Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'આ અમિત શાહને ભેટ છે': J&Kના DG (જેલ)નું ગળું કાપ્યું, મૃતદેહને સળગાવવાનો...

    ‘આ અમિત શાહને ભેટ છે’: J&Kના DG (જેલ)નું ગળું કાપ્યું, મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો; આગ જોઈને સુરક્ષા કર્મચારીઓને જાણ થઇ

    "આ હિંદુત્વ શાસન અને તેના સહયોગીઓ માટે ચેતવણી છે કે અમે કોઈપણ જગ્યાએ ગમે ત્યાં હુમલો કરી શકીએ છીએ. ગૃહમંત્રીને તેમની મુલાકાત પહેલા આ એક નાનકડી ભેટ છે. અમે ભવિષ્યમાં પણ આવી કામગીરી ચાલુ રાખીશું."

    - Advertisement -

    મંગળવાર (4 ઓક્ટોબર) વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ હેમંત કુમાર લોહિયા (DG HK Lohiya)ની હત્યા કરવામાં આવી છે. તેમની હત્યા એવા સમયે કરવામાં આવી જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કેન્દ્રશાસિત પ્રદેશના પ્રવાસે છે. આતંકવાદી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF)એ આ હત્યાની જવાબદારી સ્વીકારી છે. પોલીસ લોહિયાના નોકર યાસિર અહેમદને શોધી રહી છે.

    અહેવાલો અનુસાર આ ઘટના જમ્મુના બહારના વિસ્તાર ઉદાઈવાલાની છે. જમ્મુ-કાશ્મીરના ડીજી જેલ લોહિયાની સોમવારે (3 ઓક્ટોબર 2022) તેમના સત્તાવાર નિવાસસ્થાને હત્યા કરવામાં આવી હતી. તેઓ 1992 બેચના અધિકારી હતા. તેમની ઉંમર 57 વર્ષની હતી.

    રૂમમાં લાગેલી આગ જોઈને સુરક્ષાકર્મીઓને હત્યાનો ખ્યાલ આવ્યો. પ્રાથમિક તપાસમાં તેમનું શરીર તેલયુક્ત હોવાનું જણાયું હતું. તેના પગમાં સોજો હતો. એવું લાગી રહ્યું હતું કે પહેલા લોહિયાની હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ કેચપની કાચની બોટલ વડે ગળું ચીરી નંખાયું હતું. શરીર પર બળવાના નિશાન જોવા મળ્યા હતા. હત્યા બાદ મૃતદેહને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું જણાયું હતું.

    - Advertisement -

    PAFF એ લીધી હત્યાની જવાબદારી

    PAFF એ મંગળવારે સવારે હત્યાની જવાબદારી લીધી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘તેમની વિશેષ ટુકડીએ જમ્મુના ઉદાઈવાલામાં ગુપ્તચર ઓપરેશન હાથ ધરતી વખતે જમ્મુ-કાશ્મીરના ડીજી પોલીસ જેલ એચકે લોહિયાની હત્યા કરી હતી. આ હાઇ પ્રોફાઇલ કામગીરીની શરૂઆત છે. આ હિંદુત્વ શાસન અને તેના સાથીઓ માટે ચેતવણી છે કે અમે કોઈપણ પર, ગમે ત્યાં હુમલો કરી શકીએ છીએ. ગૃહમંત્રીને તેમની મુલાકાત પહેલા આ એક નાનકડી ભેટ છે. અમે ભવિષ્યમાં પણ આવી કામગીરી ચાલુ રાખીશું.’

    ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારથી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે છે. હત્યા બાદ ફરાર યાસિર અહેમદ છેલ્લા 6 મહિનાથી લોહિયા સાથે હતો. ડીજીપી દિલબાગ સિંહના કહેવા પ્રમાણે, યાસિરે હત્યા પહેલા તમામ પ્લાનિંગ કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી આતંકી ગતિવિધિઓમાં PAFFનું નામ સામે આવ્યું છે. તેમાં બિન-કાશ્મીરી લોકોની હત્યાની ઘટનાઓ પણ સામેલ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં