Friday, May 3, 2024
More
    હોમપેજદેશકાશ્મીરના બારામુલ્લામાં અજાન આપી રહેલા રિટાયર્ડ પોલીસ અધિકારીની આતંકીઓએ ગોળી મારીને કરી...

    કાશ્મીરના બારામુલ્લામાં અજાન આપી રહેલા રિટાયર્ડ પોલીસ અધિકારીની આતંકીઓએ ગોળી મારીને કરી હત્યા: પોલીસ અને સેનાએ સંયુકત ઓપરેશન કર્યું શરૂ

    કાશ્મીરમાં ઘાટીમાં આતંકીઓએ પહેલાં પણ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘણા લોકોની મસ્જિદની બહાર કે મસ્જિદ પરિસરમાં હત્યા કરવામાં આવી હતી. પરંતુ અજાન આપતી વખતે કોઈ નમાજીની હત્યા કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

    - Advertisement -

    કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આતંકીઓએ ગેટમુલ્લા, શીરી બારામુલ્લામાં એક રિટાયર્ડ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. નિવૃત પોલીસ અધિકારી મોહમ્મદ શફી તે સમયે મસ્જિદમાં અજાન આપી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ આતંકીઓએ ગોળીઓ વરસાવી હતી. આ વિશેની માહિતી જમ્મુ-કાશ્મીર પોલીસે આપી છે. આતંકીઓને પકડવા માટે સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

    ઉત્તરી કાશ્મીરના બારામુલ્લામાં રવિવારે (24 ડિસેમ્બર) સવારે મસ્જિદમાં અજાન આપી રહેલા એક સેવાનિવૃત પોલીસ અધિકારી મોહમ્મદ શફીની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે સેના સાથે મળીને ગેટમુલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

    કાશ્મીર ઝોન પોલીસે તેના ઓફિશિયલ X હેન્ડલ પર આ વિશેની માહિતી આપી છે. તેમાં જણાવાયું છે કે, “આતંકીઓએ ગેટમુલ્લા, શીરી, બારામુલ્લામાં એક સેવાનિવૃત પોલીસ અધિકારી મોહમ્મદ શફી પર મસ્જિદમાં અજાન આપતી વખતે ગોળીઓ વરસાવી હતી. જેનાથી મોહમ્મદ શફી ઘાયલ થઈ ગયા હતા. વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે. વધુ જાણકારીની પ્રતિક્ષા છે.” નોંધનીય છે કે મૃતક પોલીસ અધિકારી મોહમ્મદ શફી જમ્મુ-કાશ્મીર પોલીસમાં SSPના પદ પરથી નિવૃત થયા હતા.

    - Advertisement -

    અજાન આપતી વખતે કોઈ નમાજીની હત્યાની પ્રથમ ઘટના

    કાશ્મીરમાં ઘાટીમાં આતંકીઓએ પહેલાં પણ અનેક લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘણા લોકોની મસ્જિદની બહાર કે મસ્જિદ પરિસરમાં હત્યા કરવામાં આવી હતી. પરંતુ અજાન આપતી વખતે કોઈ નમાજીની હત્યા કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે. નોંધનીય છે કે, શ્રીનગરના બટમાલુમાં 10 ઓગસ્ટ, 2012ના રોજ આતંકીઓએ સેવાનિવૃત પોલીસ DSP અબ્દુલ હમીદ બટની પણ ગોળી મારીને હત્યા કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકીઓએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરના થાના મંડી વિસ્તારમાં બે સૈન્ય વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન અન્ય ત્રણ જવાનો ઘાયલ પણ થયા હતા. હુમલા બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં