Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણતેલંગાણામાં કોંગ્રેસના પોસ્ટરને લઈને વિવાદ, સોનિયા ગાંધીને 'ભારત માતા' તરીકે દર્શાવાયાં: ભાજપે...

    તેલંગાણામાં કોંગ્રેસના પોસ્ટરને લઈને વિવાદ, સોનિયા ગાંધીને ‘ભારત માતા’ તરીકે દર્શાવાયાં: ભાજપે કહ્યું- કોંગ્રેસ માટે રાષ્ટ્ર કરતાં મોટો પરિવાર

    પોસ્ટરના સામે આવેલા ફોટાઓમાં સોનિયા ગાંધી મુગટ પહેરીને તિરંગા જેવા કપડાં પહેરેલાં જોવા મળે છે. તેમજ તેમના જમણા હાથમાં તેલંગાણાનો નકશો જોઈ શકાય છે. આ પોસ્ટરના સામે આવ્યા બાદ BJPએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવાનું શરૂ કર્યું છે.

    - Advertisement -

    તેલંગાણામાં આગામી 2-3 મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેની તૈયારીમાં લાગેલી કોંગ્રેસ પાર્ટીના એક પોસ્ટરને લઈને હોબાળો થયો છે. આ પોસ્ટરમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને ‘ભારત માતા’ તરીકે દર્શાવાયાં છે. જેના પર ભાજપ આકરા પ્રહાર કરી રહ્યું છે. ભાજપ નેતાઓનું કહેવું છે કે કોંગ્રેસ માટે હંમેશાથી રાષ્ટ્રવાદની પહેલાં પરિવારવાદ રહ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે 17 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત પાર્ટીના ઘણા ટોચના નેતાઓએ ભાગ લીધો હતો. નેતાઓ શહેરમાં આવતા હોવાથી કાર્યકર્તાઓએ તેમનાં પોસ્ટરો લગાવી દીધાં હતાં. આ પોસ્ટરમાં સોનિયા ગાંધીને ‘ભારત માતા’ તરીકે દર્શાવવામાં આવ્યાં છે.

    પોસ્ટરના સામે આવેલા ફોટાઓમાં સોનિયા ગાંધી મુગટ પહેરીને તિરંગા જેવા કપડાં પહેરેલાં જોવા મળે છે. તેમજ તેમના જમણા હાથમાં તેલંગાણાનો નકશો જોઈ શકાય છે. આ પોસ્ટરના સામે આવ્યા બાદ BJPએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ X (અગાઉનું ટ્વિટર) પર લખ્યું કે, “કોંગ્રેસે ભારતનું અપમાન કરવાની આદત બનાવી લીધી છે. આરાધના મિશ્રા જેવા કોંગ્રેસ નેતાઓએ અગાઉ કહ્યું હતું કે ‘ભારત માતા કી જય’ પાર્ટી અનુશાસનની વિરુદ્ધ છે.”

    - Advertisement -

    તેમણે આગળ કહ્યું કે, “આ પહેલાં બીડી કલ્લાએ કહ્યું હતું કે ‘ભારત માતા કી જય’ નહીં સોનિયા માતાની જય બોલો. હવે કોંગ્રેસ સોનિયા ગાંધીની તુલના ભારત માતા સાથે કરે છે, જેવી રીતે તેમણે ઈન્દિરાની તુલના ઇન્ડિયા સાથે કરી હતી. આ સંપૂર્ણપણે શરમજનક છે. આનાથી જાણવા મળે છે કે કોંગ્રેસ માટે પરિવાર હંમેશા રાષ્ટ્ર અને જનતાથી મોટો હોય છે. તેમના માટે જનતા રાક્ષસ છે અને સોનિયા ગાંધી ભારત માતા છે.”

    કોંગ્રેસ અવારનવાર ભારત માતાનું કરે છે અપમાન

    ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં કોંગ્રેસ નેતા આરાધના મિશ્રા દ્વારા ભારત માતાનું અપમાન કર્યાની ઘટના સામે આવી હતી. જેમાં જયપુર ખાતે 4 સપ્ટેમ્બર 2023ના રોજ આયોજિત આદર્શ નગર બ્લૉક કોંગ્રેસની બેઠકમાં ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ નારાથી આરાધના મિશ્રા ગુસ્સે થઈ ગયાં અને તેને અનુશાસનહીન કૃત્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે નારા લગાવવા છે તો કોંગ્રેસ ઝિંદાબાદના લગાવો.

    રાજસ્થાનના રાજસમંદથી ભાજપ સાંસદ દિયા કુમારીએ આ હંગામાનો વિડીયો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “દેશનું અપમાન કરવું કોંગ્રેસની આદત બની ગઈ છે. જયપુરમાં ભારત માતાના જયકારા લગાવવાને કોંગ્રેસ નિરીક્ષક આરાધના મિશ્રા અનુશાસનહીનતા ગણાવી રહ્યા છે. હું, મારું અને અહંકારથી સમાહિત ઘમંડિયા કોંગ્રેસનો અસલી ચહેરો સામે આવી ચૂક્યો છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં