Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતેજસ્વિન શંકરને બહાર કરાયા બાદ કોર્ટના આદેશ થકી કોમનવેલ્થમાં રમવાની તક મળી...

    તેજસ્વિન શંકરને બહાર કરાયા બાદ કોર્ટના આદેશ થકી કોમનવેલ્થમાં રમવાની તક મળી અને ભારત માટે મેડલ જીત્યો; સૌરવ ઘોષાલે પણ ઇતિહાસ રચ્યો

    તેજસ્વિન શંકરને કોર્ટ તરફથી પરવાનગી મળ્યા બાદ રમવાની તક મળી હતી, જે બાદ તેમણે ઊંચી કૂદમાં દેશને પહેલો મેડલ અપાવ્યો હતો.

    - Advertisement -

    હાલ ચાલી રહેલ કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ એક પછી એક ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે અને દેશ માટે મેડલો જીતી રહ્યા છે. ટૂર્નામેન્ટમાં જૂડો અને સ્કવોશ વગેરે રમતોમાં પણ ભારતના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જૂડોમાં તુલિકા માને દેશને સિલ્વર મેડલ અપાવ્યો તો સ્કવોશમાં ભારતના સૌરવ ઘોષાલ પહેલો કોમનવેલ્થ મેડલ જીત્યા હતા. જ્યારે તેજસ્વિન શંકર ઊંચી ફૂદમાં પહેલો મેડલ જીત્યા હતા.

    તેજસ્વિન શંકરે કોમનવેલ્થની એથલેટિક્સ સ્પર્ધામાં ઊંચી ફૂદ સ્પર્ધામાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમણે 2.22 મીટર ઊંચી ફૂદ લગાવી. તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ઊંચી કૂદમાં મેડલ જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. 

    તેજસ્વિન શંકર ત્રણ દિવસ પહેલાં જ બર્મિંઘમ પહોંચ્યા હતા. એથલેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ શરૂઆતમાં યએસમાં પ્રેક્ટિસ કરતા તેજસ્વિન શંકરને ભારતીય ટીમમાંથી બહાર કરી દીધા હતા. કારણ કે તેમણે ભારતની રાષ્ટ્રીય આંતરરાજ્ય મીટમાં ભાગ લીધો ન હતો. જે બાદ તેમણે આ નિર્ણય દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જે બાદ દિલ્હી હાઇકોર્ટે તેમને મંજૂરી આપી હતી અને તેઓ બર્મિંઘમ જવા રવાના થયા હતા. તેમને ભારતીય સ્ક્વોડમાં ઈજાગ્રસ્ત ખેલાડીના રિપ્લેસમેન્ટ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. 

    - Advertisement -

    તેજસ્વિન 2018માં આયોજિત કરવામાં આવેલ કોમનવેલ્થ ગેમ્સમાં છઠ્ઠા સ્થાન પર રહ્યા હતા. પરંતુ ચાર વર્ષોમાં તનતોડ મહેનત કરીને તેમણે મેડલ જીતી લીધો હતો. તેમણે ઊંચી કૂદમાં રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે. 

    પીએમ મોદીએ તેજસ્વિન શંકરને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, તેમના પ્રયાસો પર દેશને ગર્વ છે અને તેઓ ભવિષ્યમાં પણ આ જ રીતે સફળતા પ્રાપ્ત કરતા રહે તેવી શુભેચ્છાઓ. 

    સ્કવોશમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઘોષાલે ઇંગ્લેન્ડના જેમ્સ વિલ્સટ્રોપને ડાયરેક્ટ ગેમમાં 3-0થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રમતમાં ભારતને આ પહેલો મેડલ મળ્યો છે. આ જીત બાદ સૌરવ ભાવુક પણ થઇ ગયા હતા. તેમણે જીત્યા બાદ પ્રતિસ્પર્ધી ખેલાડી સાથે હાથ મિલાવ્યો, તમામ દર્શકોએ ઉભા થઈને તેમને અભિનંદન પાઠવ્યા અને જે બાદ તેઓ પોતાની કીટ પાસે જઈને રડી પડ્યા હતા. તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરવ ઘોષાલને અભિનંદન પાઠવતાં ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું કે, ‘સૌરવ ઘોષાલને સફળતાની નવી ઊંચાઈઓ સર કરતા જોઈને આનંદ થાય છે. બર્મિંઘમમાં તેમણે જીતેલો બ્રોન્ઝ મેડલ ઘણો મહત્વનો છે. તેમની આ ઉપલબ્ધિથી ભારતના યુવાનોમાં સ્ક્વોશ પ્રત્યે વધુ જાગૃતિ આવશે.’

    ઉલ્લેખનીય છે કે 2022ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ સહિત 16 મેડલ જીત્યા છે. તાજેતરમાં સૌરવ ઘોષાલ સ્કવોશમાં તો તેજસ્વિન શંકર ઊંચી કૂદમાં દેશ માટે પહેલો મેડલ જીત્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં