Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાશ્મીર: આતંકવાદીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામ્યા ભારતીય સેનાના ત્રણ જવાન, બલિદાનીઓમાં ગુજરાતના...

    કાશ્મીર: આતંકવાદીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામ્યા ભારતીય સેનાના ત્રણ જવાન, બલિદાનીઓમાં ગુજરાતના મહિપાલસિંહ વાળા પણ સામેલ

    આતંકવાદીઓ હોવાની જાણકારી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું, ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનોને દેશ કરી રહ્યો છે નમન.

    - Advertisement -

    જમ્મુ કશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથેની અથડામણમાં 3 જવાન વીરગતિ પામ્યા છે. આતંકીઓની વિરુદ્ધ સેનાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઈસ્લામિક આતંકી સંગઠન PFFએ આ હુમલાની જવાબદારી લીધી છે અને આ ઘટનાને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યાનો બદલો ગણાવ્યો છે.

    એક પોલીસ અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું કે, કુલગામ જિલ્લામાં આવેલ હલાન જંગલના ઊંચા વિસ્તારમાં આતંકીઓ હોવાની સૂચના પર સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં કુલગામ પોલીસ પણ સામેલ હતી. શુક્રવારે (4 ઓગસ્ટ) ઓપરેશન દરમિયાન આતંકીઓ દ્વારા ગોળીબાર થયો હોવાથી આ ઓપરેશન અથડામણમાં બદલાઈ ગયું હતું, જેમાં 3 જવાન ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં મોડી રાત્રે ત્રણેય જવાન હવાલદાર બાબુલાલ હરિતવાલ, મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા અને વસીમ સરવર વીરગતિને પ્રાપ્ત થયા હતા.

    શ્રીનગર સ્થિત સેનાની ચિનાર કોરે એક ટ્વિટમાં કહ્યું હતું કે, કુલગામના હલાનમાં આવેલા ઊંચા વિસ્તાર પર આતંકીઓ હોવાની જાણકારી પર સુરક્ષા બળો દ્વારા 4 ઓગસ્ટ 2023ના રોજ ઓપરેશન શરૂ કરાયું હતું, જેમાં ત્રણ જવાન ઘાયલ થયા હતા, જેમને પછીથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેઓ બચી શક્યા ન હતા. દેશભરમાંથી રાષ્ટ્ર સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ત્રણેય જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    વીરગતિ પામેલા જવાનોમાંથી એક જવાન ગુજરાતના વતની હતા. મહિપાલસિંહ વાળા સિગ્નલ મેન તરીકે ફરજ બજાવતા હતા અને આતંકીઓ સામે લડતાં-લડતાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. અન્ય એક જવાનની ઓળખ એક વસીમ ડાર તરીકે થઇ છે, જેઓ વર્ષ 2014માં ભારતીય સેનામાં સામેલ થયા હતા. તેઓ પોતાના વિસ્તારમાં ફૂટબોલના ખેલાડી તરીકે પ્રખ્યાત હતા. તેમના નિધનની જાણકારી મળતાં જ સ્થાનિકોમાં શોક વ્યાપી ગયો છે. 2021માં તેમનાં લગ્ન થયાં હતાં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં