Thursday, October 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસર કલમ કરવાના વિડીયો બનાવનાર ISISના ખૂંખાર આતંકવાદીને 'માનસિક સ્થિતિ' ખરાબ હોવાનો...

    સર કલમ કરવાના વિડીયો બનાવનાર ISISના ખૂંખાર આતંકવાદીને ‘માનસિક સ્થિતિ’ ખરાબ હોવાનો હવાલો આપી આકરી જેલમાંથી સામાન્ય કેદમાં મોકલવામાં આવ્યો

    વકીલોએ દાવો કર્યો હતો કે સુપરમેક્સ જેલ અથવા ADX ફ્લોરેન્સ જેલના 'કોંક્રિટ બોક્સ'માં રહેવાથી તેની હાલત વધુ ખરાબ થઈ શકે છે.

    - Advertisement -

    ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS)ના ખતરનાક આતંકવાદી અલ શફી અલ શેખને ગયા મહિને 8 આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સર કલમ કરવાના વિડીયો બનાવનાર અલ શફી અલ શેખને આ સજા અમેરિકાની સૌથી ક્રૂર સુપરમેક્સ જેલમાં ADX ફ્લોરેન્સમાં ભોગવવાની હતી. જો કે હવે તેની સજા બદલાતા તેને અન્ય સામાન્ય જેલમાં રાખવામાં આવશે.

    અલ શફી અલ-શેખ જેના પર બે પત્રકારો સહિત ચાર અમેરિકનોના માથા વાઢી નાખવાનો આરોપ છે, તેને તેના બોલવાની ઢબ અને અવાજને કારણે ISISના આતંકવાદીઓ અને બંધકોમાં ‘બીટલ’ (ભમરો) તરીકે પણ ઓળખવામાં આવે છે. અલ-શેખે બ્રિટિશ આતંકવાદીઓ એલેક્ઝાન્ડ્રા કોટે અને મોહમ્મદ ઈમવાઝી સાથે ઈસ્લામિક સ્ટેટના બંધક જૂથ માટે કામ કર્યું હતું.

    મળતા અહેવાલો અનુસાર અલ શફી અલ શેખને 8 આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેણે કોલોરાડોના ADX ફ્લોરેન્સમાં એકાંત કેદના રૂપમાં આ સજા ભોગવવાની હતી. પરંતુ, હવે તેને સામાન્ય જેલમાં રાખવામાં આવશે. આ જેલને યુએસપી ફ્લોરેન્સ હાઇ કહેવામાં આવે છે.

    - Advertisement -

    શુક્રવારે (23 સપ્ટેમ્બર, 2022) એલેક્ઝાન્ડ્રિયા, યુએસની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી દરમિયાન, સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે અલ શેખ ઇસ્લામિક સ્ટેટનો સૌથી કુખ્યાત આતંકવાદી નેતા છે, જેને યુએસ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો છે.

    અહી નોંધનીય છે કે સુદાનમાં જન્મેલા અને લંડનમાં ઉછરેલા અલ શફી અલ શેખે બે અમેરિકન પત્રકારો અને તેમના સહયોગીઓને બંધક બનાવીને મારી નાખ્યા હતા. તેમાં પત્રકારો જેમ્સ ફોલી અને સ્ટીવન સોટલોફ અને તેમના સાથીદારો પીટર કાસિગ અને કાયલા મુલરનો સમાવેશ થાય છે. તેમાંથી ત્રણનો શિરચ્છેદ કરતો વીડિયો પણ બહાર આવ્યો હતો. જ્યારે, મુલરની હત્યા પહેલા તેની સાથે ઇસ્લામિક સ્ટેટના વડા બગદાદી દ્વારા તેના પર અનેક વખત બળાત્કાર કરવામાં આવ્યો હતો.

    અહેવાલો અનુસાર ADX ફ્લોરેન્સ જેલમાંથી અલ શફી અલ શેખને છોડાવવા માટે તેના વકીલોએ દલીલ કરી હતી કે તે જેલમાં તેની માનસિક અને શારીરિક સ્થિતિ બગડી રહી છે. તેમજ અગાઉની અટકાયતથી તે ભયંકર રીતે બીમાર થઈ ગયો હતો. વકીલોએ દાવો કર્યો હતો કે સુપરમેક્સ જેલ અથવા ADX ફ્લોરેન્સ જેલના ‘કોંક્રિટ બોક્સ’માં રહેવાથી તેની હાલત વધુ ખરાબ થઈ શકે છે.

    વકીલની દલીલ બાદ કોર્ટે અલ શફી અલ શેખને યુએસપી ફ્લોરેન્સ હાઈ જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે, જ્યાં અન્ય કેટલાક કેદીઓને પણ રાખવામાં આવ્યા છે. જો અલ-શફીઈ અલ-શેખ એડીએક્સ ફ્લોરેન્સમાં રહ્યા હોત, તો તેઓ તેમના મૃત્યુ સુધી એકાંત કેદમાં રહેતો અને તે મરે નહિ ત્યાં સુધી તેણે એકાંતમાં રાખવામાં આવ્યો હોત.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં