Sunday, April 28, 2024
More
    હોમપેજદુનિયાઅફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુના મોત, 1300થી વધુ મકાનો જમીનદોસ્ત, તાલિબાને ધનીકો...

    અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂકંપ: 2400થી વધુના મોત, 1300થી વધુ મકાનો જમીનદોસ્ત, તાલિબાને ધનીકો પાસે માંગી મદદ

    અફઘાનિસ્તાનની હોસ્પિટલોમાં આટલા દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા નથી. શનિવારે (7 ઓક્ટોબરે) સ્થાનિક સમય અનુસાર સાવરે 11 વાગ્યે ભૂકંપ બાદ સત્તાધારી તાલિબાનના સ્વાસ્થ્ય મંત્રી હેરાત પહોંચ્યા હતા. કાટમાળના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.

    - Advertisement -

    પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ મૃત્યુ આંક 2,445 થઈ ગયો છે. ઈરાનની નજીકના વિસ્તારોમાં વધુ તબાહી થઈ છે. હેરાત શહેર નજીક શનિવારે (7 ઓકટોબર, 2023)ના રોજ આવેલા આ ભૂકંપથી ભારે જાનહાનિ સર્જાઈ છે. ઘણા ગામો સંપૂર્ણપણે નષ્ટ થઈ ચૂક્યા છે. આ ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. 6.3ની તીવ્રતાના આઠ ઝટકા અફઘાનિસ્તાનના અલગ-અલગ પ્રદેશોમાં અનુભવાયા હતા. અનેક મકાનો ધરાશાયી થયા હતા. ઘાયલોની સંખ્યા હજારોમાં છે. હેરાતના ઉત્તર-પશ્ચિમમાં 40 કિલોમીટર દૂર આવેલા વિસ્તારોમાં વિનાશ સર્જાયો હતો. અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ તાલિબાને વ્યાપારીઓ અને સંસ્થાઓને મદદ માટે અપીલ કરી છે.

    આપત્તિ મંત્રાલયના પ્રવકતા જનાક સાયેકે જણાવ્યું છે કે મૃત્યુઆંક 2,445 થયો છે. સાથે તેમણે એમપણ કહ્યું કે 1,320 ઘરોને નુકશાન થયું છે અથવા તો નાશ પામ્યા છે. UN સહિત અન્ય સંસ્થાઓ પીડિતોને મદદ કરવામાં વ્યસ્ત છે. અફઘાનિસ્તાનની હોસ્પિટલોમાં આટલા દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા નથી. શનિવારે (7 ઓક્ટોબરે) સ્થાનિક સમય અનુસાર સાવરે 11 વાગ્યે ભૂકંપ બાદ સત્તાધારી તાલિબાનના સ્વાસ્થ્ય મંત્રી હેરાત પહોંચ્યા હતા. કાટમાળના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. હેરાત ઈરાન સાથેની સરહદથી 120 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. તેને અફઘાનિસ્તાનની સાંસ્કૃતિક રાજધાની કહેવામાં આવે છે.

    અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાનનું કહેવું છે કે ભૂકંપ બાદ સેંકડો લોકો ગુમ થયા છે, બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. તાલિબાને વ્યાપારીઓ અને સંસ્થાઓને મદદ માટે અપીલ કરી છે. WHO એ વિસ્તારમાં 12 એમ્બ્યુલન્સ મોકલી છે, જેથી ઘાયલોને હોસ્પિટલ લઈ જઈ શકાય. આ પહેલાં જૂન 2022માં પણ અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 100થી વધુ લોકોના મોત થયા હતા.

    - Advertisement -

    વર્લ્ડ કપ રમવા માટે ભારત આવેલા અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને જાહેરાત કરી છે કે તે ભૂકંપ પીડિતોની મદદ માટે CWC 2023ની તેમની તમામ ફી દાન કરશે. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં તુર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપમાં અંદાજે 50,000 લોકોના મોત થયા હતા. તે પછી અફઘાનિસ્તાનમાં આવેલો આ ભૂકંપ આ વર્ષના દુનિયાના સૌથી ભયંકર ભૂકંપોમાંનો એક છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં