હાગઢ સ્થિત તેમના ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

  જો કે પોલીસના કહેવા મુજબ શુક્કુર પરિવારને વ્યક્તિગત સુરક્ષા આપવામાં નથી આવી. છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયાએ તેમના લગ્નને મોટા પાયે કવર કરતા તે ચર્ચાનો વિષય બન્યા હતા. સાથે જ કેટલાક અખબારોએ શુકર વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા ફતવાના સમાચાર પણ પ્રકાશિત કર્યા છે. જોકે આ પરિવારને મળી રહેલી ધમકીઓ અંગે પોલીસ પાસે કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સને ધ્યાનમાં રાખીને તેમના રહેણાંક વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

  - Advertisement -

  ઇસ્લામિક સંગઠને જાહેર કર્યો ફતવો

  એટલું જ નહીં દારુલ હુદા ઈસ્લામિક યુનિવર્સિટીએ સી.શુક્કુર અને તેની પત્ની વિરુદ્ધ ફતવો જાહેર કરીને આ લગ્નને ઈસ્લામને બદનામ કરવા માટેનું નાટક ગણાવ્યું છે. દારુલ હુડા ઈસ્લામિક યુનિવર્સિટીની કાઉન્સિલ ફોર ફતવા એન્ડ રિસર્ચનું કહેવું છે કે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ એડવોકેટ સી શુક્કુરે અને તેમની પત્ની ડો.શીના શુક્કુરના લગ્ન મુસ્લિમ પર્સનલ લોની મજાક ઉડાવવાનું નાટક છે.

  ઈસ્લામિક યુનિવર્સિટીએ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, “બાળકો જીવતા હોય ત્યારે તેમની તમામ સંપત્તિ તેમને સોંપવા સામે કોઈ કાયદો નથી. મુસ્લિમ પર્સનલ લો ફક્ત ઉત્તરાધિકારી માટે જ મહત્ત્વનો છે. જે લોકો અલ્લાહમાં વિશ્વાસ રાખે છે અને ઇસ્લામની પૂર્ણતાને સ્વીકારે છે તેમને તેના વિશે કોઈ અફસોસ રહેશે નહીં. તેમને તેવી લલચ નહીં હોય કે તેમની સંપત્તિ તેમના બાળકો પાસે જવી જોઈએ. “

  આ યુગલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે કે 8 માર્ચ, 2023 ના રોજ લગ્ન કર્યા હતા. સી.શુક્કુરે 2022માં આવેલી ફિલ્મ ‘નાના થાન કેસ કોડુ’માં એક વકીલની ભૂમિકા ભજવી હતી. સાથે જ ડો.શીના મહાત્મા ગાંધી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂક્યા છે. આ યુગલે 1994માં શરિયા કાનુન અંતર્ગત નિકાહ કર્યા હતા. જોકે હવે તેઓએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરતા તેઓ કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકોના નિશાના પર આવી ગયા હતા.

  વાસ્તવમાં મુસ્લિમ પર્સનલ લો એટલે કે શરિયત કાનુન હેઠળ પૈતૃક સંપત્તિમાં દીકરીઓને સમાન અધિકાર નથી મળતો. આનો અર્થ એ થયો કે શુક્કુરના મૃત્યુ પછી તેની પુત્રીઓને સંપત્તિમાં માત્ર એક ચોક્કસ હિસ્સો જ મળશે. શુક્કુરને પુત્ર ન હોવાથી. આવી સ્થિતિમાં, બાકીનો ભાગ શુક્કુરના ભાઈઓની માલિકીનો રહેશે. આવી સ્થિતિમાં શુક્કુરે તેમની પુત્રીઓને આર્થિક રીતે મજબૂત કરવા માટે વિશેષ લગ્ન અધિનિયમ હેઠળ ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું. જે વિષે તેમણે એક ફેસબુક પોસ્ટમાં પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી કે તેમના ગયા બાદ તેમની પુત્રીઓનું શું થશે. આ સિવાય પણ ભૂતકાળમાં તેવી અનેક ઘટનાઓ બની છે જેમાં સામાન્ય બાબતો માં જ લોકો વિરુદ્ધ ફતવા જાહેર કરવામાં આવ્યાં હોય.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં