Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસિનિયર ડૉક્ટર સૈફ હેરાન કરતો હોવાથી જુનિયર પ્રીતિએ એનેસ્થેસિયાનું ઈન્જેક્શન લઈને કરી...

    સિનિયર ડૉક્ટર સૈફ હેરાન કરતો હોવાથી જુનિયર પ્રીતિએ એનેસ્થેસિયાનું ઈન્જેક્શન લઈને કરી આત્મહત્યા: આરોપીએ કહ્યું- ‘હું તેને સુધારતો હતો’

    તેલંગાણામાં ડોક્ટર પ્રીતિ નામની દલિત મેડિકલ સ્ટુડન્ટે આત્મહત્યા કરી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે તેના સિનિયર ડૉ. સૈફ તેને હેરાન કરતો હતો, જેના કારણે તે ખૂબ જ પરેશાન હતી.

    - Advertisement -

    તેલંગાણાના વારંગલ જિલ્લામાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર કાકટિયા મેડિકલ કોલેજની દલિત વિદ્યાર્થિની ડૉ.પ્રીતિનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રીતિના સિનિયર ડૉ.સૈફ પર તેને રેગિંગના નામે હેરાન કરવાનો આરોપ છે. નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ દ્વારા રવિવારે (26 ફેબ્રુઆરી 2023) ડૉ. પ્રીતિના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. બુધવારે (22 ફેબ્રુઆરી 2023), પીડિતાએ એનેસ્થેસિયાની દવાનું ઇન્જેક્શન લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારથી તેની સારવાર ચાલી રહી હતી.

    આ મામલામાં આરોપી ડૉ. સૈફની પોલીસે શુક્રવારે (24 ફેબ્રુઆરી 2023) ધરપકડ કરી છે. પોલીસ સૈફ વિરુદ્ધ પુરાવા એકત્રિત કરી રહી છે. દલિત વિદ્યાર્થિની ડૉ. પ્રીતિનો ફોન ચેક કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે તેને હેરાન કરવામાં આવી રહી હતી. સૈફ પર એસસી/એસટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના સુપરિન્ટેન્ડેન્ટે તેમના સત્તાવાર લેટર હેડ પર પ્રીતિના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે તમામ પ્રયાસો પછી પણ અમે ડૉ. પ્રીતિને બચાવી શક્યા નથી. પીડિતાએ રાત્રે 9.10 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

    મળતી માહિતી મુજબ, દલિત વિદ્યાર્થિની ડોક્ટર પ્રીતિના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ઘટના બાદ પણ મૃતકની હાલત નાજુક બની રહી હતી. આ દરમિયાન ઘણા ડોકટરોએ પ્રીતિ માટે ચિંતા વ્યક્ત કરી હતી પરંતુ તેઓએ ખુલ્લેઆમ સૈફને પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. આરોપી સૈફ પોતે માનતો હતો કે તે પ્રીતિના કામમાં સુધારો કરી રહ્યો છે, જેને પ્રીતિ પોતાના માટે એક સમસ્યા માનવા લાગી હતી. તેલંગાણા જુનિયર ડોક્ટર્સ એસોસિએશને પણ સૈફના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો અને તેની સામે નોંધાયેલ કેસને બંધ કરવાની માંગ કરી હતી.

    - Advertisement -

    જુનિયર ડોક્ટર્સ એસોસિએશન માને છે કે પોલીસ જેને રેગિંગ કહી રહી છે તે સિનિયર અને જુનિયર વચ્ચેની સામાન્ય વાતચીત છે. આ કિસ્સામાં, ટ્રાઇબલ યુનિયને પ્રીતિના સમર્થનમાં અને સૈફ વિરુદ્ધ ગુરુવારે (23 ફેબ્રુઆરી 2023) હોસ્પિટલની બહાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ પોલીસ પર સૈફ વિરુદ્ધ કાર્યવાહીમાં ઢીલાશનો આરોપ લગાવ્યો હતો.

    નોંધનીય છે કે સિનિયર ડોક્ટરની પજવણીથી કંટાળીને આત્મહત્યા કરનાર દલિત વિદ્યાર્થીની ડૉ. ધારવથ પ્રીતિ માટે તેલંગાણા સરકારે 10 લાખ રૂપિયા વળતરની જાહેરાત કરી છે જ્યારે રાજ્યના મંત્રીએ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીનીના પરિવારને 20 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં