Sunday, April 28, 2024
More
    હોમપેજગુજરાતહિંમતનગરમાં વિરોધ પ્રદર્શન માટે મંજૂરી લેવા ગયેલા બજરંગ દળના આગેવાનોને જ સાબરકાંઠા...

    હિંમતનગરમાં વિરોધ પ્રદર્શન માટે મંજૂરી લેવા ગયેલા બજરંગ દળના આગેવાનોને જ સાબરકાંઠા પોલીસે ડીટેઈન કરી લીધા!: હરિયાણા હિંદુવિરોધી હિંસાનો મામલો

    સાબરકાંઠા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવેલી ટ્વીટમાં ગુજરાતના ડીજીપીને ટાંકીને પૂછવામાં આવ્યું હતું કે, શું ગુજરાત પોલીસ તે (હરિયાણાના નૂંહ અને મેવાત હિંસાના) જેહાદીઓને સમર્થન આપી રહી છે?

    - Advertisement -

    હરિયાણા હિંસા વિરુદ્ધ પ્રદર્શનની પરવાનગી લેવા ગયેલા હિંમતનગરના બજરંગ દળના સંયોજક અને સહસંયોજકને પોલીસે ડીટેઈન કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દેશવ્યાપી વિરોધ નોંધાવવાની ઘોષણા બાદ અનેક જગ્યાઓ પર પ્રદર્શનો માટે પરવાનગીઓ માંગવામાં આવી હતી. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રખંડના બજરંગ દળ સંયોજક અને સહસંયોજક પણ એસપી ઓફીસ પરવાનગી લેવા ગયા હતા, જ્યાં તેમને પોલીસ દ્વારા ડીટેઈન કરી દેવામાં આવ્યા હતા. જો કે અમુક કલાક બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.

    નોંધનીય છે કે આ આખી ઘટનાની માહિતી સાબરકાંઠા જિલ્લાના વિશ્વ હિંદુ પરિષદના આધિકારિક ટ્વીટર હેંડલ દ્વારા જાહેર કરવામાં આવી હતી. આ ટ્વીટમાં વિશ્વ હિંદુ પરિષદ, સાબરકાંઠા એસપી, અને ડીજીપી ગુજરાતને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “હરિયાણા રાજ્યના મેવાત ખાતે હિંદુઓ પર થયેલા ક્રૂર હુમલાના વિરોધમાં વિશ્વ હિંદુ પરિષદ કેન્દ્રની સુચના પર બજરંગ દળ પ્રદર્શન કરવાનું છે. જેની અનુમતિ લેવા ગયેલા હિંમતનગરના બજરંગ દળના સંયોજક અને સહસંયોજકને સાબરકાંઠા જીલ્લાની A ડિવિઝન પોલીસે ડીટેઈન કરી લીધા.”

    સાથે જ ગુજરાતના ડીજીપીને ટાંકીને પૂછવામાં આવ્યું હતું કે, “શું ગુજરાત પોલીસ તે જેહાદીઓને સમર્થન આપી રહી છે?” જોકે તેના થોડા જ સમય બાદ ફરી એક ટ્વીટ કરીને બજરંગદળના બંને હોદ્દેદારોને મુક્ત કરી દેવામાં આવ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી.

    - Advertisement -

    નૂંહમાં હિંદુઓ પર જેહાદીઓનો હુમલો

    નૂંહમાં હિંદુઓની યાત્રા પર 31 જુલાઈના રોજ હિંસક ઇસ્લામી ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલામાંફાયરીંગ અને આગચંપી પણ કરવામાં આવી હતી. અનેક કલાકો સુધી હિંદુઓ બંધકોની માફક ફસાયેલા રહ્યા હતા. સોમવારની રાત્રે તેમને રેસ્ક્યું કરીને બચાવવામાં આવ્યા હતા. આ દરમિયાન હિંદુઓ જે નલ્હડ શિવ મંદિરમાં ફસાયા હતા, તેના પર નજીકના ડુંગરાઓ પરથી ફાયરીંગ પણ કરવામાં આવ્યા હતા. નૂંહ હિંસામાં 2 હોમગાર્ડ જવાનો અને અન્ય એક નાગરિકની હત્યા કરવામાં આવી હતી. ઘાયલોની સંખ્યા 60 થી વધુ હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ શામેલ છે. પોલીસ સહિત બૃજમંડલ જલાભિષેક યાત્રામાં શામેલ લોકોના 30 થી વધારે વાહનોને તોડી નાખ્યા છે અથવા તો સળગાવી દેવાયા છે.

    તણાવને જોઈને નૂંહ, ગુરૂગ્રામ, રેવાડી અને ફરીદાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સ્કૂલ, કોલેજોની સાથે સાથે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. તોફાનીઓ વચ્ચે ફસાયેલા લોકોને બચાવીને નૂંહ પોલીસ લાઈન લાવવામાં આવ્યા છે. બચાયેલા લોકોનો દાવો છે કે હિંસા કરવા પાછળનું કાવતરું ઓછામાં ઓછામાં 6 મહિના પહેલા ઘડવામાં આવ્યું હતું.

    VHP એ રાષ્ટ્રવ્યાપી આંદોલનનો આપ્યો કોલ

    ઉલ્લેખનીય છે કે નૂંહમાં જળાભિષેક યાત્રા પર થયેલા હુમલાના વિરોધમાં VHP અને બજરંગ દળ દ્વારા આજે (2 ઓગસ્ટ 2023) દેશવ્યાપી પ્રદર્શન કરવાની ઘોષણા કરી હતી. જિલ્લા મુખ્યાલયો પર વિરોધ પ્રદર્શન દરમિયાન જેહાદનું પુતળું ફૂંકવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

    આ મામલે વિહિપના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, “નૂંહમાં જે કઈ પણ થયું તે ડાયરેક્ટ એક્શન ડે જેવું લાગી રહ્યું હતું. તેવું લાગી રહ્યું હતું કે મેવાત મીની પાકિસ્તાન બની ગયું છે. ચારેય બાજુથી ઘેરાબંધી કરવામાં આવી હતી. મંદિરો અને પોલીસ ચોકીઓ પર હુમલો કરવામાં આવ્યો.” તેમણે જણાવ્યું કે “આ દુષ્કૃત્યને કોઈ પણ સંજોગોમાં સાંખી નહીં લેવામાં આવે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં