Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ કેરાલા સ્ટોરી’ જોવા જતા લોકો માટે મફત સવારીની જાહેરાત કરનાર રિક્ષાચાલકને...

    ‘ધ કેરાલા સ્ટોરી’ જોવા જતા લોકો માટે મફત સવારીની જાહેરાત કરનાર રિક્ષાચાલકને ધમકીઓ મળ્યા બાદ પોલીસ રક્ષણ અપાયું, મળી હતી ‘કન્હૈયાલાલ જેવી હાલત’ કરવાની ધમકી

    બેનરમાં તેમણે ‘ધ કેરાલા સ્ટોરી’ જોવા જનારા લોકો માટે નિઃશુલ્ક સેવા આપવાની જાહેરાત કરી છે તો સાથે એમ પણ લખ્યું હતું કે જે પહેલી 10 મહિલાઓ તેમની આ સેવા મેળવશે તેમની ટિકિટ તેઓ જાતે ખરીદશે.

    - Advertisement -

    મહારાષ્ટ્રના પુણેના એક રિક્ષાચાલક સાધુ મગરે ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ જોવા માટે જતા લોકો માટે મફત સવારીની જાહેરાત કરી હતી. જેને લઈને તેમને ઇસ્લામીઓએ કન્હૈયાલાલ જેવી હાલત કરવાની ‘સર તન સે જુદા’ની ધમકીઓ આપી હતી. મામલો પોલીસ મથકે પહોંચતાં તેમને રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. 

    સાધુ મગરે આ ઑપઇન્ડિયા સાથે વાતચીત કરીને આ બાબતની જાણકારી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, હવે બે પોલીસ કોન્સ્ટેબલ તેમની સુરક્ષામાં તહેનાત રહેશે. જોકે, મળી રહેલી ધમકીઓને જોતાં પોલીસે તેમને રિક્ષા પરનું બેનર હટાવી લેવા માટે કહ્યું છે, જેમાં તેમણે ફિલ્મ જોવા જનારા લોકોને મફત સવારી આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત, પોલીસે તેમને થોડા દિવસ ઘરે જ રહેવા માટે જણાવ્યું છે. 

    સાધુ મગરે અમને જણાવ્યું કે, “ગઈકાલે પિમ્પરી ચિંચવડના પોલીસ કમિશનરે અમારા સ્થાનિક પોલીસ મથકની મુલાકાત લીધી હતી અને ત્યારે મને પણ બોલાવવામાં આવ્યો હતો. હવે ફિલ્મ રિલીઝ થઇ ગઈ છે તો પોલીસે મને સુરક્ષા કારણોસર બેનર હટાવી લેવા માટે કહ્યું છે. તેમણે મને રક્ષણ પણ આપ્યું છે. ધમકીને જોતાં બે પોલીસ કોન્સ્ટેબલો મારી સાથે તહેનાત રહે છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી હું તેમનો આભારી છું.”

    - Advertisement -

    ગત 2 મેના રોજ તેમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ ઓટોરિક્ષા પર લગાવેલા એક બેનર સાથે ઉભેલા જોવા મળે છે. આ બેનરમાં તેમણે ‘ધ કેરાલા સ્ટોરી’ જોવા જનારા લોકો માટે નિઃશુલ્ક સેવા આપવાની જાહેરાત કરી છે તો સાથે એમ પણ લખ્યું હતું કે જે પહેલી 10 મહિલાઓ તેમની આ સેવા મેળવશે તેમની ટિકિટ તેઓ જાતે ખરીદશે.

    આ ફોટો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ આ નેક કામ બદલ ઘણા લોકોએ તેમને ફોન અને મેસેજ થકી અભિનંદન પાઠવ્યાં હતાં. બીજી તરફ, દેશ અને અન્ય દેશોમાંથી પણ ઇસ્લામીઓએ તેમને ધમકીઓ આપવાની શરૂ કરી દીધી હતી.

    બે દિવસ પહેલાંની ઘટના જણાવતાં તેમણે કહ્યું કે, એક વ્યક્તિએ તેમને ફોન કરીને અપશબ્દો કહીને કહ્યું હતું કે, ‘તને ખબર છે ઉદયપુરમાં પેલા દરજી સાથે શું થયું હતું? તારી હાલત પણ કન્હૈયાલાલ જેવી જ થશે.’ ત્યારબાદ મેં તેને ગંભીરતાથી લઈને પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં