Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધ કેરાલા સ્ટોરી: ગુજરાતના ધારાસભ્યો અને સંસદ સભ્ય તેમજ સામાજિક સંસ્થાઓએ મહિલા...

    ધ કેરાલા સ્ટોરી: ગુજરાતના ધારાસભ્યો અને સંસદ સભ્ય તેમજ સામાજિક સંસ્થાઓએ મહિલા જાગૃતિ માટે વિનામૂલ્યે શોનું આયોજન કરી રહ્યા છે

    એક તરફ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ફિલ્મની અવગણના અને પ્રતિબંધ મુકવાની વાતો થઇ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં ફિલ્મના શો વિનામૂલ્યે મહિલાઓ અને યુવતીઓની જાગૃતિઅર્થે દર્શાવવામાં આવી રહી છે.

    - Advertisement -

    હિંદુ મહિલાઓ તેમજ યુવતીઓનું બ્રેઈનવોશ કરીને તેમને ISISમાં ભરતી કરીને આતંકવાદી બનાવવાની પ્રવૃત્તિને સામે લાવનાર ‘ધ કેરાલા સ્ટોરી’ બોક્સ ઓફીસ પર તો ધૂમ મચાવી જ રહી છે પરંતુ ગુજરાતની કેટલીક સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય અગ્રણીઓ પણ પોતાની રીતે ફિલ્મના વિનામૂલ્યે શો આયોજિત કરી રહ્યાં છે. આવી જ એક પહેલમાં જુનાગઢના સંસદસભ્ય તેમજ વિધાનસભ્ય દ્વારા શહેર તેમજ જીલ્લાની મહિલાઓ માટે ફિલ્મના વિનામૂલ્યે શો સતત 9 દિવસ સુધી આયોજિત કરવામાં આવ્યા છે.

    જુનાગઢના સંસદસભ્ય તેમજ વિધાનસભ્ય રાજેશ ચુડાસમા અને સંજય કોરડીયા દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર 11 મે થી 19 મે સુધી દરરોજ જુનાગઢની માતાઓ અને બહેનોને ધ કેરાલા સ્ટોરી વિનામૂલ્યે દર્શાવવામાં આવશે. આયોજિત શોમાં ફિલ્મ જોવા ઈચ્છતી યુવતીઓ અને મહિલાઓએ સંજય કોરડીયાના કાર્યાલયના ફોન નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

    ધ કેરાલા સ્ટોરીને મધ્ય પ્રદેશમાં તો કરમુક્ત પણ જાહેર કરવામાં આવી છે. સંજય કોરડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા એક પત્રમાં કુમળી વયની મુગ્ધ દીકરીઓને બ્રેઈનવોશ થતી અટકાવવા માટે આ ફિલ્મ દર્શાવવાની જરૂરિયાત હોવાનું કહેતા ગુજરાતમાં પણ ફિલ્મને કરમુક્ત કરવાની માંગણી કરી છે.

    - Advertisement -

    ફક્ત જુનાગઢ જ નહીં પરંતુ મોરબીના વિધાનસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ ગઈકાલે પોતાની ફેસબુક પોસ્ટ પર 10 થી 14 મે દરમ્યાન દરરોજ મોરબીના સ્કાય મોલ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ મોરબીની યુવતીઓ તેમજ મહિલાઓને ફિલ્મ નિ:શુલ્ક દર્શાવવાની જાહેરાત કરી છે.

    મોરબીમાં આ અગાઉ આ જ મલ્ટીપ્લેક્સમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા 6 મે ના દિવસે પીજી પટેલ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ માટે ધ કેરાલા સ્ટોરીનો એક ખાસ શો વિનામૂલ્યે દર્શાવવામાં આવ્યો હતો. તો જામનગરમાં હિંદુ સેના દ્વારા 5મી મે ના રોજ શહેરના ક્રિસ્ટલ મોલ ખાતે આવેલા મલ્ટીપ્લેક્સમાં ધ કેરાલા સ્ટોરીના શો 14 વર્ષથી ઉપરની યુવતીઓ અને મહિલાઓ માટે નિશુલ્ક આયોજિત કરવામાં આવ્યા હતાં.

    એક તરફ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ફિલ્મની અવગણના અને પ્રતિબંધ મુકવાની વાતો થઇ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં જુનાગઢના સંસદસભ્ય અને વિધાનસભ્ય સહીત મોરબીના વિધાનસભ્ય અને વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા ફિલ્મના શો વિનામૂલ્યે મહિલાઓ અને યુવતીઓની જાગૃતિઅર્થે દર્શાવવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં