કેન્દ્રીય એજન્સી NIA અને ગુજરાત એટીએસની ટીમ તપાસ માટે સુરત પહોંચી છે. શહેરના ભાગાતળાવ વિસ્તરમાં એજન્સીએ શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરી છે. તેમજ એક શંકાસ્પદ વ્યક્તિને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો છે. 2021ના એક ટેરર મોડ્યુલના કેસ મામલે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
સુરતમાં ATS એક્શનમાં…!
— News18Gujarati (@News18Guj) July 31, 2022
ભાગાતળાવમાં સર્ચ ઓપરેશન
શંકાસ્પદ લોકોની પુછપરછ હાથધરી #Surat #NIA #ATS pic.twitter.com/1asfhOMoZr
સુરત પોલીસ, NIA અને ATSના સંયુક્ત ઓપરેશનમાં એક 20-25 વર્ષની વયના સંદિગ્ધ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. જેની ઓળખ ઝલીલ તરીકે થઇ છે. હાલ તેને પૂછપરછ માટે ગોપીપુરા વિસ્તરમાં આવેલ એસઓજી કાર્યાલયમાં લઇ જવામાં આવ્યો છે.
આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં સુરત પોલીસ, NIA કે એટીએસ તરફથી કોઈ અધિકારીક જાણકારી આપવામાં આવી નથી. ટૂંક સમયમાં આ અંગે અધિકારીક નિવેદન આપવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
સુરતના અલગ-અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન
— News18Gujarati (@News18Guj) July 31, 2022
મહંમદ પેલેસમાંથી ઝલીલ નામના વ્યક્તિની ધરપકડ
#Surat #NIA #ATS pic.twitter.com/lnT6L9tIlL
ન્યૂઝ18 ગુજરાતીના રિપોર્ટ અનુસાર, 2021માં પકડાયેલ એક ટેરર મોડ્યુલ કેસ મામલે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મોડ્યુલમાં ભટકલ ગામનું નામ સામે આવ્યું હતું. જેની સાથે જોડાયેલા વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનું નામ સામે આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ કર્ણાટક અને તમિલનાડુમાંથી ISIS સાથે સબંધ ધરાવતા સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી હતી. ગત 28 જુલાઈના રોજ તમિલનાડુમાંથી આસિફ નામના એક વ્યક્તિને પકડવામાં આવ્યો હતો. NIAએ તેની દસ કલાક સુધી પૂછપરછ કરી હતી અને જે બાદ હિરાસતમાં લીધો હતો. તેની સામે IPC અને UAPAની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગત સોમવારે (25 જુલાઈ 2022) તમિલનાડુમાંથી આદિલ ઉર્ફે ઝુબા એમના એક શખ્સને પકડવામાં આવ્યો હતો.
તે પહેલાં રવિવારે બેંગ્લોરના તિલક નગર વિસ્તારમાંથી સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે અખ્તર હુસૈન નામના એક શખ્સને પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં હતા. તેમજ તેઓ અલ-કાયદા સાથે જોડાયેલા હતા. અખ્તર મૂળ આસામનો રહેવાસી છે અને સાત મહિના પહેલાં બેંગ્લોર આવ્યો હતો. તે એક ફૂડ ડિલિવરી એપમાં ડિલિવરી બોયનું કામ કરતો હતો.